________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના ભવનાશિની
૩૦૫
“યેહો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે;
પિતાના થઈ હદય હતો, તે મળો ના જ કયારે.” આ બધી કલેશાગ્નિઓમાં પિતે સાધુસુલેહ માટે સ્થાપેલું “સાધુમંડળ” ગૂજરી ગયું. જૈન ગુરુકુળ, સાધુ ગુરુકુળ, સેંટ્રલ લાયબ્રેરી, ચોગમંડળના વિચારો તણાઈ ગયા.
શહેરો હમેશાં સારા-નરસાનાં ભાગી હોય છે. વિચારવંત ને વિચાર-અંધ બંને પ્રકારના માણસ ત્યાં મળી રહે છે. અમદાવાદના આગમનની સાથે ખંભાતનો એક શ્રાવક આવીને અશાંતિ જન્માવી જાય છે.
એ અશાંતિને મહામહેનતે સમતાભાવથી વેઠી લે છે, ત્યાં ન પાસો ફેંકાય છેઃ ભાવ પ્રતિક્રમણ અને દ્રવ્ય પ્રતિક્રમણની ચર્ચામાંથી આ ફણગો ફૂટે છેઃ ભાવ પ્રતિક્રમણના સમર્થક મુનિરાજના વાકયને અર્થ વિસ્તાર કરી પ્રચારવામાં આવે છે
બુદ્ધિસાગર મહારાજ પ્રતિક્રમણ કરતા નથી.”
ને આ વાત સાંભળી કેટલાક મૂઢ જેનો ખળભળી ઊઠે છે. આટલી ગપ માત્રથી સો ટચની સાધુતાને તિરસ્કારવા એ તૈયાર થઈ જાય છે. એ અંગે રોજનીશીમાં લખે છે કે,
“ ભાવ-પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ દેવાથી કેટલાક દેશદ્રષ્ટિથી શ્રવણ કરનારા ઈષ્કળઓ અને એકાન્ત ગાડરીઆ પ્રવાહમાં અશુદ્ધ અનન્ય ક્રિયા કરનારાઓએ એવી ગ૫ ઉડાડી કે, “બુધિસાગર મહારાજ પ્રતિક્રમણ કરતા નથી ' પણ આવશ્યક દરરોજ સાધુઓ અને શ્રાવકોએ બે વખત કરવું જોઈએ, એવી અમારી પૂર્ણ શ્રદ્ધા છે.”
અને આ પત્યું ત્યાં તેમના જીવનધનસમા મહાન કાર્ય પર એક મોટો ઘા કરવામાં આવ્યો. જેને માટે જીવનમાં અભિમાન લઈ રહ્યા હતા તે ગ્રંથલેખન પ્રવૃત્તિ પર.
આનંદઘન પદ ભાવાર્થ પર ટીકા કરતાં જણાવ્યું કે, તેઓ પંડિતો પાસે લખાવી-સુધરાવી પિતાના નામે છપાવે છે.”
આ ઘા મર્મભાગ ઉપર હતું, અને એક જૈન સાધુ આટલી શકિત ફેરવી ન શકે તેમાં માનનારા જેને તો “મિયાના ચાંદે ચાંદ” કરવા લાગ્યા.
અલબત, એ વાત અત્યારે નેંધી રાખવા જેવી છે, કે પ્રત્યેક લેખકને ઓછાવત્તા પ્રમાણમાં બીજાની મદદ લેવી પડે છે. કેટલીક વાર કેટલાક લેખકે ઇતિહાસની શુષ્ક માહિતી અમુક સ્થળેથી મેળવે છે, ને એની રસિક નવલકથા પછી પોતે રચે છે. યૂરોપના વિદ્વાન લેખકો, ઈતિહાસકારે, સાહિત્યકારે આ માટે પિતાની સાથે સારું એવું મંડળ રાખે છે.
મહાકવિ નાનાલાલ પિતાની એક કૃત્તિ ત્રણ જુદા જુદા વિદ્વાનો પાસે વંચાવી, સૂચના મુજબ યેગ્ય લાગે તો સુધારી પછી પ્રગટ કરતા. સ્વ. કલાપીના સાહિત્યને કાન્ત મઠાયું છે. સ્વ. ડાહ્યાભાઈ પોતે બેલતા ને બીજે લખતો. આજે પણ કાકાસાહેબ કાલેલકર પિતે બોલે છે. ને બીજા પાસે લખાવે છે.
ચરિત્રનાયકે આ આક્ષેપનો જવાબ સુજ્ઞ વાચકે પર છેડી, પિોતાની પ્રવૃત્તિમાં આગે ધરે ગયા. આખરે પોતે એક સ્થળે લખે છે કે:
For Private And Personal Use Only