________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બે ખાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી, મેાતીચંદ ગીરધરલાલ કાપડીઆ, સોલીસીટરના અભિપ્રાય
હું બુદ્ધિસાગર સૂરિ મહારાજનું જીવન વૃત્તાંત વાંચી ગયા. સાહિત્ય દૃષ્ટિએ એ મને ઘણું સુર લાગ્યું. હું તેના લેખકાને ધન્યવાદ આપુ છું. મેં ઘણાં જીવનચરિત્રો જોયાં છે, પણ જેમાં બનાવેાની પરપરા વૈચિત્ર્યવાળી ન હોય તે જીવનને રસદાર બનાવવું એ ખરેખર મુશ્કેલ કામ છે. મે ઘણાં જીવન ચિરત્રો લખ્યાં છે પણ તેમાં મુસાફરીનાં વન કે તી યાત્રાના મહિમા આવીને એમાં ઘણી વાતને લાવી શકાય છે અને પ્રસ્તુત બનાવી શકાય છે, પણ જીવન હળવું હોય, તેમાં ઘણા ફેરફારા ન ડેાય અને તે આંકેલ ચીલે ચાલનાર હોય તેવા જીવનને રસ પડે તેવી રીતે રસદાર બનાવવું એ ઘણી મુશ્કેલ બાયત છે. એક સાદા ખેડૂતના જીવનને તથા રસપ્રદ બનાવી તેમાં અનેક ઐતિહાસિક અને ઉપયાગી બાબતને આમેજ કરી જીવન ચરિત્રને સુંદર રસપ્રદ આકારમાં રજી કરવા માટે હું લેખકાને ધન્યવાદ આપું છું.
ચરિત્રની આખી ઘટના બહુ સુંદર રીતે લખાયલી છે. વાંચતાં આપણને રસ પડે તેવી પતિએ એમાં દષ્ટાંતો સાથે મામિ કતા છે, અને ખાસ આકર્ષક નવીન પદ્ધત્તિએ બનેલ આ પુસ્તક વાંચતાં આનંદ થાય તેવી રીતે તૈયાર કરવા માટે હું પ્રથમ તેા તેના લખનારને ધન્યવાદ આપું છું.
બાકી બુધ્ધિસાગર સૂરિનુ પ્રાથમિક જીવન એક ખેડૂત તરીકે શરુ થાય છે અને એવાં પાત્રો સુંદર કામ કરી જાય અને જનાના મેાટા આચાય અને ત્યારે આનદાર નીકળી જાય તે સ્વાભાવિક છે, અને તે પ્રકારના રસ આખા પુસ્તકમાં પ્રથમથી છેલ્લે સુધી જળવાઇ રહે છે તે અત્યંત ગૌરવને વિષય છે.
એક સામાન્ય ખેડૂતના બાળક સંયોગવશ પડીને કેટલું કામ કરી જાય છે અને સેકડા પુસ્તકા લખી ખાસ અગત્યના વારસે તે વખતની તથા ભવિષ્યની પ્રજા માટે મૂકી જાય અને પેાતે સાધુ અને આચાર્ય થઇ આદર્શ જીવન જીવી સારે। દાખલેો મૂકી જાય એ અતિ આકર્ષક રીતે કલમના વિષય અને અને આકર્ષક રીતે લખાય ત્યારે વાચનારને અનેરા આનંદ આવે છે. પ્રથમ તે। પેાતાનુ જીવન સુધારવું અને તેને યેગ્ય રીતે ઘડવું, અને પેાતાના આખા સંચાગે! જ બદલી નાખવા એ ઘણી મુશ્કેલ ઘટના છે. તમે એક ખેડૂતની જીંદગી વિચારો અને તેમાંથી માણસ આખા જીવન પલટા ક્રમ કરી શકે છે તેને આ દાખલા છે. આવા સારા સચોગે! કવિચત જ મળે છે, અને મળે ત્યારે તેને સાચા અને સારા ઉપયેગ થવા એ અતિ મુશ્કેલ ઘટના છે.
ત
આ સવ` મુશ્કેલ વાત શકય બનાવી પોતે અતિ સુંદર જીવન જીવવું એ ભારે મુશ્કેલ છે. આને માટે ચારિત્ર બંધારણના સમય ખૂબ વિચારવા યેાગ્ય છે અને આવ્હેલ શહેરમાં શિક્ષક તરીકે અને મહેસાણામાં વિદ્યાથી તરીકેનો આચાર્ય શ્રી બુદ્ધિસાગરને સમય એમને ખૂબ લાભ કરે છે તે અત્યંત આકર્ષક રીતે આલેખાયું છે. એ સમયે એમને થયેલ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનદાન આખા જીવન પર અસરકારક નીવડે છે તે ખૂબ વિચારણા માગે છે. એ લાભ એમને આખા જીવન સુધી પ્રેરણા આપે છે અને બાજુએ ઊભુ રહે છે એમ કાઈ પણ સુજ્ઞ વાચકને લાગ્યા વગર રહેશે નહિ.
For Private And Personal Use Only