________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે કેટલાક શાંતરસ એટલે “રસ શાંત છે” અર્થાત રસ મૌન છે–રસ નથી, એમ ગણે છે. તે ન્યાયે શ્રીમદનાં કાવ્યમાં કવિતા નથી એમ અર્થ નીકળે ખરો કે? શ્રીમદ્ શાંતરસને રસમાં ગણે છે, તેમાં આનંદ આપવાની શકિત છે એમ માને છે, તેથી કવિત્વ શાંતરસમાં પણ હોઈ શકે એવી તેમની માન્યતા છે. શાંતરસ આનંદદાયી છે, એવો અનુભવ કરનારને તેમના મંતવ્યનું સત્ય જણાઈ આવશે, અને શાંત રસપ્રધાન કાવ્ય સાચુ કાવ્ય છે એમ અવબોધાશે.
શ્રીમદૂની ભાષા તદન સરળ છે એમ ન કહી શકાય. તત્વજ્ઞાનને કાવ્યમાં ઉતારતાં તેમાં કિલતા આવી જવાનો સંભવ છે. પણ મોટે ભાગે સામાન્ય આમવર્ગના ઉપદેશને માટે કાવ્યો લખેલાં હોવાથી તેમણે સહેલી ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, જો કે તેમ કરવા જતાં “તેમનામાં ભાષાની સજાવટ થવી જોઈએ તેવી નથી” એવી પંડિતાની ટીકાને પાત્ર કદાચ થાય. પણ શ્રી મદનાં અનેક પદો આના રદિયા તરીકે રજૂ કરી શકાય તેમ છે. તેમનાં કેટલાક પદો તે ઝડઝમકવાળી તેજસ્વી ભાષાના નમૂના રૂપ છે; છતાં જેમ અખો કહે છે કે ભાષા ને શું વળગે ભૂર” તેમ શ્રીમદ્ પણ કહી નાખે છે કે –
ભાષા પંડિત ભાષા જાણે, વાદવિવાદોમાં મન તાણે, ફલે ફોગટ ભાષા જ્ઞાની, શાંતિ થતી ના તેથી મજાની. ભિન્નભિન્ન ભાષાઓ જાણે, શબ્દ ગર્વ ને ચિત્ત ન આણે, ભાષાઓમાં ના ભરમાતા, મુઝે જન ખત્તા ખાતા.
(ભ. પદ. સં, ભા. ૮. પૃ. ૧૩૧. ) શ્રીમદે ઘણે ભાગે પ્રચલિત રાગરાગણીઓ પસંદ કરી છે. ઘણાખરા લોકપ્રિય રાગો હોવાથી, તેમનાં ભજનેને સારો સત્કાર સાંપડયો છે. પદો વાંચતી કે ગાતી વખતે કબીર, ધીરો, પ્રીતમ, વગેરેનું સમરણ થઈ આવે છે. કેટલાંક તબુરિયાં ભજને ખાસ તંબુરા સાથે ગાઈ શકાય તેવાં છે.
- રજની શાંત હય, ચંદ્રની રૂપેરી જેન્સના ચારે દિશામાં પ્રસરી હોય, જનગણનો કલાહલ શાંત હોય, શીતલ, સુવાસિત મંદમંદ સમીર વાઈ રહ્યો હેય, દાયરામાં તંબુર, સીતાર, મૃદંગ, ઢોલક, તબલાં, મંજીરા, કરતાલના સુમધુર નાદે રસભર કીર્તન, સંગીત ગવાઈ રહ્યું હોય, આત્મસાક્ષાત્કાર કરાવનાર પ્રભુ-આત્મગુણજ્ઞાન ગીતો, ભજનોની રમઝટ જામી પડી હોય, દિવ્ય સંગીતના રાસ ખેલાઈ રહ્યા હોય, ત્યાં કયા સહદયી'માનવીની મનોવૃત્તિ એકતાર ન બની ઉઠે ! અરે ! બ સીના હૃદયહારી નાદમાં હલાહલવિષધર ફણીધર નિજ સ્વભાવ છોડી ડોલવા લાગી જાય છે, હરણો સ્તબ્ધ બની રહે છે, પ્રકૃતિ શાંત બની રહે છે, ઝાડપાન ને જડપદાર્થો થંભી જાય છે, તો ભાવપરિપૂરિત માનવનું શું ગજું? મહાત્માઓ આ માગે જ પોતાની કાવ્યરચના કરી જનહિતના ઉપાયે યોજે છે. માત્ર કવિ અને જ્ઞાનીમાં ફરક એટલે જ કે કવિઓ જેમાં ભાષાડંબર દ્વારા વિદ્વત્તા બતાવવા મથે છે, ત્યાં જ્ઞાનીઓનું લક્ષ હેતું નથી; કારણ કે આત્મજ્ઞાની મહાત્માઓ ભાષાને શણગાર સજાવવા તરફ લક્ષ
For Private And Personal Use Only