________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર વે છે કે
રબ્ધનાં વિધાન અને પ્રકૃતિની પ્રેરણા અગમ્ય હોય છે. શ્રીમની દવ જલતો દુનિયાને ડારવા, વારિદ્રતા મેઘ, ન જાણે હિમાચલના કયા ગિરિશંગ પરથી, અરવલ્લીની કઈ પિરિમાળમાંથી. સમય આવ્યે વીજઝબુકતા ને અમૃતસીંચતા આવી પહોંચે છે. જેવું સ્થળ-કાળનું પરિબળ, એવા એ ઝબકે છે, ગજે છે, વરસે છે.
એની એક એક સરવાણીએ સુષુપ્ત ધરાના પડમાં જીવન જાગે છે. ભૂમિનાં અભેદ્ય પડ ભેટીને જગવૃક્ષ જાણે નવપલ્લવિત થવા પાંગરે છે. સંસ્કારહીન ઉજજડ ધરતી, સંસ્કારિતાનું હરિયાળું હર ઓઢે છે. છીછરાં સરોવર અભરે ભરાય છે. કેરી કિતાબ જેવું આકાશનું હૈયું ઈદ્રધનની શોભા પામે છે.
- ઉદાર ભાવે વર્ષા દિગદિગંતને નવરાવે છે, જાણે કે શુષ્ક ન રહે, કઈ સંસ્કારહીણું ન રહે, કોઈ ઊણું ને અધૂરું ન રહે. એ અર્પણધમી છે. આપવું એ જ એને સ્વભાવ છે. એ આપે જાય છે, કાયા નીચેવી, વર્ષે જાય છે,-રાત ને દિન. ( વિશાળી ધરતી છે. સમય સ્વ૯૫ છે. પુરુષાર્થ ઘણો છે. આઠે પહોર-અણઉતાર એ વર્ષે જાય છે. જાણે કાલના એને ભરોસા નથી. સમય પરિપૂર્ણ થાય છે. કાળ આવીને ઊભે રહે છે. એ અનન્તતામાં સરી જાય છે, તે પિતાની પાછળ જગતના ઉદ્યાનને બહેલાવવા રંગબેરંગભરી વસ્તુઓને જગાડતી જાય છે. ' જેવો વર્ષાનો ભાવ એવો જ વિચક્ષણને, વિભૂતિઓને સ્વભાવ હોય છે. શાસ્ત્રોકિત છે કે, મેત્ર ને મહાનુભાવો સમસ્વભાવ હોય છે. બન્ને પરાર્થે પ્રાણત્સર્ગ કરનારા હોય છે. એમનાં ચર્મચક્ષુઓમાં અમૃત ઉભરાતાં હોય છે. એમના હૈયામાં સંજીવનીના કંપા છલકાતા હોય છે. પ્રારબ્ધનાં વિધાન ને પ્રકૃતિની પ્રેરણાના કઇ પુણ્યસંદેશની રાહમાં જ તેઓ હોય છે. - એક દહાડે દવજવંતા વડોદરા રાજ્યને એવા પુણ્યસંદેશ લાધ્યા. દવ લાગ્યો હતો દેવમંદિરિયે ને રાજમંદિરિયે. સિંહાસનની શોભા ઝંખવાતી જતી હતી. ધરતીના માલ કરમાયા હતા ને રસકસ ઓછા થયા હતા. આધિભૌતિક સંપત્તિની સાથે આધ્યાત્મિક સંપત્તિ પણ સ્વ૯૫ બની હતી. રાજા-પ્રજાનું સુખ ને શાંતિ બંને હણાયાં હતાં. અશાંતિ, અવ્યવસ્થા,
For Private And Personal Use Only