________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૧
પ્રભુ ગુણને પ્રેમ કરે, સત્યદા કવિ કહેવાય, આત્મવિશુદ્ધિ કારણે, કાવ્ય લખે સુખદાય. સેવા ભકિત જ્ઞાન ને, યોગનો કરે પ્રકાશ, ગુણે પ્રકાશે તે કવિ, કરે ગુણોનો વિકાસ.
નિષ્કામી સાત્વિક ગુણી, કવિ લેખક છે શ્રેષ્ઠ, જ્ઞાની કવિ લેખક ભલો, બીન તેને હ.
• ભારત સહાકાર શિક્ષણ માં પણ આને મળતા જ સૂરો શ્રીમદે કાઢયા છે -
જે કર્મયોગી લેખકે, ને ભાષકો પ્રગતિ પથે, ઉત્તમ વિચારે સંચરે, ઘર્મોન્નતિ કરવા મથે. સાત્વિક મતિને ધારતા, ઉધ્ધાર કરવા સંચર્યા,
તે લેખકે ને ભાષકે, જગમાં ભલા હા અવતર્યા. શ્રીમદ કાવ્ય વિષે પ્રધાન સૂર એ છે કે, કલ્પના હે, ભાવના હો, શબ્દ રણને રસચાતુર્ય હે; પણ ધર્મોન્નતિ અથે, જગઉપકાર અથે અને સેવાશાંતિ માટે જે કાવ્ય ન રચાયું હોય તો તે કાવ્ય નથી. “માત્ર કલાની ખાતર” એ આદર્શ તેઓને માન્ય નથી. કલા નીતિથી દૂર ન જવી જોઈએ. ઉન્નતિપિષક તત્વ હોય એવી કાવ્યકલા જ સાચી છે, એમ તેઓશ્રી માને છે. * મનુષ્યોમાં ગુણો પ્રગટાવવા મનુષ્યની ઉન્નતિ કરવા, મન, દેશ. સમાજ અને ધર્મની પ્રગતિ કરી શકે અને આત્માની શકિતઓની વૃદિધ કરી શકે એવો જ્યાં ભાવ હોય તેને ગદ્ય વા પદ્ય કાવ્ય કહેવામાં આવે તો તેમાં કિંચિત્ વિરોધ આવતો નથી અને ઉલટું તેવા કવ્યોથી આધુનિક કાવ્યપ્રગતિની દિશાનો માર્ગ ખુલે કરી શકાય છે. એમ સુજ્ઞ, અનેક વિચારદષ્ટિબિંદુએથી અવકી શકશે.” કક્કાવલી સુબોધ” પૃ. ૯૭ માં પણ તેઓ કવિ કાવ્યનું લક્ષણ આવું જ બાંધે છે
કવિ ખરા જે આતમશુદ્ધિ કરતા આપે સદુપદેશ, કાવ્ય તે સાચાં જેથી તન મન શુદ્ધિ ટળતા દુર્ગુણુ કલેશ; કવિતા તે સાચી છે જેથી, આત્મગુણાનો થાય વિકાસ,
કાયામનવચ શકિત પ્રકટે, પ્રભુધર્મ પ્રકટે વિશ્વાસ, કવિતાની શક્તિ અને સામર્થ્ય વિષે તેઓ લખે છે કે –
નયનનાં અશ્રુને હુવે, હદયના શકને ધુવે;
સદા આનંદરસ રેલે, મધુરાં ગાયને બેલે. ગદ્ય વા પદ્યકાવ્ય આ શબ્દ ઉપરથી સમજાશે કે કાવ્ય માત્ર છંદો બધુ હેવું જોઈએ, એવું નિયંત્રણ શ્રીમદ્દ સ્વીકારતા નથી. ૨. ભજનપદસંગ્રહ, ભા. ૮, પૃ. ૮. * ધર્મા સાહિત્ય કવિતા દેવી ' નામના કાવ્યમાંથી.
For Private And Personal Use Only