________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘરમાં લગાવી ધ્યાન રે, હંસા નિર્મળ જ્યોતિ ઝગમગે છે, હંસા કીજે અમૃતપાન રે. હં સાં. હંસા જોગીડે જગાવે જ્ઞાનથીજી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચાર રે, હંસા અનહદ આનંદ જોગથી ૭, હસા વિસરે દુ:ખ અપાર રે. હંસા.
વિરહમાં સીઝાતી દમયંતી “ઓ નળ, એ નળ' બાલતી ચાલી જાય, અને જે સામે મળે તેને નળના સમાચાર પૂછતી જાય તેમ દેહદેવળમાં રહેનાર જોગીડાની શોધમાં ફરતા શ્રીમદ્દ “કેઇ રે જણાવો જોગીડે” એમ પૂછે છે ત્યારે તેમના હૃદયમાં કેટલા ભાવ ઉછળતા હશે ! “હ સા' એ સંબોધનમાં કેટલી મૃદુતા અને માધુય છે ? હંસાની પુનઃ પુનઃ ઉકિત દોષને બદલે ગુણમાં પરિણમે છે, અને આખુ પદ વાંચ્યા બાદ ઘંટડી રણકાર જેમ પ્રતિધ્વનિત થયાં કરે તેમ હૃદયમાં હંસાનું ગુંજન ચાલ્યા કરે છે. - શ્રીમદૂનાં ભજનોમાં ઘણી વિવિધતા છે. નરસિંહ, મીરાં, અને દયારામની પેઠે, પ્રેમભક્તિનાં ગીતો તેમણે ગાયાં છે, નિકુલાનંદની પેઠે વૈરાગ્ય અને ત્યાગનાં પદો લખ્યાં છે, શ્રી આનંદધનજીની પેઠે મસ્ત દશાના ઉદ્દગારો વ્યકત કર્યા છે, કબીરની પેઠે ઉપદેશના પદે રચ્યાં છે, તેમ જ કલાપીનું અંતર્લીપી ગાણું કવાલી અને ગઝલ દ્વારા ગાયું છે. તેમના સંગ્રહના એકથી અગિયાર ભાગમાં આપણને વૈવિધ્ય અને નવીનતા ભર્યા સહસ્ત્રાવધિ પદો મળી આવે છે.
- શ્રીમદ્ના કવનમાં શાંતરસની મુખ્યતા છે. તેમના જેવાઓની પાસેથી શૃંગારાદિની આશા આપણે નજ રાખી શકીએ, એ સત્ય છે. છતાં અન્ય રસની ઉણપ આપણને સાલે તો છે જ; પણ તેઓએ અન્ય રસોને ઈરાદાપૂર્વક છોડી દીધા છે, એમ સમજાય છે. ભજનપદ સંગ્રહ, ભાગ ૮ (પૃષ્ઠ લગભગ ૮૫૦) ની પ્રસ્તાવના, પૃષ્ઠ ૪૧ માં તેઓશ્રીને લખે છે કે “શૃંગારિક રસ આદિ નવ રસોને જેમાં વર્ણવ્યા હોય છે તેને શૃંગારિક કવિઓ કાવ્ય કહે છે. પરંતુ શાંત રસિકજને જેમાં આત્માના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને કાવ્ય કહે છે. જે રસાત્મક વાકય છે, તે કાવ્ય છે. સર્વ રસમાં શીરોમણી શાંત ૨સ છે. શાંત રસથી અપૂર્વ, અખંડઆનંદ રસ અનુભવાય છે, માટે જેમાં શાંતરસનું વિવેચન છે તે કાવ્ય છે; કારણ કે તે આત્માનંદ રસમય હોય છે. શૃંગારિક કાવ્યો કે જેમાં અલંકારો પણ તે રસના છે, તેને બાલજી કાવ્ય તરીકે માનીને સાહિત્યમાં ગણે છે; પરંતુ કામોદ્દીપક સાહિત્યથી દેશને, રાજ્યને, ધર્મને, કેમ, સંઘને, સમાજનો, ઉદય થતો નથી.............નીતિનાં ભજને, પદો, નિર્દોષ સેવાભકિતનાં પદો, પરમાત્માની સ્તુતિનાં પદો, શિષ્યોના ગુણોનું વિવેચન કરનાર પદો, સમાજ, સંઘ, દેશ, કે રાજ્યની સેવામાં પ્રવૃત્તિ થાય એવાં ભજન, અધ્યાત્મજ્ઞાન અને ચગનાં પદો તથા વૈરાગ્યનાં પદો ઈત્યાદિને અમે શુભ સાહિત્ય કહીએ છીએ અને તેને કાવ્ય કહીએ છીએ, એવી અમારી માન્યતા છે.”
આમ અન્ય રસોને સમજણપૂર્વક શ્રીમદે ઉવેખ્યા છે. તેઓ રસાત્મક વાક્ય તે કાવ્ય છે એમ કહે છે. કેટલાક શાંતરસને ખચકાતાં ખચકાતાં રસમાં ગણે છે.
For Private And Personal Use Only