________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
નયનનાં અથુ અને અંતરના શોકને દૂર કરી આનંદમાં રેલાવે તે જ ખરી કવિતા. કવિતા આનંદ માટે છે એ શ્રીમદ્ અહીંયાં સ્વીકારે છે. અલબત્ત આત્માને સાચો, ક્ષણિક નહિ–આનંદ આપનાર કાવ્યને જ તેઓ ઊંચી કટિમાં મૂકે છે.
શ્રીમની કાવ્યની ભાવના જાણ્યા પછી તેમની કવિતાનું અવલોકન કરવા આપણે પ્રવૃત્ત થઈશું. (૪) શ્રીમદના કાવ્યનું વગીકરણ.
શ્રીમદનાં સઘળાં કાવ્યોને ત્રણ વિભાગમાં વિભક્ત કરી શકાય –(૧ )જૂના કવિઓની છાયાવાળાં ભજનો, પદો વગેરે આત્મલક્ષી કાવ્યો. (૨) નવા યુગની છાયાવાળાં કાવ્યું, ખાસ કરીને ( અ) સુષ્ટિસૌંદર્યનાં કાવ્યો, (બ) રાષ્ટ્રગીતે, (ક) નિવાપાંજલિઓ, (૩) ઉપદેશપ્રધાન, સમાજસુધારાનાં, નીતિપ્રબોધક તેમ જ ધર્મબધી કાવ્યો, ગહેલીઓ, સ્તવન કકકાવલિ, અવળી વાણી, ઈત્યાદિ. (૧) જૂના કવિઓની છાયાવાળાં ભજને, પદે વગેરે.
ગુર્જરભાષામાં ભજનસાહિત્યનું સ્થાન અનોખું છે. નરસિંહ-મીરાંથી માંડીને તે આજ સુધીમાં ભકત કવિઓએ ભજનો દ્વારા જ અંતરગત વિચારોને પ્રકાશ્યા છે, અને એક વખત એ હતો કે ગુજરાતી કવિતાનું ભાવિ આ પ્રભુભક્તના હાથે જ ભજન દ્વારા સજાતુ હતું. કાવ્યદેવીનાં ઉઠ્ઠયો ત્યારે સંકુચિત ક્ષેત્રમાં જ થતાં. પ્રભુભકિત અને આત્મલક્ષી કાવ્યોનો મહિમા આ કારણે ઘણે છે. ગુર્જર સાહિત્યના પ્રધાન અંગ તરીકે, કવિતાના ઈતિહાસના ક્રમને અભંગ રાખનાર તરીકે, ઊર્મિગીતના એક ઉત્તમ પ્રકાર તરીકે અને અનેક હૃદયેના આવેગોને ઝીલનાર પાત્ર તરીકે ભજનોનું સ્થાન અદ્વિતીય અને અનુપમેય છે. | શ્રી અદિધસાગરજીના જીવનની ચાવી આ જ કાવ્યમાં છે. એમના જીવનમાંથી નીતરતો વૈરાગ્ય, પ્રબળ ત્યાગભાવના, પ્રભુભકિત અને આત્માનુભવ એકત્ર થઈને તેમના આ કાખ્યામાં ઠલવાયાં છે. તેઓશ્રીના સમસ્ત કાવ્યસર્જમાંથી આ ભાગ ઉઠાવી લઈએ તો શ્રીમદ્દના વ્યકિતત્વનું સાચું દર્શન અશકય થઈ પડે. વૈરાગ્યનાં આકરાં વ્રત લઈ, સત્ય અને આત્મસૌદર્યની શોધમાં ખાક થઈ જવાની ભીષણ પ્રતિજ્ઞા લઈ બેઠેલા મહાન યોગીના હદયના પ્રબળ આગમાં આ કાવ્યની ઉત્પત્તિનો ઈતિહાસ જડશે. જગતુની સર્વ ભ્રમણાઓને લાત મારી પ્રભુ સાથે આન્માની એકતાનતા સાધવા મથનાર હૃદયમાંથી થયેલી પુરણામાંથી પ્રકટતાં કાવ્યો અલકિક પરમાનંદનો અનુભવ કરાવનાર હોય છે. કાવ્યનો આત્મા-નહિ કે દેહ–આ કાવ્યમાં પ્રધાનપણે હોય છે. જુઓ -
પ્રભુ તુજ અકળ કળા ન કળાતી, સમજ્યાં નહીં સમજાતી, જેવી કુપની છાયા કૃપમાં, પ્રકટ થઈને સ મા તી, તેવી રીતે મારી બુદ્ધિ, તો પાર ન પાતી-પ્રભુ.
(ભ. ભા. ૧૦ પૃ. ૧૨ )
For Private And Personal Use Only