________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ સૌંદર્યનું લયુક્ત સર્જન ” કપના અને ચિત્તક્ષોભની ભાષાપ ” “ રસયુકત કાવ્ય, છંદોબદ્ધ કૃતિ,” આમ અનેકાનેક વ્યાખ્યાઓ કવિતાનું સ્વરુપ સમજવા આપવામાં આવી છે. આમાંની એકકે સંપૂર્ણ નથી, અને ભવિષ્યમાં યે એની પૂણું વ્યાખ્યા બાંધી શકાશે કે કેમ તે બાબત શંકા છે; છતાં તેનાં સામાન્ય લક્ષણ શાં હોવાં જોઈએ તે સહેજે સમજી શકાય તેમ છે. “સુન્દર ભાષામાં નિરૂપિત કલ્પના અને ભાવનાયુકત કૃતિને સામાન્યતયા કાવ્યની પંકિતમાં મુકી શકાય.” આ તોની હાજરી ગેરહાજરી, કવિતા અને ગદ્યના ભેદની સૂચક છે. અન્ય તો જેવાં કે છંદ, પ્રાસાનુપ્રાસ વગેરે તેમાં ભળેલાં ન હોય, કેતુ ઉપર્યુક્ત લક્ષણપત સર્જનને કાવ્ય કહેવામાં બાધ નથી.
આ કવિતાની સામાન્ય ચર્ચા થઈ; પણ શ્રી મને પોતાનો અભિપ્રાય આ બાબતમાં જાણવું જોઈએ. “લલિત કવિય”માં કાવ્યનું લક્ષણ તેઓ આ પ્રમાણે બાંધે છે.
અલૌકિક લલિત કવિ અવતાર, વિચરે વિશ્વ મોઝાર,
અલૌકિક નિર્મલ હંસ સમો બની રે, સહુમાંથી ગ્રહે સાર, આનંદે વિલસે સદા રે, ઝીલે છે યાર-અલૌકિક અગમ્ય કલ્પના પાંખથી રે, વિચરે દિવ્ય પ્રદેશ, ભાવના અમૃત મેઘથી રે, ટાળે જન મન કલેશ-અલૌકિક લલિત વચન રસ ચાતુરી રે, લલિત હદય રસલ્હાણ,
અનુભવી કોઈ અનુંભવે રે, રેડી પ્રાણોમાં પ્રાણ-અલૌકિક કવિને અવતાર અલૌકિક છે, લલિત છે. સર્વ વસ્તુઓમાંથી હંસની પેરે સાર ગ્રહણ કરે છે, સદા આનંદમાં વિકસે છે, જીવોને પ્યાર ઝીલે છે, કલ્પનાની અગમ્ય પાંખ પર બેસી દિવ્ય પ્રદેશમાં વિચરે છે, ભાવના રૂપી અમૃતના મેઘથી જન હૃદયના કલેશ ટાળે છે, જેનાં શબ્દચાતુર્ય અને રસચાતુર્ય લલિત છે, જેના હૃદયે રસલહાણુ છે, પ્રાણની અંદર પ્રાણ રેડી ( તમય થઈ) કેઈ અનુભવી જ આવાને અનુભવી શકે છે.
આ કાવ્યમાં શ્રીમદ્ કવિનાં અનેક લક્ષણો બતાવે છે. આ જગની સર્વશ્રેષ્ઠ વસ્તુને ગ્રહણ કરી, આનંદપૂર્વક સર્વ જી સાથે એકતાનતા સાધી શકનાર ( અથત સર્વાનુભવરસિક) ખરો કવિ થઈ શકે છે. કપનાની પાંખે, શખ્રચાતુર્ય અને રસચાતુર્યથી અલંકૃત હોય તે જ કવિ કહી શકાય, પણું આ સર્વનો ઉપયોગ પ્રભુ-પ્રિય અને જગતુહિતાર્થ થાય તો જ કવિ સાચે છે. “ભજનસંગ્રહ ભાગ ૧૧”માં પૃ ૧૭૬ “કવિ લેખક વકતા” નામના કાવ્યમાં તેઓ કહે છે કે –
4 “ The rythmic creation of beauty " Edgar Allan Poe. 5 “ The language of the imagination and passions " Hazlitt. ૧. ભજનપદસંગ્રડ, ભા. ૮. પૃ. ૭૧૭. કવિ શ્રી લલિત મિલન પછી તેમને ઉદેશીને
For Private And Personal Use Only