________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસેવક
૩૧૫
આત્મભોગી, કર્મયોગી બને તો ઘણું કરી શકે છે. બી. એ. એમ. એ. ના કરતાં તમોએ ઘણું અનુભવિત જ્ઞાન મેળવ્યું છે, માટે તમારી ધાર્મિક સેવાભકિતના ગુણોથી આકર્ષાઈને આ ચિંતામણિ લધુ પુસ્તક તમને ભેટ કરી તે નિમિત્ત તમને ઉત્સાહી કરવા ધારું છું, અને તેથી તમો જૈન તથા તમારાં બાલકને કેળવી સારાં કરશે એમ ઈચ્છું છું. અહંમ મહાવીર શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
વિ. સં. ૧૯૮૦ આ વિજયાદશમી
લે. બુદ્ધિસાગરસૂરિ મુ. પેથાપુર,
વીજાપુરનું ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ રમ્પ ગ્રામ વરસડા આવ્યા. સાબરતીરે એકલશૃંગી આAમમાં દયાન ધરી કવિતા કરી.
( [ સં. ૧૯૭૩ ના માર્ગશિર્ષ સુદ નવમી ] વરસોડામાં સાબરતીરે આવતાં, એકલવ્યંગી આશ્રમ દીઠો બેશ જે; વિવિધ જાતની વલિયે વૃક્ષો ઘણાં, સ્થળ એકાને ધ્યાને નાશે કલેશ જે. વરસોડા ૧ સાબરમતીની કુદરત શોભા દ્રશ્ય છે, ગાતાં મનહર પંખીઓ શુભ ગાન જે; ઉચ્ચ ટેકરે આરહી અવલોકતાં, ભલું પ્રગટતુ કુદરતનું મન ભાન જે. વરસોડા ૨ સર્પાકારે સાબર વહેતી શોભતી, ધીમી ધીમી દક્ષિણ વહેતી જાય જો; બેઉ કાંઠે ગામ શહેરો ધારતી, અદા કરીને ફરજ સદા ભાય . વરસડા ૩ સન્ત સાધુને પ્રમુભજનનું સ્થાન છે, એકલશૃંગી આશ્રમ આનન્દકાર જે; ધ્યાન ધયું પદ્માસન વાળી ધ્યેયનું, પૂલાસે હૃદય ઘણું ઉભરાય છે. વરસોડા ૪ ગીઓને લાગે ભૂમિ એગની, દૃષ્ટિ જેવી સૃષ્ટિ મને સમજાય ; આત્માનુભવનાની પ્રભુની એકતા, કરતો ધ્યાને એકાંતે સુખદાય જે. વરસડા ૫ શાંત પ્રદેશો શાંતિ શિવ સુખ આપતા, નિશ્ચય તેમાં સંશય નહીં તલભાર જે; વિરાગીને વૈરાગે સહુ પરિણમે, ધ્યાનીને સહુ ધ્યાનપણે નિરધાર જે વરસોડા ૬ ધ્યાન કર્યું શુભ એકલગી ઓટલે, ચઢતે પહોરે ચડતી આત્મપ્રકાશ જે; અ અહંવીર પ્રભુના જાપથી, આતમ ને પરમાતમ શુધ્ધ વિકાસ જે. વરસોડા , મંગલમય શ્રી વીર પ્રભુના શાસને, આત્માનન્દ ક્ષણ ક્ષણ વેળા જાય છે; બુદ્ધિસાગર મંગલમાલા પામ, સર્વે ભવ્ય પામી ગુણ સમુદાય જે. વરસોડા ૮
અહીંના ઠાકોર સૂર્યમલજીને બોધ આપે. સાબરમતીના કાંઠે બાષ્પશંગ નામની સુંદર ટેકરી પર ધ્યાન ધર્યું ને શેઠ મણિભાઈ દલપતભાઈના આગ્રહથી તેમના ઉજમણામાં ભાગ લેવા અમદાવાદ આવ્યા. - અમદાવાદથી વિહાર કરી શ્રી. શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરી અને ચાણસ્મા પંદર દિવસ સ્થિરતા કરી તથા પાટણ જઈ ચારૂપ તીર્થમાંથી પ્રશસ્ય પ્રયત્ન કરી ઝઘડો ટાળ્યો. પુનઃ પેથાપુર આવી ચાતુર્માસ કર્યું. આ સ્થાન લેખન, વાચન ને સમાધિ માટે ખૂબ
For Private And Personal Use Only