________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
યોગનિષ્ઠ આચાય
એ છે કે, રાજામાં અને પ્રજામાં શાંતિ વ અને રાજયવ્યવસ્થા સારી રીતે ચાલી શકે.
ધમ વિના બાહ્યરાજ્ય લાંબો કાળ ટકી શકતું નથી. જે કાળે જે રાજ્ય વર્તતું હોય તેને દ્રોડ ન કર. સત્યરાજ્યાજ્ઞા પ્રમાણે લેકો ન વતે તો ચેરી, લૂંટફાટ, મારામારી અશાંતિ થાય, માટે રાજ્યાજ્ઞા પાળવાની જરૂર છે.
- “સર્વ ખડો અને સર્વ દેશે પરસ્પર ઉપગ્રેડ વડે જીવે છે. પરસ્પર એકબીજાનું સ્વાતંત્ર્ય ન હરવું અને મિત્રીભાવથી સ્વરાજ્યસ્વાતંત્ર્ય યુકત સર્વ વિધને કરવું–કરાવવું એ જ અમારે લેખ્ય ઉદ્દેશ છે. ભારતના લોકોને ભારતની સ્વતંત્રતાથે જે કંઈ કાવ્ય તરીકે લખાયું તેમાં અન્ય દેશોના સ્વરાજ્યસ્વતંત્રતા એક સરખે પ્રબોધ છે. અશકિતમાં ગુલામીપણું છે. સર્વ પ્રકારની ધર્મની બાહ્યાંતરશકિતઓની પ્રાપ્તિ જે જે અંશે થાય છે, તત્તદંશે દેશે સ્વરાજ્યની તથા સ્વતંત્રતાની પ્રાપ્તિ થાય છે.
મૃત્યુભીતિથી ગુલામી વેઠવી પશુપણું છે જ્ઞાન વિના શકિતઓની પ્રાપ્તિ થતી નથી. વિચારોમાં અને આચારમાં સ્વાતંત્ર્ય પ્રગટતાં આત્માનો વિકાસ વધતું જાય છે. બાહ્યશકિતઓનો અન્ય મનુષ્યના ગુલામી પણા આદિ માટે દુરુપયોગ કરવો એ જ પશુબલયુક્ત પશુપણું છે પણ મનુષ્યપણું નથી. ગુલામીપણાને તથા અન્યાય અધર્મને મૃત્યુભીતિથી સહવે તે પણ પશુપણું છે, અન્ય જનની હરોળમાં ઊભા નહીં રહેવાની મૂર્ખાઈ છે. આમાં જ પોતાને આત્મા વડે ઉદ્ધાર કરે છે. આત્માનાં મન, વાણી અને કાયા એ ત્રણ સાધન છે, તેને આત્મા પેતાના જ્ઞાન પ્રમાણે ઉપયોગ કરે છે.
આર્યાવત સર્વ દેશનો ગુર આર્યાવતમાં અધ્યાત્મજ્ઞાન અને સાત્વિક પ્રકૃતિની મુખ્યતા અન્યદેશ ખંડે કરતાં છે. આર્યાવર્તની પરતંત્રતાથી અન્ય ખંડદેશાને હાનિ છે. આર્ય ભારતહિંદ પતે સ્વતંત્રસ્વરાજ્યથી અન્ય ખંડેદેશને શાંતિસુખ સ્વતંત્રતામાં સહાયક બની શકે તેમ છે, અને અધર્મી યુદધેને શમાવવા માટે ગુરુ તરીકેનું શિક્ષણ આપી શકે તેમ છે. પોતાની સ્ત્ર તંત્રતા પિતાના હાથે પ્રાપ્ત થઈ શકે છે. પશુબલથી ઉન્મત્ત બનેલ કોઈ દેશ વસ્તુતઃ - રાજ્ય સ્વતંત્રતાનો ભેગી નથી. પશુબલિના પ્રયોગથી અન્ય દેશની પ્રજાને ગુલામ બનાવવી અને તેઓની સત્ય સ્વતંત્રતાના ઘાતક બનવું એ ઈશ્વરને માનનારને ઘેર કલંક થાપ થાય છે. સત્યન્યાય વિના સ્વરાજ્ય માનવું તે સર્વ ખંડની પ્રજાને માટે બ્રાંતિ છે. સર્વ ખંડના લેકએ પરસ્પર એકબીજાની સ્વરાજ્ય સ્વતંત્રતામાં પિતાનું શ્રેય માનવું અને તેમ વર્તવું એ જ પરમેશ્વરની સેવાભકિત પ્રાર્થના છે. પોતાના અન્યાયી સ્વાર્થ માટે અન્યનું ગુલામીપણું કરવું એ પરમેશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ છે. હિન્દ, યુરોપ, અમેરિકા, જાપ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે સર્વ ખંડ દેશસ્થ મનુષ્યએ પોતાની ઉન્નતિ માટે અન્ય દેશીય લોકોની સ્વતંત્રતાની હિંસા ન કરવી જોઈએ. અન્યનું સ્વરાજય હરવું એ જ હિંસા
For Private And Personal Use Only