________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
ગનિષ્ઠ આચાર્ય
આગળ ધપાવ્યું અને ઉત્સાહ, ખંત, ઉદ્યમથી મુંબઈના જન સંધનાં ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માંડયા. તમેએ શેઠ મગનલાલ કંકુચંદના મરણ પછી તેમની દુકાનનો કારોબાર પોતાના નામે પોતાના હાથમાં લીધે. મુંબઈના અમારા વિ. સં. ૧૯૬૭ ના ચોમાસામાં તમોએ વ્યાખ્યાન સાંભળવામાં સારો ભાગ લીધો, તેમ જ જન અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળનો તમોએ આઠ-નવ વર્ષ સુધી મગનલાલ કંકુચંદની સાથે મુખ્યતાએ વહીવટ કર્યો. મુંબઇના દરેક ધાર્મિક ભાષણોમાં તમારી હાજરી હોય જ. માંગરોળ જૈન સભામાં તમારો આત્મભોગ અને હાજરી હોય જ ખરી. મુંબઈમાં રહીને તમે માનસિક સવિચારોનો વિકાસ કર્યો, અને અમારાં બનાવેલાં પુસ્તકો છપાવવામાં તમે એ સારો આત્મભોગ આપ્યો છે.
તમારા માટે શેઠ મગનલાલ કંકી દે બંગલો બંધાવ્યો હતો, પણ પાછળથી શેઠ મગનલાલ કંકુચંદે તે બંગલો પોતાને માટે રાખવા વિચાર કર્યો, તે વખતે તમાએ શેઠ મગનલાલની અરજીને સાચવીને તેમના સારામાં પોતાનું સારું માની તેમની મરજી સાચવી, એ બાબતની તમારી કૃતજ્ઞતા-ઉદારતાનો મને અનુભવ છે. આજ સુધી સાત વ્યસનોથી દૂર રહ્યા છે. વિ. સં. ૧૯૭૩ ની સાલમાં પાલીતાણા શ્રી યશોવિજ્ય ગુરુકુલના સેક્રેટરી થયા, અને સાત વર્ષથી તે ચલાવવામાં સારી રીતે યથાશકિત આત્મભોગ આપો છે. દરરોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરો છો અને સામાયિક પણ કરે છે. પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરો છો. વિજાપરમાં શેઠ મગનલાલ કંકચંદની બેડિગ કે જે વિ. સં. ૧૯૭૭ માં રથપાઈ છે, તેને ચલાવવામાં આત્મભોગ આપે છે. પાંજરાપોળ, પાઠશાળાઓ, જીર્ણોધ્ધાર વગેરેની ટીપમાં યથાશકિત રૂપિયા ભરી આપ છો. શેઠાણી મંગુબેન કે જે શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની છે તેમણે વીજાપુરમાં ૫ટની જગ્યાની બંગલો તથા ધર્મશાળા બંધાવી છે, તેમાં પણ તમારી આગેવાની છે. વીજાપુર જૈન જ્ઞાનમંદિરમાં પણ તમારો ફાળો છે. તમારા અભ્યાસ ગુજરાતી ત્રીજી અગર ચોથી સુધી હશે, પણ તમોએ તે પછી ગુજરાતી અનેક પુસ્તકો વાંચ્યાં અને જનસંઘમાં અગ્ર ભાગ લેનારા થયા. તમોએ શેઠ મગનભાઈ કંકુચંદની આજ્ઞાઓને સારી રીતે પાળી છે તેમ જ શેઠ ઉમેદભાઈ કંકુચંદ તથા જેસિંગભાઈ રવચંદ તથા બાલાભાઈ ઘેલાભાઈની સાથે પ્રેમ સલાહસંપથી વતીને વ્યવહારમાં દક્ષતા, વિકતા જાળવી છે અને હજી જાળવે છે. જેન વે) મૂ૦ કોન્ફરન્સો જ્યાં જયાં ભરાઈ હતી, ત્યાં ત્યાં તમે ગયા હતા. હજી પણ તમે ઉત્સાહ, ખંત, ઉદ્યમથી જેનધાર્મિક કાર્યોમાં યથાશકિત ભોગ આપ છો. દેવ ગુરુધર્મની બધામાં સ્થિર છે. બાલ્યાવસ્થાથી મારા પરિચયી છે, અને નીતિના ગુણોએ અલંકૃત છે. તેથી તમારા પર મને ધર્મ સ્નેહ પ્રગટે છે.
“અને તમે ભવિષ્યમાં સારાં ધાર્મિક કાર્યોને કર્મયોગી વીર બની કરી શકશે એવું ઈચ્છું છું. તમારું મન ઉત્સાહી રહ્યા કરે છે, અને સગુણોની વૃદ્ધિ કરવામાં તમારો આત્મા ઉદ્યમી છે તેથી મને આનંદ થાય છે. તમે ધારો તો સાબરમતીના કાંઠાની જન બાર્ડિગ ઉઘાડી શકે અને વીજાપુરમાં જન બોર્ડિંગ સ્થાપી શકો. હજી તમારે ઘણું ધાર્મિક કાર્યો કરવાનાં છે. જૈન સંધની સેવામાં અíઈ જાઓ એમ ઈચ્છું છું. જૈન કામમાં મેસાણાના પ્રસિદ્ધ સુશ્રાવક શા. વેણીચંદ સુરચંદે ધર્મકાર્યોમાં જે જે આત્મભોગ આપ્યો છે, તે અત્યંત પ્રશસ્ય છે. તમો ધારો તો શા. વેણીચંદભાઈ જેવા ભવિષ્યમાં કર્મચોગી બની શકે. મહાત્મા ગાંધીએ જેમ દેશોદયમાં પોતાનું જીવન હોમ્યું છે તેમ તમો પણ ભવિષ્યમાં જેનો માટે અપઈ જાઓ એમ ઇચ્છું છું. ગુરુભક્ત, દેવભકત, પરસ્ત્રીત્યાગીને પોતાની મેળે સર્વ સ પદાઓ પ્રાપ્ત થાય છે. તમોએ વીજાપુરમાં બંગલો બંધાવીને વિદ્યાપુરીય ગૃહસ્થ તરીકે તમે પિતાને ઓળખાવ્યા છે તો તમે વીજાપુર જૈન બાળકની ઉન્નતિ કરવામાં કંઈક કરશો. જૈનબાલકને જ્યાં ત્યાં વ્યાપાર વગેરેમાં ઠેકાણે પાડવામાં કટિબદ્ધ વિશેષતઃ થશે. તમારા પુત્ર જયંતિલાલને ચિંતામણિ પુસ્તકની શિક્ષાઓ સમજાવશો. ગૃહસ્થ શ્રાવકોના છતા ગુણોની પ્રશંસા કરવી અને તેમને ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા, એ મારું કર્તવ્ય છે. એક મનુષ્ય ગૃહસ્થ દશામાં
For Private And Personal Use Only