________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
ગનિષ્ઠ આચાર્ય
શ્રી કૃષ્ણની પેઠે આદર્શ રાજપુરુષ થવું જોઈએ એમ ગૃહસ્થો માટે ઉપદેશ છે.
વિષયના-ડાજતેના તાબે પિતે થવું ન જોઈએ, પણ પિતાના તાબે વિષયોને કરવા જોઈએ. આત્મબળને પ્રગટાવવાથી સ્વતંત્રતમાં થાય છે. જેઓ આત્મજ્ઞાન પામ્યા નથી તેઓ પરતંત્ર છે. સ્વતંત્રતા વિનાનું જીવવું તે પશુ જીવન છે. ભયનું જીવન તે મૃત્યુ છે. સર્વ પ્રકાના ભયવિણ અને આસક્તિ વિનાનું જીવન તે પરમ સ્વરાજય જીવન છે. - “ વિશ્વસંદેશકાવ્યમાં સર્વ વિશ્વદેશીઓને અહિંસા, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, શુદ્ધપ્રેમ, ચિક્ય, આત્મશ્રદ્ધ , ભક્તિ કમંગ વગેરેનું વર્ણન કરી સંદેશ મોકલ્યા છે અને તેમાં વ્યાપકથિી વિશ્વવતિ સર્વ લેકની સહકારતા, એકતા અને એકાત્મભાવના વર્તનનો બોધ આપવામાં આવ્યો છે. સર્વ દેશોએ પરસ્પર આત્મભાવથી વર્તવું એમ જ જણાવ્યું છે. સર્વવિશ્વમાં રહેનારા મનુષ્યોને આત્મથિી દેખવા એ અમારો ધર્મ છે અને તેઓને સર્વ બાબતમાં શુભ ઉપદેશ આપવો એ અમારી ધર્મગુરુ તરીકેની ફરજ છે ”
કર્તવ્યમાત્ર કર્યું છે. મને સર્વ વિશ્વ સ્વાત્મ સરખું સમભાવે ભાસે છે. હિન્દમાં જન્મ થવાથી હિદીએને જાગ્રત સ્વતંત્ર શુદ્ધ કરવાનો ઉપદેશ આપવો એ મારી પ્રથમ ફરજ છે. હિંદની સ્વરાજયની સલામતીમાં જૈનધર્મ વગેરે ધર્મોની સલામતી છે. હિંદુ ધર્મહીન ન બને તે પહેલાં તેમાં જીવનશક્તિનો શ્વાસોચ્છવાસ મૂકવાની ફરજ છે. હિંદમાંથી પુદ્ગલ ગ્રહણ કરીને પુદ્ગલથી હિંદનું ભલું કરવું એ મારી ફરજ છે. જ્ઞાનીઓએ જીવન મુક્ત દશામાં પણું શરીર વાણી વડે લોકોનું કલ્યાણ કરવું એવું પ્રભુનું સૂક્ત છે. તદનુસારે મહે હિંદને
રાજા સ્વતંત્રતા માટે ગીતો લખ્યાં એ એક કર્તવ્ય છે, તેથી કંઈ વિશેષ કર્યું નથી.
સાધુનું ઔપદેશિક કર્તવ્ય « પાંચે ખંડના દેહધારીઓને સમાનતાથી દેખું છું. હિંદીઓને હિંદમાં પાકેલું અન્ન ન મળે, ભૂખ્યા મરે, વસ્ત્ર ન મળે, તેથી હિંદીઓને પિતાની ભૂમિના અન્ન માટે ઉપદેશ દેવે એ અમારી ફરજ છે. તેમ જ અન્યખંડદેશ લેકેને જે હિંદી પડતા હોય તો તેઓને શિખામણ આપવી એ અમારી ફરજ છે. રાજ્ય વગેરેમાં અન્યાયે, જુલમો, અનીતિ પક્ષપાત થતા હોય તો તે ટાળવા ઉપદેશ દેવો અને સર્વ મનુષ્યોને સત્યનો બોધ આપવો તે સાધુનું ઔપદેશિક કર્તવ્ય છે. તે કર્તવ્યને બનાવવામાં પ્રમાદ થાય તો વિશ્વમાં ધર્મ જીવી શકે નહીં. બાહ્ય અને આત્મિક સ્વરાજ્યનું સ્વરૂપ કાવ્યોમાં દર્શાવ્યું છે. મારી આધ્યાત્મિક ભાષાએ હે આત્માને હિંદુસલાન, હિંદ - ભારત, આર્યદેશ, એવાં ઉપનામાં આવ્યાં છે તથા આતમરૂપ ભારતને મહાવીર એવું નામ આપ્યું છે. દ્રવ્યગુણપર્યાયરૂપ મહાવીર છે અને આત્માને સર્વ શક્તિ સમૂડરૂપ મહાવીર તરીકે સંબોધીને તેનું ગાન કર્યું છે. તે મારા માટે તેમ જ સર્વ લોકો માટે પ્રતિ દિશા તરફ ગમન કરવા હિતકર છે. દારૂના ત્યાગ માટે બે
For Private And Personal Use Only