________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાના ચોમાસાના ઇરછુક
૩૬૧
નથી, તો પછી ક્ષણે ક્ષણે જે આત્માનો વિચાર કરવામાં આવે છે, તેથી મુક્તિ થયા વગર રહે જ નહિ તે વાત નિશ્ચય છે, અને તેવા દ્રઢ નિશ્ચયથી પ્રવર્તાશે.
જ્ઞાની ભક્ત ધમી પુરુષને આત્માની પૂર્ણ શુદ્ધિને માટે, આત્માની પૂર્ણ પરમાત્મા દશા થવા માટે દેડાદિક પરિવર્તન હોય છે, અને પૂર્ણ કાર્ય થયે છતે દેહાદિકનો અભાવ થાય છે, એવી રાની ભક્તને પૂણે ખાતરી થવાથી તેને મૃત્યુ પણ એક મહત્સવ જેવું લાગે છે. અને તેને એક ધોરણથી બીજા ધોરણમાં ચઢવાની પરીક્ષાના જેવું લાગે છે, અને શિવસુંદરી કરવા માટે તેને લગ્નમંડપના ઓ છવ જેવું લાગે છે. તેથી દેહ રહે અગર દંડ ન રહે તો પણ તેને તો સમભાવ પ્રવર્તે છે. દેહને છેડો તે કાંઈ નવું કાર્ય નથી. તે તો અનાદિકાળથી થતું આવ્યું છે, અને અનંતીવાર દે છે ડયા અને અનંતીવાર દેહો ગ્રહણ કર્યા, તેમ આપણે સર્વજ્ઞોની વાણીથી જાણીએ છીએ, પણ સમભાવથી તેને આચારમાં મૂકીને વતી એ તો જ અનુભવ આવે.
ફકત વાચનજ્ઞાનથી આત્મા ઉપર ઊંડી અસર થતી નથી અને મન પર થયેલી ક્ષણિક અસર તો પછી ભુ સાઈ જાય છે, માટે આત્મામાં નિર્ભયતાના ઊંડા સંસ્કાર પડે અને હેનો પૂર્ણ અનુભવ થાય તેવો પુરુષાર્થ આ ભવમાં કરવું જ જોઈએ અને તેને મ ભુવનની શહેનશાહીને નાકના મેલ સમાન જાણીને તેનો પણ ત્યાગ કરી આવી આત્માની ઉગ્ર દશા પ્રાપ્ત કરવાની લગની લગાડવી જોઈએ, અને એવી લગની પોતાની લાગી છે કે કેમ તેનો ખ્યાલ પોતાનો આત્મા પિતાને આપે છે અને તેમાં આત્માની સાક્ષી વિના બીજાની સાક્ષીની જરૂર પડતી નથી. જેને આત્માની સાક્ષી થઈ નથી તેને બીજાની સાક્ષીની જરૂર પડે છે. એક વાર આત્માને પિતાની સાક્ષીનો ખ્યાલ આવે તો તે પ૨મામદશાની છેક નજીકમાં જાય છે અને તેને પછી આ દુનિયા નાના બાળકના ખેલ જેવી લાગે છે અને તેથી તેમાં તે નિબંધ રહે છે. આવી દશા પામેલાઓની એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ કર્યા વગર સંગતી કરવી, અને પોતાનામાં તેવી દશા પ્રગટાવવી, અને દેહ પ્રાણુના મરણ પ્રસંગે મૃત્યુ મહે સવ જેવું અનુભવાય અને તેને ખ્યાલ પોતાના અ તારમાં આવે તેવી દશાના અનુભવમાં આગળ ચઢવું જોઈએ.
અન્ય મનુષ્યો પિતાના મરણ સંબંધી ગમે તેવો અભિપ્રાય બાંધે તેમાં પોતાનું કાંઈ વળતું નથી. પોતાની દશાના પિતાને અનુભવ આવ જોઈએ, અને સમાધિકાલમાં યેગી જેમ દેહ અને ઇન્દ્રિયેથી ન્યારો વતે છે, તેમ મરણ પહેલાં આયુષ્યની જીવન દશામાં સંસારમાં જીવતાં છતાં વારંવાર આવી ઉત્તમ દશાનો અનુભવ આવવો જોઈએ, અને તેવી દશાનો અનુભવ ના આવે તો સમજવું જોઈએ કે હજી ઘણી કચાશ છે, અને હજી કર્મના ઘણા પડદા ચીરવાના બાકી છે. એક કે બે ભવ જેના બાકી હોય તેવા મહા પુરુષને આવી લગનીની તાલાવેલી લાગી હોય છે અને તેથી તેઓને બીજે કઈ ઠેકાણે ચેન પડતું નથી. આતધ્યાન, રૌદ્રધ્યાનના વિચારેને તો જીવતાં જ મારી નાખવા જોઈએ અને તે જીવતાં મરી ગયાની પોતાને ખાતરી ના થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવામાં ખામી ન રાખવી જોઈએ, અને
For Private And Personal Use Only