________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના ચોમાસાના ઈરછુક
૩૫૭
અનતા તરફ પ્રયાણ કરી રહેલો આ યોગી આત્મા મહુડીની રમ્ય કુદરતમાં જીવનના અવશેષ દિવસે ગાળવા આવ્યો. મહુડીનું સુંદર મંદિર, જીવતા જાગતા ઘંટાકર્ણ દેવ ને ૨મ્ય સાબરકાંઠા, આત્માની ઊડી ગહવરે જેવાં વાંઘાં ને ચગીને ગમી જાય તેવી નિર્મળ કુદરત ! ચૈત્ર વદી દશમના રોજ એમણે ત્યાં આસન વાળ્યું; ને શિષ્યોને, સાધુઓને, ગૃહસ્થાને, સહ સ્નેહીજનોને, ખપી જીવોને કાગળ ભેજ્યા. હંસલે હજી નાનો હતો ને દેવળ જૂનું થયું હતું. એ દેવને દેવગત થઈ દેવળ બદલવું હતું. એને હંસલો તો અજરામર હતો.
એ પત્રોમાંનો એક અન્તિમ પત્ર–પિતાના જ્ઞાની ગૃહસ્થ શિષ્યને લખેલે ખરેખર મનન કરવા લાયક છે. એમાં સૂરિરાજ “ મૃત્યુમહોત્સવ ની જાણે કુમકુમ પત્રિકા આલેખી રહ્યા દેખાય છે.
મુ. વીજાપુર, લે. બુદ્ધિસાગર
* શ્રી. પાદરા, તત્ર શ્રાવંત દયાવંત દેવગુરુભક્તિકા૨ક રસુશ્રાવક વકીલજી શા. મોહનલાલ હીમચંદભાઈ તથા ભાઈ મણિલાલ તથા ભાઈ રતિલાલ વ. ચોગ્ય ધર્મલાભ,
વિ. પહેલાંના કરતાં હાલ કંઈક શરીર ઠીક છે. ગામની બહાર ઠલ્લે જવાય છે. બનશે તે થોડા દિવસમાં બીજે ગામ હવાફેર કરવા જઈશું. શરીર હવે પહેલાંના જેવું સારું રહેતું નથી અને હવે ઘણો ખરો પ્રફ સુધારવાનો બોજો ઓછો થઈ ગયો છે. આત્મશાંતિ વતે છે.
અશાતાને મધ્યસ્થભાવે ઉપયોગ દ્રષ્ટિએ ભગવાય છે. સમ્યફદષ્ટિના બળે જ્ઞાની પિતાના આત્માને પોતાના સ્વરૂપમાં રમાવે છે, અને મૃત્યકાલે પણ મૃત્યુભય રાખી શકતો નથી.
“ સર્વ થકી મોટામાં મોટો પુરુષાર્થ કરવાનો એ છે કે મૃત્યુભયની વૃત્તિઓને જીતી લેવી તથા જીવવામાં ને મારવામાં તે તટસ્થ દષ્ટા તરીકે વર્તે છે ને સાક્ષીભાવ ધારણ કરે છે, તેથી તે દેહાદિકની સાથે બંધાતો નથી, અને તેથી આવતા ભવમાં તે જાતિસ્મરણજ્ઞાનને શીવ્ર પ્રાપ્ત કરે છે. પુનર્જન્મનો જેને પૂર્ણ નિચય થયો છે તથા કર્મનો જેને નિશ્ચય થયેલો છે તથા જેનો આત્મા શરીરમાં રહેલો છે અને શરીરને ઘડા જેવું માનીને તેને વાહન તરીકે માને છે તે દેહાદિકમાં બંધાતો નથી અને મરણકાલે તેની આંખો વગેરે બંધ થાય, કાન બંધ થાય, બાઈક્તિનું ભાન તે વખતે ના રહે તો પણ અંતરથી તે મરકાલે જાગૃત રહે છે, અને તે મરણકાલે આત્માની અનંત ઘણી શુદ્ધિ કરે છે. આત્મા અમર છે, અને તે દહાના સંબંધમાં વર્તાતો છતાં પણ સર્વથી દેહાતીત છે, એ પૂણે નિશ્ચય થાય તે માટામાં મોટો મૃત્યુભય ટળી જાય. મૃત્યુ શરીરનું થાય છે અને મૃત્યુ આત્માની ઉચ્ચ દશાની શ્રેણીઓમાં ચઢતાં આગળના ઉચ દેહ ધારણ કરવાને માટે ઉપયોગી થાય છે અને આગળ આત્માની પરમાત્મદશા પ્રગટ કરવામાં આ દેહે પુરુષાર્થ ન થતું હોય અને જે કાર્ય સિદ્ધ ન થતું હોય
For Private And Personal Use Only