________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
ગનિષ્ઠ આચાર્ય અનુકૂળ થયું હતું. સાભ્રમતીએ તે મન મોહ્યું હતું.
પેથાપુરથી ચાતુર્માસ કરી તેઓ વિજાપુર તરફ આવ્યા. આ વેળા એકદમ પ્લેગ ફાટી નીકળે, ને સહુ ગામબહાર રહેવા લાગ્યા. ચરિત્રનાયક, કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવડીમાં રહ્યા. જંગલમાં મંગલ કર્યું. તેમાં રહ્યા તે તરફ ઘાંચી, મુસલમાન વગેરે પણ હતા. બધા તેમને પ્રેમથી ચાહતા.
કાજુમિયાનાં ખેતરમાં આવેલા આંબાના વૃક્ષ નીચે બેસી “ભારત સહકાર શિક્ષણ ? કાવ્યની રચના કરી. આ આંબે પણ જેના પર ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં, તે વર્ષે જ ફળ્યો. આ યોગથી આજે પણ તે ગુરુ આંબા તરીકે ઓળખાય છે. મોટાનાં પગલાંમાં પણ પુણ્ય વસે છે, તે આનું નામ. તેમ જ પોતાની પાછળ ચોગની પ્રક્રિયા ચાલુ રહે તે માટે અઢી માસ સુધી પ્રાણાયામ, નેતી, ધોતી, બસ્તી, કમ, મહાબંધ, ઉડિયાનબંધ, ધ્યાન, ધારણા, સમાધિની જાણે શાળા ખોલી. ઘણા વર્ષથી પિતે કોઈ સાધુ કે ગૃહસ્થને આ માટે તૈયાર કરી રહ્યા હતા, પણ સંતોષ આપે તે હજી કોઈ નહોતો મળ્યા.
અહીંથી તેઓ મહેસાણા ગયા. એ વેળા મહેસાણાના સૂબા ત્યાં આવ્યા ને હાઈસ્કૂલ માટે ફંડમાં મદદ કરવા વિનંતી કરી. ચરિત્રનાયકે જોતજોતામાં હાઈસ્કૂલ તથા બેડીગ માટે ૩૫,૦૦૦ નું ફંડ કરાવી આપ્યું. મહેસાણાના વસવાટમાં ભાખરીઆ કુટુંબે તેમની સારી ભક્તિ કરી. ભાખરીઆ-ભાઈઓ બધા સરળ પ્રકૃત્તિના હોવાથી તેમના પર અત્યંત કૃપા રહેવા લાગી, તેમાં પણ શ્રી. મેહનલાલ સાથે તેમને ગાઢ પરિચય રહ્યો. આ વેળા તેમના મનમાં સુંદર જ્ઞાનમંદિર સર્જવાની ઈચ્છા થઈઃ ને વીજાપુરના સંઘે ચાતુર્માસ કરે તે કંઈ કરીએ તેમ કહ્યું એટલે તેઓએ તે વિચારને મૂર્ત કરવા સં. ૧૯૭૪ નું ચાતુર્માસ વીજાપુરમાં કર્યું.
શેઠ વીરચંદ કૃષ્ણાજીએ પાંચ હજાર આ માટે જાહેર કર્યા, એટલે ગામે પણ પાંચ હજાર એકઠા કર્યા, ને આસો માસમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.
અહીંથી ચાતુર્માસ પૂર્ણ થયે તેઓ મહુડી ગયા, ને પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી; તેમજ ગુરુપાદુકાની સ્થાપના કરી. તેમજ કોલવડા ને સંઘપુરમાં પણ પ્રતિષ્ઠા કરી. ફરી તેઓ પેથાપુર, રાયપુર, હળદરવાસ, મહુધા, નડિયાદ વગેરેમાં ભાષણ આપતા છાણી થઈ વડોદરા આવ્યા. વડોદરાના સૂબા નીંબાલકરના પ્રમુખપણ નીચે ભાષણ આપ્યું, ત્યાં મહારાજ સયાજીરાવની વિનંતી આવી. રાજમહેલમાં જઈ એ મહાન રાજવીને ભક્તિગ, જ્ઞાનયોગ, કમળ એમ વિયોગનું રહસ્ય સમજાવ્યું. પાશ્ચાત્ય ને પૌત્ય કેળવણીને સમન્વય કર્યો. વિશ્વપ્રવાસી વિદ્વાન મહારાજાને આથી ખૂબ આનંદ થયે. એ વેળા ચરિત્રનાયકે
ભારત સહકાર શિક્ષણ”ની એક નકલ તેમને ભેટ આપી. આ અંગે તેઓએ પાછળથી પત્ર દ્વારા “વાંચીને આનંદ થયાનું જણાવ્યું હતું.
વિ. સં. ૧૯૭૫ નું ચાતુર્માસ પાદરામાં થયું. અહીં વકીલ મોહનલાલ હેમચંદ
For Private And Personal Use Only