________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
ગનિષ્ઠ આચાર્ય
તે જ સ્વરાજ્ય છે, અને આત્મા જ ખરેખરી સત્ય જન્મભૂમિ છે,” એમ સ્વદેશ તથા સ્વરાજ્ય કાવ્યમાં દર્શાવ્યું છે. સ્વદેશ ભારત અને સ્વરાજ્યનું આધ્યાત્મિક સ્વરૂપે વર્ણવવા માટે કેટલાંક કાવ્યો રચ્યાં છે, તેમ જ વિશ્વસંદેશ નામના કાવ્ય વગેરેમાં બાહ્યરાજ્ય કેવાં હોવાં જોઈએ અને બાહ્યરાજ્યના શાસકે એ કેવી રીતે વર્તવું તથા વિશ્વમાં સર્વત્ર સર્વથા સાચી શાંતિ પ્રવર્તે અને આત્મરાજ્યમાં પ્રવેશ કરી શકાય તેના ઉપાયો વગેરેનું વર્ણન કર્યું છે. બાહ્ય રાજા રાજ્ય વગેરે કેવાં હોવાં જોઈએ તથા રાજાઓ દેશપ્રમુખ વગેરેએ કેવી રીતે વર્તવું તત્સંબંધી તટસ્થ દષ્ટિએ ઉપદેશ આપ્યો છે,
સ્વરાજ્ય-પ્રવૃત્તિઓમાં મુનિઓનું કર્તવ્ય
મુનિનો ધર્મ છે કે ગૃહસ્થોને, રાજાઓને, ઠાકોરોને સદુપદેશ દે, પણ બાહ્ય રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. પૂર્વાચાર્યોએ પણ રાજાઓ વગેરેને સાત્વિક રાજ્ય કરવાને ઉપદેશ દીધો છે. બાહ્ય વિશ્વ મનુષ્યોને બાહ્યરાજ્યમાં શાંતિ હોય છે તો તેઓ શુદ્ધાત્મ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે. બાહ્યદુનિયાનું રાજ્ય પ્રાપ્ત કરવામાં પણ સદ્ગુણોની લાયકાત મેળવવી જોઈએ, તત્સંબંધી કેટલાક બાહ્યસ્વદેશ–સ્વરાજ્યોગ્યતાનાં કાવ્યો લખીને બાલજીને સદુપદેશ આપે છે. સાણંદના શ્રાવક શા. આત્મારામ ખેમચંદ તથા સંઘવી શા. કેશવલાલ નાગજીના કહેવાથી ખાદીનું કાવ્ય રચ્યું છે, અને આત્માના સ્વદેશની કઈ કઈ વસ્તુઓ છે તેનું પણ કાવ્ય રચી બાલાજીને આત્માની સ્વદેશ વસ્તુઓની પ્રાપ્તિ માટે સૂચના કરી છે.
હવે જરા અહીં, કંઈ બાહ્યદેશ સ્વરાજ્યવાદીઓને સૂચના કરું છું કે, સ્વરાજ્ય માટે દરેક મનુષ્ય લાયક થવું જોઈએ. શુદ્ધાત્માનું સ્વરાજ્ય નિત્ય માનવું, બાકી બાહ્યદેશનું રાજ્ય તે ક્ષણિક છે. આ પૃથ્વી જેની થઈ નથી અને થવાની નથી. ભરતરાજા, બાહબલ, માંધાતા, પાંડવ, રાવણ, દુર્યોધન, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને અરનાથ જેવા ચકવર્તીઓએ પણ બાહ્યપૃથ્વી રાજ્યને ત્યાગ કર્યો. પૃથ્વી વેશ્યાના જેવી છે. સ્વપ્નની પેઠે બાહ્યરાજ્ય ક્ષણિક છે અને બાહ્યરાજ્યથી કેઈને સત્ય સુખ થયું નથી, અને થનાર નથી.
બાહ્યપૃથ્વીના રાજ્યને સત્વગુણી મનુષ્યો જ ફક્ત ધારણ કરે એવું સર્વથા સર્વદા બન્યું નથી, અને બનનાર નથી. ત્રિગુણી માયા સદા એક રૂપે રહેતી નથી. એ તો વારંવાર ફર્યા કરે છે. દુનિયાના સર્વ મનુષ્ય એકી વખતે સત્વગુણી થયા નથી અને થવાના નથી. દુનિયાનું રાજ્ય દારૂના સમાન કેણી છે. એક લાખ રૂપિયા પ્રાપ્ત થતાં એક શેર દારૂના નિશા જેટલો નિશે ચઢે છે. ઠાકરેને પાંચ શેર દારૂ જેટલે નિશે ચઢે છે. તેમાંથી બચવું તે પ્રભુભક્તિ અને વૈરાગ્ય વિના બચી શકાય તેમ નથી. પૃથ્વીનું રાજ્ય કરનારાઓ મોટા ભાગે તમોગુણ અને રજોગુણી હોય છે.
બાહ્યરાજ્ય-ત્રિખૂણિઆ ટોપી જેવું “પશુઓ પર હિંસક સિંહનું રાજ્ય પ્રવર્તે છે. પંખીઓ પર બાજ અને ઘુવડ જેવા
For Private And Personal Use Only