________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
યોગનિષ્ઠ આચાર્ય ગ્રંથ રચી તેમને સંભળાવ્યું. શ્રી. નથુભાઈએ ખૂબ શાન્તિપૂર્વક એ શ્રવણ કર્યો, ને વર્તન માન કાળમાં જેની ભારે ખેટ છે, એવા મહાન પવિત્ર શ્રાવક માગસર માસમાં સ્વર્ગસ્થ થયા.
આ પછી ચરિત્રનાયક ઈડર ખાતે ડુંગરશેઠના ઉજમણા પર ગયા, ને ત્યાંથી વડાલી આવ્યા. અહીં ‘કર્મયોગ ” પર વિવેચન લખવું શરૂ કર્યું. ત્યાંથી ખેડબ્રહ્મા ગયા, ને ત્યાંના તપોધન બ્રાહ્મણોને ઉપદેશ આપી સંસ્કૃત શાળા ખોલાવી. આ પછી વડાલીના સંઘ સાથે આબૂજીની યાત્રાએ ગયા. કુંભારિયાજી પહોંચી ત્યાં ચાર દિવસ રહ્યા. બધા દેરાસરોના લેખે તપાસ્યા, ને સરસ્વતી નદી જ્યાંથી નીકળે છે, ત્યાં તેના મૂળ પાસે ત્રણ કલાક ધ્યાન ધર્યું.
કુંભારિયાજી પર આવેલા અંબાજી માતાના મંદિરે પણ ગયા. ત્યાં બ્રાહ્મણો તથા પૂજારીઓને એકત્ર કરી સાચા યજ્ઞનું સ્વરૂપ સમજાવી, પવિત્ર યજ્ઞ-હોમમાં નિર્દોષ બકરાં કે પાડા ન હેમવા સમજાવ્યું. ત્યાંથી ખરેડી આવી, એક દિવસ રહી આબુજી ઉપર ચઢયા,
માઘ મહિનાની ઠંડીના દિવસો હતા, પણ આ તીર્થ પ્રેમી સૂરિરાજને કઈ પરવા નહોતી. વિહાર થતો ને કર્મયોગ પર વિવેચન લખાયે જતું. અચળગઢના દહેરાનાં દર્શન કરી આબૂની ટેકરીઓ ટેકરીએ, ગુફાએ ગુફાએ ફરી વળ્યા. અહીં ભર્તુહરી અને ગોપીચંદની ગુફામાં વીસમી સદીના વૈરાગી પુરુષે ધ્યાન ધર્યું !
અહા, એવું એક ગમંડળ સ્થાપ્યું હોય તો ? એક કલ્પના ઉનાળાના આકાશમાં વીજળી ઝગે એમ ઊગીને આથમી ગઇ.
આબૂછથી બામણવાડા, હણાદ્રા, જીરાવલા, મડાર વગેરે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા પાલનપુર આવ્યા. હણુદ્રાથી આગળ આવતાં વચ્ચે એક ચોરનો ભેટો થઈ ગયે. દરિદ્રનારાયણ જેવા એણે પહેલાં જે મળ્યું તે સહી, સમજી લૂંટવાની ઈચ્છા કરી; પણ સૂરિરાજની પ્રચંડ દેહમૂતિ અને હાથમાં રહેલ મહાન દંડે એને ઢીલે પાડે. એને લાગ્યું કે કદાચ લેવા જતાં દેવું ન પડે !
અને થયું પણ એવું. ભાગતા ભાં ભારે પડી. ચરિત્રનાયકે કહ્યું: “ભાઈ, હવે તને લુંટીશ. હું માગું તે આપી દે, નહિ તો જીવન જઇશ.” ચારે છુટકારે પામવા શત કબૂલ કરી. એણે પિતાના ઈષ્ટદેવની શાખે દારૂ પીવાની બાધા લીધી.
પાલનપુરમાં ત્રણ વ્યાખ્યાન થયાં. પાલનપુરથી તેઓ સિદ્ધપુર આવ્યા. ગુજરાતના આ મહાન વિદ્યાતીર્થ ને ગૂજરાતના રાજવીઓના સંન્યાસી તેમને આકર્ષ્યા. અહીં જ ઉપાધ્યાય યશવિજયજીની ગાદી હતી. ત્યાં જઈને સ્પર્શ, વંદીને ધ્યાન ધર્યું. રુદ્રમાળનાં ખંડેરો ખૂબ રસથી નીરખ્યાં, અને એથી વધુ તે સરસ્વતી નદી ફાવી ગઈ. કુમારિકાના કાંઠાને યોગીરાજનાં પગલાંએ પવિત્ર કર્યો, ને ‘ તારું નામ ન રૂપ લખાય” વાળું ભજન રચ્યું.
આ વેળા ભારતના સુપ્રસિદ્ધ મલલ પ્રો. રામમૂર્તિ ત્યાં હતા, તેમની મુલાકાત લઈ ધામિક બોધ આપે. અહી થી ઊંઝા થઈ તેઓ મહેસાણા આવ્યા. અહીં તેઓને પં. આ
For Private And Personal Use Only