________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
યોગનિષ્ઠ આચાર્ય
છેલાં વિર્ષોમાં નિત્ય જંગલનો સહવાસ, અને તે પણ નિર્જન જંગલોને ! શહે૨માં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય ! એકાદ વાર વાંદ. રાના શિકારે નીકળેલા દીપડા પણ મળેલા. સૂરિરાજ નજીક પહોંચી જતાં તેઓ શિકાર છોડી ચાલતા થઈ ગયા.
કેઈક વાર કરુણ દશ્ય જોતાં તેઓ વ્યાકુળ થઈ જતા. એક વાર પાદરાના વકીલ શ્રીયુત મેહનલાલ હેમચંદ સાથે માણસાના કોતરોમાં ફરતા હતા. અચાનક એક વાંદરો કૂદતાં ઠેક ચૂક ને કોતરમાં પડશે. સાથે જ કૂતરા દોડયા.
સુરિરાજે બૂમ મારીઃ “ વકીલજી, દોડ, દોડ, પેલા કૂતરા વાંદરાને ફાડી ખાશે.”
બીજા દોડે એ પહેલાં પોતાને જબરદસ્ત દંડ ઉપાડી પોતે જ દોડયા. રસ્તો સાર ન હોવા છતાં ઠેકતા-કુદતા ત્યાં પહોંચ્યા; પણ કુતરાઓએ કામ ખલાસ કર્યું હતું. પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં નવકારમંત્ર સંભળાવતાં સંભળાવતાં સૂરિરાજે ગદગદ કંઠે કહ્યું: “હે ભાઈ, તારી શુભ ગતિ થાઓ !”
અને સ્વાભાવિક છે કે, આટલી નિર્ભય આત્મદશા પ્રાપ્ત કર્યા પછી સ્વાથીલું જગત યોગી પાસે કંઈ કંઈ માગવા પણ આવે ! જગત તે સ્વાર્થપૂજા કરવાનું રસિયું છે ! દેવ હોય કે ડાકણ, સંત હોય કે શેતાન, માણસ હોય કે દેવ, પોતાની સ્વાર્થ સાધના માટે એ સહુને પૂજે ! આ પવિત્ર આત્માની ખ્યાતિ થતી ચાલી. ઈઅિછત-પ્રાપ્તિ માટે અનેક રોગીયાં– દેગીયાં આવવા લાગ્યાં. આ ગીના હૃદયમાં સદાકાળ સહુના કલ્યાણના મંત્રો રટાતા હતા. માગનારને માગ્યું મળતું પણ ખરું ! જેને ફળે એ મહિમાને વિસ્તાર કરે.
- જંગલમાં ગયેલા મહાન યોગી આનંદઘનજીને એવી વીતી હતી, તે બીજાની શી વાત! અપુત્રી આ રાજાએ હઠ લીધી કેઃ “વચનસિદ્ધિવાળા છે, મંત્ર આપે, જેથી પુત્ર થાય.”
યોગીરાજે છૂટવા ઘણું કર્યુંપણ પેલો રવાથી પ્રાણીઓ એમ કંઈ છેડે !
ગોએ મંત્ર આપે. માદળિયું બનાવી બાંધવા કહ્યું. વર્ષે દહાડે તો રાજને ભાવિ ધણી જન્મે. રાજા તે ઠાઠમાઠથી યેગીરાજ આનંદઘનજીને વધામણે ચાલ્યો. જંગલની કઈ ગુફામાં બેઠેલા યોગીએ કહ્યું: “ભેળા રાજા, ચીઠ્ઠી ઉઘાડ! વાંચ તો, કયો મંત્ર છે!”
રાજા માદળિયું તોડી વાંચે છે. “રાજાકી રાણી કો લડકા હે તો ભી આનંદઘન કે કયા, ન હો તો ભી કયા.” સહુ વિસ્મય પામ્યા. રાજા કહેઃ “યોગીરાજ, તમારું વચન ને મારી શ્રદ્ધા ફળી. '
એમ સૂરિરાજ જેમ જેમ બધાનો સંગ છાંડતા ચાલ્યા, એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા આવે: “ બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે. )
For Private And Personal Use Only