________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસેવક
૩૧૭
તથા અન્ય દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મજ્ઞાન સમજવાવાળા શ્રાવક હોવાથી તેમને ખૂબ આનંદ થયો. સવાર, બપોર ને સાંજ અવિરત ચર્ચા ચાલ્યા કરતી. અહી ની સર્વે કે તેમની ભક્ત બની. હરિજને તે તેમનાં ભજનો ઠેરઠેર ગાવા લાગ્યા. પાદરા હાઈસ્કૂલ માટે પણ સારો પ્રયત્ન કર્યો. વડોદરામાં દશાશ્રીમાળી વણિક બેડીગની સ્થાપના કરાવી.
આ ચાતુર્માસમાં વરસેડાના ઠાકોર સૂરજમલ ગૂજરી ગયા, ને એ ગૂજર્યા તે દિવસે જ વરસોડાના દેરાસર પર વીજળી પડી. વરસોડાના પાદરામાં વહેતી નાની ઝાંઝરી ( ઝરણું) અલેપ થઈ ગઈ. સૂરિજીએ તરત ફંડ કરી દેરાસર નવેસર બનાવવા સૂચના કરી.
અહીંથી તેઓ અમદાવાદ આવ્યા. શેઠ લલ્લુભાઈ રાયજીની બોડીગનાં ધારાધોરણ ડીક કર્યો, તેમ જ શેડ મણિભાઈ, શેઠ જગાભાઈને શેઠાણી ગંગાબેનને ઉપાશ્રય સુધરાવવા સૂચના કરી.
અહીંથી તેઓ વીજાપુર આવ્યા. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદ પાંચમે જૈન જ્ઞાનમંદિરને વાસ્તુ મહોત્સવ કર્યો, ને પોતાનાં તમામ પુસ્તકે તેને સમર્પણ કર્યા
આ ચોમાસુ પણ તેની સુવ્યવસ્થા માટે વિજાપુરમાં કર્યું. વીજાપુરમાં સર્વ તેમના ભક્ત હતા. મુસલમાનો પણ તેમને પોતાના માનતા.
એક વાર મુસલમાનોમાં મોટા માણસનું મૃત્યુ થતાં તેઓ ગામમાં પાખી પળાવવા મહારાજશ્રી પાસે આવ્યા, ને કહ્યું કે મહારાજશ્રી, મહાજન કહે તે લાગો આપીએ. સૂરિજીએ ગામના મહાજનને એકઠું કરી એક પાઈ પણ લીધા વિના પાખી પળાવરાવી.
| કઈ પણ ગામની પડતી દશા જોઈ તેમને બહુ દુઃખ થતું. તેઓ અનેક રીતે તેના ઉપાયે વિચારી કાઢતા, વીજાપુરની પડતી દશા જેમાં તેઓ કહેતા કે
એક વાર આખું ગામ ખાલી કરીને સહુ બહાર નીકળી જાઓ, પછી હું આપું તે મુક્ત સહુ પ્રવેશ કરો.” પણ એ કેણ કરે ?
એમની હિંમત પણ અદ્ભુત હતી. એક વાર બપોરે ગામમાં બૂમ પડી. “ મીરખાં આવ્યો, નાસો !” મુસલમાન, ઢેઢ, ભાટ બધા નાઠા. ભા ભડ બારણુ દેવાઈ ગયાં. આ વેળા હડા લઇ ચરિત્રનાયક બહાર આવ્યા. ને જ્યાંથી બુમ આવતી હતી ત્યાં જઈ ઊભા રહ્યા, ને સહુને કહ્યું : “ ભાગો કાં ? આમ આવો, તમારા વાળ વાંકે નહી થાય.”
સહુ પાસે આવ્યા, પછીથી જણાયું કે બૂમ ખોટી હતી આવા તે તેમની શૂરવીરતાના અનેક દાખલાઓ છે.
મહેસાણામાં એક વખત જેનો ને જેનેતર વચ્ચે ઝપાઝપી થયેલી જનેતરોએ ઉપાશ્રય બાળી નાખવા ધમકી આપી. ડાહી માના દીકરા કજિયાથી કાયર હતા. તેઓ ડરી ગયા. આડાઅવળા થઈ ગયા. પ્રતિસ્પધીઓનું ટોળું ઉપાશ્રય તરફ આવ્યું. સર્વ ધર્મ તરફ ભાવ
For Private And Personal Use Only