________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશભકિત ને સુરિજી
૩૩૫ દયામય બને એવા ઉદ્ગા જણાવ્યા હતા. મેં તેમની ઈચ્છાથી તેમને ભજનસંગ્રહના સાતે ભાગે આપ્યા હતા. જૈનશાસ્ત્રના આધારે તે માર્ગાનુસારી સંભવે છે. જૈન ધર્મનો સ્યાદ્વાદસિદ્ધાંત તેમને સર્વથા ગમે તો તે વિશ્વકલ્યાણ કરી શકે; પણ તે પોતે વૈષ્ણવ ધર્મને માને છે. રાષ્ટ્રીય પ્રગતિપ્રવૃત્તિમાં સ્વરાજ્ય માટે ચળવળ કરનારા તે છે. તેમણે અસહકારની પ્રવૃત્તિ શરૂ કરી છે પણ તેથી હિંદીમાં સહકારવાદી અને અસહકારવાદી એવા બે પક્ષ પડયા છે. અસહકારવાદીઓની હિંદમાં ઘણી સંખ્યા છે. જેનશાસ્ત્રોના આધારે ગાંધીજીના રાજકીય વિચાર જેટલા બંધ બેસે તેટલા જૈનોએ સ્વીકારવા પણ અન્દરાગી થઈને જનયુવકોએ તેમના ધર્મના વિચારો કે જે જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ પડે અને જેનાચાર્યો તેમના જે વિચારોને જેનશાસ્ત્રોથી વિરુધ ઠરાવે તે વિચારોથી અને પ્રવૃત્તિઓથી જનેએ દૂર રહેવું.
હિંદુઓ સાથે ગાંધીજીની ભવિષ્યમાં અથડામણ થશે
ગાંધીજી જેન નથી, જન મહાત્મા નથી. જન સાધુ નથી. તે બ્રાહ્મણશાસ્ત્ર દષ્ટિએ મહાત્મા છે. રૂશિયાના ટોલટેયના આદેશને તે માને છે અને તેથી તે ભવિષ્યમાં હિંદુ ધર્મશાસ્ત્રો વગેરેમાં માન્યતાભેદે મોટી ધર્મભેદ સંક્રાંતિના આગેવાન થઈ પડે અને તેથી તેમને હિન્દુ વગેરે ધમાચાર્યોની સાથે મહા અથડામણી થવાનો સંભવ રહે એમ લાગે છે. રાજકીય હિંસાત્મક યુદ્ધનું વાતાવરણ જે થશે તે તેમને ભવિષ્યમાં રુચશે નહિ; તેથી તે ટોલ્સ્ટોયની પેઠે બાહ્યરાજ્યવાદી યુદ્ધપ્રિયાથી જુદા પડી ધાર્મિક બાબતોમાં સંક્રાંતિકારક-ઉથલપાથલકારક થઈ પડશે એમ અનુમાન કરું છું. જૈનેને પ્રાથું છું કે તેઓ ધાર્મિક બાબતમાં જૈનશાસ્ત્રના આધારે મળતી આવતી બાબતોમાં સહકારી બને અને વિરુદ્ધ બાબતોને અન્ધશ્રધ્ધાથી ન માને.
પાખી અને હડતાલ જેમાં પાખી અને હડતાલ બંને પ્રસિધ્ધ છે. જેનો મહાજન તરીકે હિંદમાં પ્રસિદ્ધ છે. જેને બ્રિટીશની લીબરલ પાટી જેવા છે. જેમાં સાધુ-સાવી-શ્રાવક અને શ્રાવિકાના ચતુર્ભેદવાળું મહાસંઘ તરીકેનું અનાદિકાલથી સ્વરાજ્ય પ્રવર્તે છે. સંઘના પ્રમુ ખાનું મંડળ મળીને સંઘબલની વ્યવસ્થા જાળવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણન ચતુર્વિધ મહાસંઘમાં સમાવેશ થાય છે. ચાર વર્ષે સ્વ-સ્વગુણકર્માનુસારે વતી અનાદિકાલથી જનધર્મની આરાધના કરે છે. ચતુર્વિધ મહાસંઘ ભેગો થઈને રાજાના અન્યાય સામે પાખી હડતાલ રૂપ અસહકાર કરીને અન્યાને દૂર કરાવતા હતા, અને હાલ પણ કરાવે છે.
જૈનસંઘ મહાજનની પાખી–હડતાલને ગાંધીજીએ અસહકારના અહિંસાત્મક અમુક સિધાંત તરીકે વાપરી છે. જૈન મહાજન સંઘ, કારણ પ્રસંગે પાખી હડતાલરૂપ અસહકાર કરતો હતો, અને તે પણ પ્રેમ, સત્ય, દયા, અહિંસા અને રાજાની સાથે પૂજ્યભાવ રાખીને કરતો હતો, અને રાજ્યમાં ચાલતું અંધેર તેથી દૂર કરવામાં આવતું હતું. હાટે તાળાં દેવાં તે
For Private And Personal Use Only