________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસેવક
૩૦૯
નંદસાગરજી તથા પં. મણિવિજયજીની મુલાકાત થઈ. તે બેની વચ્ચે ગમે બીજી વાર શુધ કરીને છપાવવા બાબત વિચારણા ચાલી, તેમ જ આગમવાચનાં કરવાની ઈચ્છા બંને પંન્યા
એ જાહેર કરી. ચરિત્રનાયક પિતાનું મંતવ્ય રજૂ કરતાં નોંધે છે:
- “ આગમની વાચના તેઓ કરવા ધારે છે. તેમાં પ્રાયઃ કેટલાક અન્ય સંઘાડાના સાધુઓ પણ ભાગ લેશે. અન્ય સંઘાડાના સાધુઓમાં અન્ય પ્રકારે આગમ વાચના ભાવિમાં થાય એવી સંભાવના રહે છે. તેઓના મંડળમાં આગમવાચના માટે મળેલા સાધુઓમાં સંપ રહેશે તો ભવિષ્યમાં સાધુમંડળની સુવ્યવરધા થશે. વિક્ષેપ ઘણા નડે છે. વિક્ષેપ હઠાવવા જેટલી શક્તિ જોઈએ. અંતરથી અન્ય સંઘાડાના સાધુઓનું માન કર્યા વગર અન્ય સંઘાડાએના નેતાઓ સાથે ખરો સંબંધ થઈ શકતો નથી. એ શક્તિની બંને પં યામાં અનેક કારણથી ન્યૂનતા સંભવે છે. તેમ છતાં જે ભાવિમાં ઉદય થવાનો હશે તો સર્વ અવિભક્ત મંડળની શક્તિઓ અને સામગ્રીઓની સાનુકૂળતા થઈ શકશે.”
- અહીંથી તેઓ ભયણ તીર્થની યાત્રાએ ગયા. આ તેમની સાતમી વારની યાત્રા હતી. અહીં ગામના ઠાકોર કાલુભાઈ તથા અન્ય વસતીને નિમંત્રી ઉપદેશ આપ્યો, ને દારૂ વગેરેની બાધા આપી. અહીંથી વીરમગામ, રામપુરા, ગોધાવી, સાણંદ થઈ માણસા આવ્યા.
આ વેળા અમદાવાદ, મેસાણા, પેથાપુર ને વિજાપુરનો સંઘ વિનતી માટે આવ્યો. પણ પિતે દીક્ષા લીધા બાદ પેથાપુરમાં ચાતુર્માસ કર્યું નહોતું, તેથી પેથાપુરની હા પાડી.
- જેઠ વદી ચોથના જ અમદાવાદથી તાર મળ્યું કે શેઠ લલ્લુભાઈ રાયજી સ્વર્ગસ્થ થયા. પિથાપુરના સંઘે તેમના માટે શોકસભા ભરી. તેઓ તે દિવસની પિતાની નિત્ય નંધમાં નોધે છે...
- “સં. ૧૯૭૧ જેઠ વદી ચોથઃ-અમદાવાદથી શેઠ લલ્લુભાઈ રાયજીના મૃત્યુને તાર આવ્યો. તેમણે અસ્મત કૃત ભજન શ્રવણ કરતાં કરતાં દેહોત્સર્ગ કર્યો.
“ શેઠ લલુભાઈ રાયજી પરોપકારી જૈન હતા. ગરીબનાં દુઃખ ટાળવા માટે હાલમાં થયેલ અમદાવાદના જૈન શેઠિયાઓમાં તેઓ પ્રથમ નંબરે હતા. તેઓની નરમ દશામાં પણ તેઓ ઉપકાર કરવાનું ચૂકતા ન હતા. નદીમાં પાણી ન છતાં, ઉનાળામાં ખાડા દવામાં આવે તે જેમ પાણી નીકળે છે તેની પેઠે તેઓ દાતાર હોવાથી નરમ દશામાં પણ બાણકવિની જેમ વર્તતા હતા.
છેલી અવસ્થામાં પણ તેઓ પાછા અસલની ચડતીની પ્રવૃત્તિના પ્રારંભમાં હતા, એવામાં તેમનો દેહોત્સર્ગ થયે. ઓશવાળ જૈનોને અને અન્ય જૈનોને તેઓ ગુપ્તદાન આપી સંતોષતા હતા. તેમની પૂર્ણ લકમી દ્વારા ચડતી અવસ્થામાં ગરીબ લોકો માટે તેમણે જે કાર્યો કર્યા છે, તેવાં કાર્યો ખરેખર અન્યથી થઈ શક્યાં નથી.
“અમારી સંગતિ થયા બાદ તેમણે બોર્ડિંગ અને અનાથાશ્રમમાં આત્મભેગ આપ્યો
For Private And Personal Use Only