________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
ચોગનિષ્ઠ આચાર્ય સહુની વૈયાવચથી આગળ આવી રહેલ જુવાન મુનિને પહેલે પ્રત્યવાય સુરતમાં નડે. પિતાની જમાતને કઈ જોગી આગળ આવી જાય તે કેઈને ન ગમ્યું.
લાખેણી હીરાની આંગી રચેલા પ્રભુજી સામે ભાવથી પૂજા ભણાવી રહેલ ચરિત્રનાયકને એક મુનિરાજે હીરાની આંગીનાં વખાણ કરતાં આંગી વિષે ને હીરા માણેક વિષે ઘણું ઘણું કહ્યું.
ચરિત્રનાયક મૌન રહ્યા. અરે, જેને કાંકરાસમ તજી પ્રભુએ ત્યાગ કર્યો, એનાં આજ વખાણ થાય? ભલે, પ્રાકૃતજી માટે એ ઉપકારી હોય, પણ એક વૈરાગીને તે શું ચિંતવવાનું?
ઘાટ બન્યો કવિ ભુખણ અને ઔરંગજેબ બાદશાહની વચ્ચે બન્યો હતો તેવ. બાદશાહે કહ્યું: “ કવિએ જૂઠા ! જૂઠને વખાણે. સાચું કહે તે કવિ ગણું. મારું વર્ણન કર !”
ભૂખણ કવિએ સિરને સાટે સાચું કહ્યું, ને ભાગી છૂટયો. ચરિત્રનાયકને મેંમાં આંગળી નાખી બેલાવ્યું. અસત્ય તો કેમ કહેવાય? એમણે સાચું કહ્યું: “તમારી વાત ઠીક છે; બાકી પ્રભુએ તે એ હીરા માણેકને કાંકરાથીય હીન સમજી તજ્યાં હતાં એનાં તે શા વખાણુ!”ને મુનિએ ગપ્પ વહેતી મૂકી : “બુધિસાગરને મુક્તિ પર શ્રધ્ધા જ નથી.”
કાગડાના ટેળામાં પડેલ પોપટને ઘણાઓએ ચાંચ મારવા માંડી, પણ પિોપટે રામનામ ન મૂકયું. તેઓ તે દિવસની નંધમાં લખે છેઃ “ પ્રતિમાની સિદ્ધિ અનેક સહેતુઓથી કરનાર, પ્રભુપૂજાના હેતુઓને સમજાવનાર અમારા જેવાને મૂઢ ઈર્ષાળુ જૈનો તરફથી ખમવું પડે છે, તેથી મનમાં જરા માત્ર ઉદ્વેગ થતો નથી. શ્રી જિનશાસનની સેવા કરવી અને નિવૃત્તિમાર્ગના હેતુઓના ઉદ્દેશે સમજાવવા તથા યથાશકિત વર્તવું એ અમારા અધિકાર પ્રમાણે કાર્ય છે.” એક પાસે નિષ્ફળ ગયે. સૂરતમાં વાહવાહ થઈ ગઈ.
ને ત્યાં તકવાદીઓએ મુંબઈમાં “ લાલન શિવજી”ની ચર્ચાનું મડદુ ફેંકયું. સાધુઓ અકળાઈ ઊઠયા હતા. ઠેર ઠેર ઠરાવ થતા હતા. બે પક્ષમાં બધા વહેંચાઈ થયા હતા. મારામારી ને ધમાધમી ચાલુ હતાં. ચરિત્રનાયકે તટસ્થતાનો સૂર કાઢો.
હું કેઇના પક્ષમાં નથી. વ્યવહારે સાધુઓના પક્ષમાં, બાકી તે શાસન એ જ અમારા પક્ષ. અમારે તકરારમાં ભાગ લેવાને નથી.”
તરત જ સામેથી ઘા થયો.
અંદરખાનેથી એ લાલન-શિવજીના પક્ષમાં છે.” ખંડ ખંડ કરેલા અરીસાને હજી વધુ ખંડોમાં વહેચવા સહુ રાજી હતાં.
' હજી મુંબઈનું ચાતુર્માસ પૂરું ન થાય ત્યાં વળી, જૈન સમાજનાં છાપાંઓએ * આચાર્ય પદ્ધોની સહીઓના નામે ” ભારે ગંદવાડ ઉડાડવા માંડયો. પોતાના જેને માન્યા હતા, એ જ ઘા કરી રહ્યા હતા. તેઓ એ વેળા લખે છેઃ
For Private And Personal Use Only