________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
યોગનિષ્ટ આચાર્ય
એવાં ઝરણવિશાળ સાબરનાં વાંઘા, મહા કમળ ભરેલી એ સાગર-હાથમતીની બોખ, એ વન, એ વગડા, વર્ષાનાં એ જલપૂર, દીપડા અને દીપડા જેવા નરનારના એ વાસ, અમે શહેરવાસીઓએ વિસારે પ્રકૃતિવૈભવી અને ઈતિહાસપ્રશસ્ત એ ગુર્જર દેશ ભાગ !
“માણસા-વરસોડાના વનરાજવંશી ચાવડા રાજે ત્યાં છે. બ્રહ્માવતના ત્રાષિવંશી ત્રષિસંતાને ત્યાં છે, દેશાવર ખેડનારા વૈશ્યવરો ત્યાં છે, એ તમારી ગુજરાતની ભીતરિયા ભૂમિ !
સિદધપુર ઉપર કાળનો પંજો પડ્યો. કેટલાક તરવાડીઓ-ત્રિવેદીએ-ત્રિવેદવેત્તાઓ ને દવે-દ્વિવેદીઓ-દ્વિવેદત્તાએ વોરા થયા અને આજે સિધપુરમાં ઉદ્યાનો માંડી વિરાજે છે. કેટલાક કાળધર્મ પામ્યા ને સરસ્વતીનાં નિર્મળાં નીર રુધિર રંગે રંગાયાં. કેટલાક સ્વધર્મપ્રેમીઓએ સ્વધર્મ રક્ષાર્થે જન્મભૂમિ ત્યાગી અને દિશા દિશામાં નવા વાસ વસાવ્યા. એમાંના કેટલાક ઋષિપુત્ર પૂર્વમાં પરવર્યા. સાબરમતી ને હાથમતીના કમળજૂથ પાથર્યા સંગમતીર્થની ચે ઉપરવાસ વનવગડામાં વાસો કી, અને ઉત્તર–સાબરમતીની ઊંચી ભેખડનાં ઊડાં વાંઘાંઓને સચેતન કીધાં, એમ સરસ્વતી ભાંગી, ને ઉત્તર સાબરમતી વસી.
કોટયર્ક પ્રભુના યાત્રિક ખડાયતામંડળે હાથમતીની એ બોખ દીઠી છે. જેનાચાર્ય શ્રી બુધિમાગરજીના મહૂડી તીર્થના તીથી ઓએ એ સરોવરવિશાળી જળકમળવાડીઓ દીઠી છે............સરસવતી તીરનાં ગુર્જર સંસ્કૃતિનાં સંસ્કાર–ખંડેરો આજે યે ત્યાં સાગર-તીરે છે.
પાટણ સ્થાપનાર આદિ ગુજરેશ્વર વનરાજ મહારાજના રાજવંશજોના આજે પણ ત્યાં આસપાસ રાજ્ય છે. પૂર્વમહિમાને સ્મરાવતા આજે પણ ત્યાં બ્રહ્મવિદો ને જૈનાગાર્યોના આશ્રમો છે, સાબર સમી નદી છે, નદીનાં વાંઘા છે, ભેખડો છે, ઘાટ છે, વન છે, તીર્થો છે, ગુર્જર સંસ્કૃતિ ને સંસ્કારનાં ખંડેર છે; પણ એ સરસ્વતીતીરનાં ઈતિહાસખંડેરો છે. જગતભરનાં ઈતિહાસખંડેરે જેટલાં યાત્રાગ્ય છે, એટલે એ સાબરતટ છે.
૮૪ પેથાપરના ધાટ વટાવીને ઉપરવાસ જાએ. એ પાવે એ ઊડાં વાંધાઓથી રક્ષાયેલા, સાબરતટની ટેકરીટોચરેખા, અહમદશાહના સાદરાનાં કિલોખંડેર આવશે........
જનવા આઘે વનરાજવંશી રાવળજીનું માણસા છે, એથી જનવા ઉપરવાસે મહીસાગરના મહાકતર સમાવડું અધક ગાઉનું વરસોડાનું વાંઘુ છે, ને સાતેક દાયકા પર ઋષિરાયજી ત્યાં રહેતા. એની વે ઉપરવાસે સાબરભેખડે મહૂડીનું તીર્થ છે, જ્યાં જૈન જોગંદર, અલખના અવધૂત શ્રી બુદિસાગરજી દોઢેક દાયકા પૂર્વે હતા; ત્યાં હાથમતી અને સાબરમતીનું સંગમધામ છે. ત્યાં કમલે ને કમલિની એનાં સાબરનાં જીવન છે. અને એથી યે ઉપરવાસે છે સત્તાવીસ તાલુકાના સાબરતટને દેશભાગ, આગડ ને કલેડી, ખેડાવાડા, ઈલાલ ને વસ્તાપુર વ વ.
For Private And Personal Use Only