________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષ્ઠ આચાર્ય
વાનું થાય તો તેથી આત્મા નિર્લેપ રહીને આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી દશામાં રહેવા ખાસ ઉપગ રાખવો. હું પણ તેવો ઉપગ રાખવાનો પુરુષાર્થ કરું છું. જગતમાં તેથી કોઈ રાગ દ્વેષી રહ્યું નથી અને જગતમાં પ્રભુમાં રહીને આત્મપ્રભુને પ્રગટાવવા આમેપગે જીવાય છે અને બાહ્યથી આયુષ્યઉદયે પણ શરીરથી છવાય છે. આવી રીતે બે નાંખા જીવનને અનુભવાય છે અને વર્તાય છે, અને શુદ્ધ પૃણુ પરમાત્મા થવા માટે અંતરમાં ઉપયોગદશાથી મેહની સાથે યુદ્ધ થાય છે, અને તેવું યુધ્ધ અંતરમાં ચાલે છે તેનો અનુભવ થાય છે. આવા યુધમાં દેહને પ્રાણનું મૃત્યુ થતાં આત્માને વિજય થાય છે એ નિઃસંશય વાત છે. એમાં ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વિના આગળ વધવાની જરૂર છે અને આત્માના પ્રદેશો જે અનુભવજ્ઞાન નહી પામેલા હોય તે પ્રાપ્ત કરવાની જરૂર છે.
- “આત્મ સમાધિશતક” નામના સંસ્કૃત ગ્રંથમાં અમોએ મરણકાલે ઉપયોગ રાખવાની દિશા જણાવી છે. એક વાર આત્માનો પૂર્ણ નિત્યત્વપણાનો અનુભવ થયો કે તે પછીથી આત્મા તરત જ નિર્ભય થવાનો છે, અને આખા જગતના જીવોને ડરાવનાર મૃત્યુની સામે તે નિર્ભય થઈને ઊભા રહેવાનો જ અને આત્મા શૂરવીર બનવાનો જ. આત્માની અનંત શકિત છે. એક વાર તેને આખરપણાનું જે ભાન થયું અને તેના પૂર્ણ સંસ્કાર પાડયા તે પછીથી તે વસ્ત્રને બદલવાની પેઠે મરણના ખેલને સમજે છે, એટલે તેમાં તેને કશું લાગતું જ નથી. આવી દશા પ્રકટ કરવા માટે પહેલાથી જ નિર થી નિવૃત્તિ મેળવવી જોઈએ અને જ્ઞાનીઓની સંગતિ કરવી જોઈએ અને સર્વ જીને ખમાવી લેવા જોઈએ. દેહનું મરણ જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ જ્ઞાની પુરુષ તે પહેલાંથી જ સર્વ જીની સાથે ક્ષમાપના કરીને રાગદ્વેષ વેર રહિત ભાવપણે સર્વ જીવોની સાથે વતે છે અને વર્તવાનો ઉપયોગ સમજે છે અને તેથી તે પિતાનું સાધ્ય ભૂલતો નથી અને મરણાદિ પ્રસંગ આવે છતે ખરો યુધ્ધો બની જાય છે. દરેક મનુષ્ય પહેલાંથી આવી દશા પ્રકટ કરવામાં પુરુષાર્થ કરવો. પરિગ્રહ મૂર્છાની વૃત્તિઓને રોકવી અને શુભાશુભ વૃત્તિઓથી પિતાને આત્મા ન્યારો છે એવો જે અનુભવ કરવો તે જ આમપ્રભુનો સાક્ષાત્કાર છે અને એવો આત્મપ્રભુને સાક્ષાત્કાર કરી લેવામાં તન, મન, ધન, સર્વનું ભાન ભૂલી જવું જોઈએ, અને વહેવાર કાર્યોને પણ એક વાર છોડી દઈને આત્મદશાનો અનુભવ કરી લેવો જોઈએ, અને જીવતા મરજીવા બનીને જીવવું જોઈએ.
આવી દશાનો ખ્યાલ આવ્યો છે અને તેથી આગળના અનુભવ પ્રદેશમાં આગળ જવા પુરુષાર્થ કરું છું અને તમને પણ જણાવું છું, કે તે દિશા તરફ ઉત્સાહથી લગની લગાડો અને આત્મપ્રભુને અનુભવવાની તથા નિર્ભયદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી પ્રકટ કરે જરા માત્ર પણ પ્રમાદ ન કરે. ઉપયોગ ભુલાય કે પાછો ઉપયોગ પ્રકટ કરે. દરેક કાર્ય પ્રસંગે ઉપયોગ કાયમ રાખવાનો અભ્યાસ પાડે અને કોઈ માણસ જેમ પરવારીને બેઠા હોય અને સાવધ રહે તેવી રીતે સાવધ રહીને ક્ષયાત્રા કરવામાં પ્રવૃત્ત રહેવું. દુનિયાનાં આવા શ્યક કર્તવ્ય કરવાં, પરંતુ અંતરમાં ઉપયોગી રહેવું અને મરદશાની પહેલાં આત્માને શુદધ ઉપયોગ ધારણ કરવો જોઈએ. એક પણ આત્મા સંબંધી કરેલે વિચાર નકામે જતો
For Private And Personal Use Only