________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસેવક
૩૧૩
- શેઠ જીવણચંદ ધરમચંદ અને બીજા ગૃહસ્થાએ આ કામ માથે લીધું. સં. ૧૯૭૩ માં તે સંસ્થા અંગે મુંબઈમાં નવી કમીટી નીમવામાં આવી. “શ્રી. યશોવિજયજી જૈન ગુરુકુળ”ના નામે વહીવટ ચાલુ થયો, ને ધીરે ધીરે એ સંસ્થા પગભર થઈ. એક ૫ડું પડું થતું કુમળું વૃક્ષ, યોગ્ય વખતે જળસિંચન થતાં ઘેઘૂર વડલે બન્યું, ને આજે પાલીતાણાની એ સુંદર સંસ્થા દોઢસો ઉપરાંત વિદ્યાથી ઓને અનેક રીતે તૈયાર કરી રહેલ છે.
| ગુણાનુરાગનું દૃષ્ટાંત એ કાળે જૂજ હતું, આજે તે જવલ્લે જ જોવા મળે છે. જ્યાં ગુણ જોયા, સારું જોયું, ડીએક મહાનુભાવતા, ઉત્કૃષ્ટતા જીવનની દેખી કે પછી તેઓ બીજુ બધું ભૂલી જતા–એ સામાન્ય જન છે કે વિશિષ્ટ જન છે, સાધુ છે કે ગૃહસ્થ છે, પિતાને સમવડિયો છે કે સાધારણુ-કશુ' ય ન જતા. પ્રેમથી ભેટી પડતા, હદયથી વખાણ કરવા લાગતા, ને તેના તરફ વગર માગ્યા આશીર્વાદના ઓઘ ઉમટતા. એનું એક જ દૃષ્ટાંત અત્રે બસ છે કે, તેઓશ્રી પિતાનાં પુસ્તકમાં અર્પણપત્રિકાઓ અનેક પૂજનને, મુનિજનેને આપી છે, તેમ મહાનુભાવ લાગતા ગૃહસ્થને પણ આપતાં સંકોચ કે શરમ અનુભવી નથી. થોડોએક નામ લેખ વાચકોને આ વાતની પૂરતી પ્રતીતિ કરાવશે.
જેનરાસમાળા આ પુસ્તક અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈને અર્પણ કરેલું, “કન્યાવિક્રય નિષેધ ”શેઠ વેણીચંદ સુરચંદને, “સત્યસ્વરૂપ” વકીલ મેહનલાલ હેમચંદને, “ આત્મપ્રકાશ’ શેઠ લલુભાઈ રાયજીને, ‘ સાંવત્સરિક ક્ષમાપના’ મેબઈના જન બુકસેલર મેઘજીભાઈ હીરજીને, “ આત્મશિક્ષા ભાવના પ્રકાશ ”સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈને તથા ગંગા શેઠાણીને, “શેકવિનાશક ગ્રંથ’ શેઠ હીરાચંદ જાણજીને, “ચિન્તામણ” શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલને–એમ અનેક ગ્રંથે અનેક મહાનુભાવોને અર્પણ કરી તેઓશ્રીએ પિતાના ગુણગરિમ ભરી લઘુતા અને હૃદયની મહાનુભાવતા પ્રગટ કરી હતી.
- આ અર્પણપત્રિકાઓ મૂકતી વખતે તેઓશ્રી ઉકત વ્યકિતને ઉદ્દેશીને જે લખાણ લખતા તે ભારે પ્રેરક ને ધર્મકાર્યોમાં વિશેષ ઉલ્લસિત બનાવનારું હતું. એકાદ અર્પણપત્રિકા વાંચી જતાં તેને તરત ખ્યાલ આવી જાય છે.
અપશુપત્રિકા
સુશ્રાવક શેઠ લલ્લુભાઈ કરમચંદને ! મારી સાથે તમારો, તમારી તેર-ચૌદ વર્ષની ઉમર લગભગથી પરિચય થયો હતો. મેં તમને તમારી સોળ-સત્તર વર્ષની ઉંમરે બાલાભાઈ ઘેલાભાઈની સાથે પરસ્ત્રીત્યાગનો ઉપદેશ આપ્યો હતો. તમો એ પરસ્ત્રીત્યાગની બાધા અખંડ પાળી રહ્યા છો, તેથી તમારી ઉન્નતિ થઈ છે. બાલ્યાવસ્થાથી તમારો આત્મા ઉત્સાહી, ઉદ્યમી અને આગળ આવવા કાળજીવાળો ખંતીલો હતે. તમે તમારા સુપ્રસિધ્ધ બનેવી શેઠ મગનલાલ કંકુચંદની સાથે મુંબઈ ગયા અને વ્યાપારનું શિક્ષણ મેળવી બાહોશ થયા. જૈન બાલક વિદ્યાર્થીના અનેક ગુણોએ તમારામાં વાસ કર્યો. મોહમયી મુંબઈ નગરીમાં દુરાચારી વ્યસનીઓના સંગથી મુકત રહ્યા. ચિંતામણિ લધુ પુસ્તકમાં લખેલી શિખામણાની મૂર્તિરૂપ તમે બન્યા. પિતાના બનેવીની સાથે વ્યાપાર કરવામાં નીતિપવોક કુશલ થયા. માંગરોળ જૈન સભામાં મેમ્બર થયા અને માંગરોળ જૈનસભાના કર્તવ્યને
For Private And Personal Use Only