________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આ ખેડૂતને બાળક આટલાં બધાં સેંકડો પુસ્તકો લખે તે પણ એટલું જ નવાઈનું કાર્ય છે. જનના સાધુ પાસે તો માણસે વગર ખબર આચ્ચે ગમે ત્યારે અને ગમે તે વખતે આવે છે. તેઓ મનની એકાગ્રતાને રહેવા દેતા નથી અને એવા સમયમાં સેંકડો પુસ્તકનું આયોજન કરવું તે દુઘટ ઘટના છે. છતાં એ અશક્ય વાત આચાર્ય શ્રી બુધિસાગરજીએ સિદ્ધ કરી બતાવી તે સમજવા યોગ્ય છે. જૈન સાધુએ આવી એકાગ્રતા સાધવી કેટલી મુશ્કેલ છે તે સાધુનો સાદ્યત વ્યવહાર જાણનારને જ સમજાય તેવું છે. ત્યાં વખતનો નિર્ણય નથી. લોકો તે સાધુની પાસે વગર એપાઈન્ટમેન્ટ આવે જ જાય છે. એવા વખતમાં જે તે વાત ન કરે તે અભિમાની અથવા તૈોરી ગણાય છે. આવા વખતમાં સેંકડો પુસ્તકોની રચના કરવી તે અતિ કપરું કામ છે. તે સાહિત્યસેવા પણ એકદેશીય નથી. અનેક કવિતા અને ગ્રંથો લખનારનું મન કેવું તરત મૂકેલ વાણાનાણાને પકડી લે છે તે તે પુસ્તકની સંકલનના અને તેમાં આવેલ એકાગ્રતા બતાવી શકે છે અને તે આપણે જોઈ શકીએ છીએ. મુનિરાજશ્રી બુધ્ધસાગરજીની સાહિત્યસેવા વિશાળ અને ભંવષ્યની તથા તાત્કાલીન પ્રજાને ઉપયોગી હોઈ ખાસ આકર્ષક છે અને તેની મહત્તા જાણવી અને આંકવી એ ભારે મુશ્કેલ કામ છે આવી સુંદર સાહિત્ય સેવા કરનાર સાથે જ યોગનિષ્ઠ હોય એ અતિ દુર્ઘટ ઘટના છે, પણ એ અતિશયોકિત વગરની સાચી વાત છે.
નિષ્ણની પ્રથમ ભૂમિકા મન, વચન કાયાના ચોગ પર અંકુશ, કાબુ છે. આચાર્ય શ્રી. બુધસાગરજીને એવો અસાધારણ કાબુ હતો એ તો જગપ્રસિદ્ધ વાત છે, અને ગોઠવણ વગર આવેલા લોકોની નાની મોટી વાત સાંભળવા સાથે પોતાનો લેખન વ્યવસાય જાળવવો એ અસાધારણ યોગનિષ્ઠા બતાવે છે. આવા યોગીનું ચરિત્ર વાચવું વિચારવું એ એક જીવનનો પરમ લહાવો છે. આ યુગનિષ્ઠાને અંગે ઘણા વિચારો કરવા જેવા છે, પણ તેઓ તો પોતાનું કામ કરી ભવિષ્યની પ્રજા માટે દાખલો મૂકી ગયા. તે ઘટના કેવી રીતે બની તેની વિચારણા ગ્રંથમાં–આ જીવન ચરિત્રમાં ખાસ ધ્યાન ખેંચે છે અને દીર્ઘ વિચારણા માગે છે. ' અને યોગ કરતાં કવિ તરીકેનાં તેમનાં ટાં છવાયાં અનેક આલેખન આવેલ છે તે મને ઘણા નૈસર્ગિક લાગ્યાં છે. એમાં મારી મચડીને કવિતવ ટેકાયેલું નથી, પણ જે તદન સ્વાભાવિક ઊમં_ઉદ્ગાર તરીકે વાંચનાર ઉપર સ્થાયી છાપ પાડે છે અને જે વિશાળ જીવન તેઓ આખરે જીવ્યા તેને અથવા તેવા પ્રકારના જીવનને સાચું જીવન કહેવાય એવી છાપ પાડે છે. વાચનારને તેમની છૂટીછવાયી કૃતિઓ વધારે લાભકારક છે એમ મને આ જીવન ચરિત્ર વાચતાં લાગ્યું છે. તેઓ આચાર્ય તરીકે ફત્તેહમંદ થયા તેટલા જ કવિ તરીકે તેઓ ફાવેલા છે તે વાત મને ખૂબ અસરકારક લાગી છે. ' અને મનુષ્ય તરીકે તો તેને બરાબર ફાવ્યા છે. એક ખેડૂતને જીવ જનના આચાર્ય અને ત્યાં
જીવન ખેડે અને જેમના ચારિત્ર ઉપર જરા સરખો વડેમ પણ ન પડે તે ફત્તેહમંદ જીવન કહેવાય. તેઓ જનના આચાર્ય હતા તેને અંગે મારે તેમને માટે પાતપાત ન થઈ જાય, તેની સંભાળ રાખીને હું કહી શકું છું કે આ ચરિત્ર જરૂર મનનપૂર્વક વાંચવા લે છે અને તેને વાંચવામાં જે સમય પસાર કરવામાં આવશે તે સારી રીતે ગા ગણાશે
આટલા માટે આ આદર્શ રીતે લખાયલા અને જીવાયેલા જીવ ચરિત્રને વાંચવા અને મનન કરવા હું પ્રત્યેક વ્યકિતને ભલામણ કરું છું. એ ચરિત્રને બરાબર અનુસરવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જવાને અને જીવન માર્ગ મોકળા થઈ જવાને પૂરતો સંભવ છે. આવા સુંદર ચરિત્રને દરેક રીતે હલાવવું એ પ્રત્યેક પ્રાણીનું કર્તવ્ય છે.
૨૯ત્ર
અશોક પ્રિન્ટરી-રાવપુરા-વડોદરા
For Private And Personal Use Only