SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ પરમેશ્વરને પામે ખરા જન પરમેશ્વરને પામે, હતા શિવ પદ હામે. ખરા. (ભ. ભા. ૧૦ પૃ. ૨૪) અને જાણે પ્રભુ મળ્યા પછી એટલતા હાય તેમઃ— મેરા આતમ આનન્દ નુર, હમ લાલન. મસ્ત ફકીર, અમીરસ છાય રહા. અમીરસપાન લહા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ભ. ભા. ૧૦ પૃ. ૫) ચિત્તક્ષોભ અને આંતરઘણુમાંથી તે ઉદ્ભવે છે, આપેાઆપ બડ઼ાર પડે છે, અને દુનિયાનાં સ્વાનુભવરસિક સનાતન કાવ્યેાની ડાળમાં ગે।ઠવાઇ જાય છે. નવરસ રંગીન કાવ્યના અ સ્વાદથી જે સુખ થાય છે તે સુખ ખરેખર અધ્યાત્મરસની આગળ એક બિંદુ માત્ર પણ નથી. અધ્યાત્મરસમાં રંગીત થતાં પરાભાષા સ્વયમેવ ખીલે છે, અને જે વસ્તુના અનુભવ થાય છે, તે વૈખરીવાણીદ્વારા અક્ષરરૂપે અહિર પ્રકાશે છે.૧ ૩ ઘૂઘવતા મહાસાગરનાં પ્રચ’ડ મેાજા એના પરસ્પર આસ્ફાલનમાંથી ગર્જનારૂપે ભવ્ય 'ગીત ઝરે છે. પ્રશાંત સરિતાના પારદશી જલના પ્રવાહમાંથી આગળ ધપવાના જોસરૂપ ખળખળ નિનાદ કરતું સ'ગીત સ્રવે છે. ભડભડ બળતા જવાલામુખીના અતિશય ઉકળાટમાંથી ગિરિસ્ફોટ થઇ લાવારૂપે સંગોત દ્રવે છે. માનવેની પૈશાચિક યુધ્ધક્રીડાના ભિલ્લુઓની અથડામણીમાંથી કરુણારસિક ગીત પ્રસવે છે. ઘનઘેાર મેઘલાંના હૃદયવિદારક ઘણુમાંથી ગન અને વર્ષાનાં ગાન રેલે છે, તેમ માનવ હૃદયમાં ચાલતા પ્રબળ ધમસાણમાંથી શબ્દબ્રહ્મરૂપ લેાકેાત્તર કાવ્ય જન્મે છે. આ હાર્દિ'ક યુધ્ધઘણુ યાને ક્ષોભમાં જ.વિરલ સંગીતને ઉદ્ભવ છે. જેના ચિત્તમાં નિર'તર લાગણીઓની પ્રબળતા ઉછળ્યાં કરે, આવેગેાના ધસમસતા પ્રવાહે જેના હૃદયને ઉછાળી મૂકે, આવેશના અતિરેકથી જેનુ જીન્નન સમસ્ત ઉભરાયાં કરે, તેના અંતરમાંથી વહેતી કાવ્યધારા જોશીલી, તેજદાર, અદ્વિતીય અને તલસ્પશી હોય છે. વાચકના હૃદયમાં નવા પ્રકારની ભાવનાએ જાગૃત કરવાનુ તેમાં ખળ છે. આત્માના ઊંડાણમાં તેનું મૂળ હાઈ આંતરસ્ફુરણામાં જ સાચા કાવ્યના ઉદ્દભવ છે. આ આંતર ઉકળાટ આત્મગાથા અને માનવગાથારૂપે બહાર પડી વિશ્વસાહિત્યના અમરસૂરો સાથે સ્થ!ન લે છે. ૧. ૬ ભજનપઃસંગ્રહું બા. ૪ સંબધી લેખમાથી. " શ્રી બુદ્ધિસાગરજીના અંતરમાં ચાલતાં શ્રધ્ધા, અશ્રધ્ધા, મેાહ, વૈરાગ્ય, શાક, અશેક અને સત, અસત્તાદિનાં દ્વ યુધ્ધમાંથી જ તેમને કાવ્યસમુદાય પ્રકટયેા છે, તેથી તેમનાં આ પ્રકારનાં કાવ્યાના માટે ભાગ આત્મલક્ષી છે. આત્માનુભવને પ્રદર્શિત કરતાં, સાધકના તરવરાટને સૂચવનાં અને ભકિતની પરાકાષ્ઠા બતાવતાં આ ભજના ભૂતકાલીન અનેક મહાત્માએનાં ભજનાની હરાલમાં મૂકી શકાય તેવાં છે. ક્મીર, મીરાંબાઇ, આનંદઘન, ધીરેા, ભેો, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy