________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જનસમાજને વધુ ઉપયોગી તત્વ તરફ તેમની દષ્ટિ ખાસ ખેંચાઈ છે. નિરુપયેગી મેઘાડંબર કરતાં ઉપયેગી નિરાડંબરી મેઘ હજાર દરજે સારા છે, તે અનુસાર પાંડિત્યમય સંસ્કૃત ભાષા કરતાં ઓછી વિદ્વત્તાવાળી ચલણી ગુજરાતી ઉત્તમ છે.
ગુજરાતી ભાષા પસંદ કરવામાં એક બીજું કારણ વધુ મહત્વનું છે. તેમને માતભાષા પરને અથાગ પ્રેમ. એ પ્રેમ જ ગુજરાતી ભાષાને વાહન બનાવવા તેમને ખાસ આકર્ષે છે. (જુઓ સાબરમતી ગુણ શિક્ષક કાવ્ય પૃ. ૬૧-૬૨)
વિદ્વાન થાતાં શું વળ્યું, જે માતૃભાષા ના વદી, નિજ માતૃભાષા પ્રેમવણ, દેશોન્નતિ છે નહિ કદી, નિજ માતૃભાષા જે ત્યજે, તે માતૃદ્રોહી જાણો, નિજ માતૃભાષા પ્રેમને, નિશ્ચય હદયમાં આણો.
જે માતૃભાષા શિક્ષણે, આપી જ કેળવણી ખરી, તે દેશની છે ઉન્નતિ, જાણો જ ઉંડા ઉતરી.
કેટલે અટલ પ્રેમ ! અને શિક્ષણ પણ નિજ માતૃભાષા દ્વારા જ અપાવું જોઈએ એવા ઉગ્ર સુધારક કેળવણીકારના વિચારને ધારણ કરતા શ્રીમદ્ પિતાને માટે ગુર્જરગીરાજ પસંદ કરે તેમાં શી નવાઈ! “નિજ માતૃભાષા ના ત્યજે, રે અન્ય ભાષા માનમાં” એમ જ્યારે શ્રીમદ્ કહે છે, ત્યારે માતૃભાષાના પૂજારીઓનાં હૈયાં કેટલાં ઉછળે છે ! (૪) શ્રીમદ્ કાવ્યનું લક્ષણ શું બાંધે છે?
જગદુદ્ધારના પગામ પાઠવતી, જ્ઞાન અને ભકિતરસથી ભરપૂર, અધ્યાત્મરંગે રંગાએવી શ્રીમની કવિતાની ચર્ચા કરતાં પહેલાં, તેઓ પિતે કવિતાનું લક્ષણ શું બાંધે છે તે જોવાની આવશ્યકતા છે, કારણ કે લખાણની કિંમત લેખકનું પોતાનું દષ્ટિબિંદુ યથાયોગ્ય સમજવાથી જ સારી રીતે આંકી શકાય.
કાવ્યના લક્ષણ પરત્વે પંડિતમાં અને કાવ્યજ્ઞ પુરુષમાં ઉગ્ર ચર્ચાઓ થએલી છે. ૮૮ કોઈ તર્કની સહાયમાં ક૯પનાને બોલાવી સત્ય અને આનંદની એકતા સાધવાની કલાને૧ ” કવિતા કહે છે, તો કઈ “સંગીતમય વિચાર ”ને કવિતા કહે છે, “જીવનની સમાલોચના”
1“ The art of uniting pleasure with truth by calling imagination to the help of reason" Johnson.
2“ Poetry we will call musical thought " 3 " Criticism of life " Mathew Arnold.
For Private And Personal Use Only