________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશ
અસંતેષની હાયવરાળથી વડોદરાની ભૂમિ વ્યાકુળ બની હતી.
- ભૂમિના પિોકાર અજબ હોય છે. એનાં પુણ્ય જાગ્યાં. અંધારઘોર દુનિયામાંથીમનમાડ પાસેના કવળાણા” ગામમાંથી–ઉત્તમ એવી ખેતી કરનારના ઘરમાંથી–મહારાજા સયાજીરાવ (ત્રીજા)ને આણ્યા. રાજમંદિરિયે પ્રવેશતા ચૌદ વર્ષના છતાં જ્ઞાન ને સંસ્કારની દષ્ટિએ ચાર માસના પણ નહિ, એવા આ મહાન કિશોરે પુનર્જીવનની પ્રભાનાં ત્યારે પ્રથમ દર્શન કર્યા,
અને વિધિનો જ કેઈ સંકેત હશે કે પ્રાયઃ એ જ વેળા એ જ વડોદરા રાજ્યના વીજાપુર ગામમાં, ઉત્તમ એવી ખેતી કરનારના ઘરમાં બેચરદાસ નામના મહાન બાળકે જીવનમાં પ્રભાના પ્રથમ પરોઢનાં દર્શન કર્યા. બન્ને દવજવંતી ભૂમિ પર મેઘ બનીને આવ્યા હતા. બબ્બે પચ્ચીસીઓ સુધી આ બંને ખેડૂ–જીવોએ ધરતીને ખેડી. અમૃતના મેઘ આપ્યા, ઉષાનાં અજવાળાં આપ્યાં, વિદ્યુલ્લતાના ચમકાર આપ્યા, મા વસુંધરાને બંનેએ યથાયોગ્ય કર્મને ધર્મથી ભાવા-શણગારી.
બંને ધૂળમાંથી ધાન્ય સરજનાર હતા, માટીમાંથી માનવ સર્જનાર હતા. બન્નેએ સંસારનાં મુમુકું પૂતળાંઓમાં જીજીવિષા (જીવવાની ઈચ્છા) જન્માવી. દીનહીન જનમાં જીગીષા (જીતવાની ઈચ્છા) પિટાવી. શાંત ને પ્રમાદી કવિજનમાં ને સાધુજનેમાં નવ જિજ્ઞાસા પ્રગટાવી. એકે રાજ્યને ઐહિક સુખનાં અમૃત પાયાં. બીજાએ દેશ અને ધર્મને ઐહિક ને પારલૌકિક સુખના આસ્વાદ આપ્યા. એકે રાજપદ શોભાવ્યું, બીજાએ ગીપદ શોભાવ્યું. એકે સત્તા શોભાવી. બીજાએ વિદ્યા ને વૈરાગ્યને ઉજજવલ કર્યો.
એક તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. બીજા તે યુગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી.
For Private And Personal Use Only