________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નિષ્કુલાનંદ આદિ અનેક ભકતકવિઓની છાપ શ્રીમદ્ ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ મહાત્માઓની પ્રેરણા અને પોતાનો સ્વાનુભવ એ ઉભયને સુસંગ થયેલે તેમનાં કાવ્યોમાં નજરે પડે છે. આંતરપ્રદેશની દ્રવીભૂત દશામાંથી આ કાવ્ય ઉદ્ભવેલાં હોઈ તે સાચાં ઊર્મિકાવ્યો છે. શ્રીમદ્દની આત્મછાયા તેમાં સ્ફટિકની જેમ સ્પષ્ટ આલેખાયેલી દષ્ટિએ પડે છે.
મીરાં, કબીરાદિની પેઠે શ્રીમદ્ એક ભકતકવિ હતા. ભકત એ પ્રભુનો પ્રણયી છે. તેની સાથે લગની લાગતાં તે સર્વસ્વ વિસરી જાય છે. તેને પ્રભુ સિવાય અન્ય આશક કે માશૂક નથી હોતાં. તેની પાછળ ગાંડો બની “ આતમ અર્પણ” કરવામાં તેને મઝા-મસ્તી છે. શ્રીમની ભકિત પણ કાંઈક આવા જ સ્વરૂપે પરિણમી હતી. જુઓ ભજન-કાવ્ય સંગ્રહ ભા. ૭ “ પ્રભુ પ્રેમદશા”માં.
જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણુ મારા પાથરું, તવ નામ પીયૂષ પી ઘણું, આનંદથી હસતો ફરું,
તુજ પ્રેમથી અશ્ર ઝરે એ અબુને સાગર કરું એ અશ્રના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને.
અથવા ભજન સંગ્રહ ભા. ૧ માં–
પ્રેમીડ બતાવે રે, કોઈ મારો પ્રેમ બતાવે.
પ્રેમી વિના હું નિશદિન રે, પ્રેમી મળે સુખ થા
–કે
૦
|
X
પ્રભો તુ ભજન વિના નહિ શાંતિ, દેખું સહુ આ બ્રાંતી-પ્રભો. સુખ નહિ અને દુનિયામાંહી, મેહે નહિં ક્રાંતી, દુનિયા શોધી જ્ઞાની થાક્યા, સુખ ના પુદ્ગલ જતિ-પ્રભ૦
| (હસ્તલિખિત ડાયરી. સં. ૧૯૬૭ પૃ. ૨૩૮) શ્રીમદ્દ પ્રભુને પ્રેમી કષી સ્તવન કરે છે. પણ તેમનો પ્રેમ મર્યાદિત છે. મર્યાદિત એ અપેક્ષાએ કે જે પ્રેમ નરસિંહ-દયારામ કે જે પ્રેમસખીમાં શૃંગારથી લચી પડતો જણાય છે તે શ્રીમમાં નથી. તેમને પ્રેમ સાવિક છે. બે આત્માની સંલગ્નતામાંથી તે ઉદ્ભવેલો છે. શારીરિક વાસનાને તેમાં સ્થાન નથી. દયારામ જેવાનાં પદો ઘણી વખત પ્રત્યાઘાતી નીવડે છે, અને નિર્બળ હૃદયનાં મનુષ્યની બાબતમાં તો નિઃશંક હાનિમાં પરિણમે છે. કારણ એ છે કે ભકિત અને શંગારનું તેમાં એવું મિશ્રણ થઈ ગયેલું છે કે તેમને ભિન્ન કરવા જતાં અત્યંત મુશ્કેલી નડે છે, અને તે પ્રયત્ન અફળ જાય છે. ભકિત તે કયાંય ઉડી જાય છે અને માત્ર
ગાર જ ઉપર તર્યા કરે છે. ભકિતને આ રીતે શૃંગારની છેલી હદે લઈ જવી એ ઘણું જ નુકસાનકારક છે. નથી તેમાં સાહિત્યની સેવા કે નથી પ્રભુભકિતનું શુદ્ધ સ્વરૂપ. શ્રીમની
For Private And Personal Use Only