________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વદેશભક્તિ ને સૂરિજી
૩૨૧
ભેદ ન રાખવો જોઇએ. ઈંગ્લાંડના અને હિન્દના એકસરખા કાયદા ઘડવા જોઇએ, અને બન્ને દેશેાએ એકાત્મા થઇને વવુ જોઇએ. બ્રિટનમાંથી અને હિન્દુમાંથો દારૂના વ્યાપાર દૂર કરવા જોઇએ.
હિન્દ ને બ્રિટનના પરસ્પર ઉપગ્રહ
“ બ્રિટીશરાને હિન્દમાંથી ઘણું શીખવાનું છે, અને હિન્દીઓને બ્રિટીશરામાંથી ઘણુ શીખવાનું છે. પરસ્પર એકષીજાને આત્મરૂપે ચાહવા જોઇએ....હિંદની ચઢતીમાં બ્રિટીશની ચઢતી છે.હિંદીઓએ સ્વરાજયયેાગ્ય ગુણા મેળવવા જોઇએ. ગુણ્ણા વિના કોઈનું રાજ્ય ટકયું નથી. અન્ય પ્રજાએને જે પેાતાની કરી શકે છે, તે અન્ય પ્રજાએ ઉપર રાજ્ય કરી શકે છે. હિંદને ગુલામ—પરતંત્ર રાખીને કોઇ અન્ય ખંડની પ્રજા ખરેખર હિંદી પ્રજાના પ્રેમ મેળવી શકે નહિ.
“હિન્દીઓએ બ્રિટીશરોનેા ઉપકાર માનવા જોઇએ,કારણ કે તેએાના રાજકારાબારથી હિન્દુનુ એકય થવાનેા પ્રસંગ પ્રાપ્ત થયા છે. હિન્દ કદ્દાપિ યદિ પૂર્ણ સ્વતંત્ર થાય, તા પણ તેણે બ્રિટીશેાની મૈત્રી ભૂલવી ન જોઇએ. હિન્દુ અધ્યાત્મજ્ઞાની દેશ છે. તેણે બ્રિટીશની સાથે તેમ જ સૌં વિશ્વ દેશે। સાથે આધ્યાત્મિક સહકાર સદા ધારણ કરવા, એમાં જ તેની મહત્તા છે. કદાપિ બ્રિટીશ રાજ્યના નેતાએ ભેદભાવ ધારણ કરીને અન્યાય, દુષ્ટ, સ્વામેાહના વશ થઇને હિન્દને પરત ત્ર રાખવાની યુક્તિઓના તાબેદાર થાય, તે તેમાં તે પેાતાનું ગૌરવ, ન્યાય, સત્ય ભૂલે અને તેથો તેમના હાથમાંથી ગમે તે કાળે, ગમે તે રીતે હિન્દ ફ્ટે એવેા કુદરતના ન્યાય છે.
“ હિન્દવાસી હિન્દુઓએ, જેનાએ, બૌદ્ધોએ અને મુસલમાનેાએ જે જે અશે અન્યાય-ઝુલ્મ કર્યા છે, તેનું પ્રાયશ્ચિત તેઓએ ભેગવવું પડયું છે, તેવા વારે અંગ્રેજોને ન આવે તેમ પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવે છે. ”
જે જમાનામાં દેશનેતાની જય છેલવામાં જેલની સજ્જ થતી, એ કાળમાં આ વિચાર રજૂ થાય છે. ચરિત્રનાયક પે।તે કહે છે કે, વિ. સં. ૧૯૫૧ માં અમેએ હિન્દની સ્વતંત્રતા થવાના હેતુએ લખ્યા છે, અને તે જૂની તે વખતની નેટમાં છે; પણ અમે તે અત્રે ઇ. સ. ૧૯૨૩ માં પ્રગટ થયેલ તેઓશ્રીના ભજનપદ્મ સ`ગ્રહ–ભાગ નવમાંની પ્રસ્તાવનામાંથી કેટલેાક ભાગ અહી' ઉદ્યુત કરીએ છીએ, જેથી સુજ્ઞ વાચક એ પવિત્ર અને દીર્ઘ તેમજ દિવ્ય દષ્ટિને પરિચય પામી શકે.
આધ્યાત્મિક સ્વરાજય તે સ શ્રેષ્ઠ છે
“ હાલમાં સાત માઢ વર્ષથી હિંદમાં સ્વરાજ્યની પ્રવૃત્તિ જોશભેર ચાલે છે, અને તેથી યુવકે વગેરેનું મુખ્યતયા સ્વરાજ્ય સ્વદેશ ભારત તરફ લક્ષ્ય ગયુ છે. તેથી તેઓને ‘ આધ્યાત્મિક જ્ઞાનદૃષ્ટિએ આત્મા તે જ ભારત દેશ છે અને આત્માનું ચિદાનંદ સ્વરૂપ છે
૪૧
For Private And Personal Use Only