________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વદેશભકિત ને સૂરિજી
૭૨૯ કાવ્ય લખ્યાં છે. દારૂ, ચેરી, વ્યભિચાર, જૂઠ, હિંસા, માંસ, કેફી ચીજો, જુગાર વગેરે દુષ્ટ વ્યસનોના ત્યાગમાં સ્વરાજ્ય રહેલું છે. પરિગ્રહ પરિમાણ, ભેગની વસ્તુઓને સંક્ષેપ, નિયમિત ખોરાક, બાલલગ્ન અને વૃધ્ધલગ્નને ત્યાગ, મેહુકારક વસ્તુઓમાં નિર્મોહ દશા, મોજમજાનો ત્યાગ, આવક પ્રમાણે વ્યય, મન, વાણી અને કાયાની શુધિમાં સર્વ ખંડોમાં સ્વરાજ્ય સ્વતંત્રતા છે. જન્મભૂમિનો દ્રોહ ન કરવું જોઈએ. દ્રિની પદવી મળે તે પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવા જોઈએ. કોઈ મસ્તકને ઉડાવી નાંખે તે પણ સ્વદેશ જન્મભૂમિને જ્યારે હિન્દુઓ દેહ કરશે નહિ અને પરદેશીઓને ઢેષ કરશે નહિ ત્યારે તેઓ સર્વ શક્તિઓને એકઠી કરી તેને સદુપયોગ કરી આર્યદેશની પ્રખ્યાતિને વિશ્વવ્યાપક કરી શકશે.
સ્વદેશી ને પરદેશી સ્વદેશી વસ્તુઓને વાપરવી અને પરદેશી વસ્તુઓ પણુ-પરતંત્ર ન થવાય એવી દષ્ટિએ ઉપયોગ પૂરતી વાપરવી, તેમ છતાં અન્ય દેશી ને રેગ, સંકટ, દુષ્કામાં સહાય કરવામાં સર્વ સ્વાર્પણ કરવું. સર્વ ખંડોએ પરસ્પર એકબીજાને સહાય કરવી અને પરસ્પરની ઉન્નતિ માટે સહકારી થઈ પ્રવર્તાવું. શુભનો સહકાર કરવો અને અશુભ અસહકાર કરવો. અપેક્ષાએ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવે પરસ્પર સહકાર ઉપયોગી છે અને અસહકાર પણ ઉપયેગી છે. અસહકાર પણ સાકાર કરવા માટે અને દુર્ગુણો તથા નબળાઈને દૂર કરવા માટે સાધનરૂપ છે, અને ગુણશકિતઓ પ્રાપ્ત કરવામાં સહકાર પણ સાધનરૂપ છે. પરસ્પર એકબીજામાં રહેલા દુર્ગુણોનો સહકાર ન કરવો પણ એકબીજામાં રહેલા સદ્ગુણોનો સહકાર કરવો. અસહકાર એ શિક્ષારૂપ છે. મનુષ્યએ જીવનમાં અપવાદિક સહકાર અને અસહકારને સાધન તરીકે વાપરવા જોઈએ અને તે પણ અહિંસાપ્રેમબુદ્ધિથી વાપરવાં જોઈએ. સર્વ ખંડના મનુષ્યએ મનુષ્યોની સાથે અસહુકાર ન કરવો જોઈએ, પણ મનુષ્યના હૃદયમાં રહેલ મેડ શયતાન અને શયતાનનાં કાર્યોની સાથે અસહકાર કરવો જોઈએ. સર્વ ખંડના મનુબોએ સહકાર તથા અસહકારરૂપ સાધનશસ્ત્રને દુરુપગ ન કરવો જોઈએ કે જેથી અન્ય દેશખંડવાસી મનુષ્યોના સગુણો વગેરેનો વિકાસ કરવામાં વિદન આવે. જેઓના સંગથી જેઓની નબળાઈ પ્રગટે, પરતંત્રપણું આવે, દુર્ગ-વ્યસને વધે અને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વધે તથા છેવટે પિતાનો નાશ થાય તેનાથી અસહકાર કર, તથા જેઓ દુષ્ટ, પાપી, હિંસક, જુમી નાસ્તિકોને સુધારી શકે તેઓને તે દુષ્ટ-પાપીઓની સંગતિ રૂપ સહકાર કરવા તે છે.
- “સ્વરાજ્યનો મુખ્યઉદ્દેશ સમજવો જોઈએ અને મનુષ્યજન્મનો મુખ્ય ઉદ્દેશ સમજવો જોઈએ. સર્વ મનુષ્યોની સુખશાંતિની રક્ષા તથા સુખશાંતિ પ્રાપ્તિ એ જ સ્વરાજ્યનો ઉદ્દેશ છે, અને રાગ-દ્વેષના ક્ષયપૂર્વક આત્માની પૂર્ણ શુદ્ધિ કરી પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવો અને અને કરાવવો એ જ મનુષ્યજન્મનો ઉદ્દેશ છે. મનુષ્યજન્મ, આત્માની શુધિમાં અનુકૂલ થાય એવું બાહ્યસ્વરાજ્ય પ્રવર્તન, ગમે તે કાલે ગમે તે ક્ષેત્રે હોવું જોઈએ અને સ્વરાજ્યની
For Private And Personal Use Only