________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના ભવનાશિની
૩૦૩
પછીથી ઈરિયાવહિયા નહિ છે, વિમલ કરતા તાણ, પ્રતિક્રમણ તે ઈરિયાવહિયા, સાગરવિજયની આણુ; ઉત્થાપક સામસામી રે, નિર્ણય કરી કોણ મરે..૮ શાંતિસાગરિયા એમ માને, સાધુ છે નહીં હાલ, દષ્ટિમાંહી કેઈ ન આવે, પક્ષ બન્યા બેહાલ; રા ય ચંદિયા રાગે રે, પક્ષ બાંધી ગુરુ હરે..૯ હુકમમુનિયા આતમજ્ઞાને, માને છે નિજ મુકિત, મૂતિ ઉત્થાપે છે સુંઢક, કરી ઘણી કુયુકિત; દિગંબરો તે ન્યારા રે, અકય થાય કેમ કરે.-૧૦ આત્માથી છે કંઈક જૈનો, કરે મધ્યસ્થ વિચાર, ગચ્છ ભેદ પક્ષોનો અંત જ, કદી ન આવે પાર;
બુદ્ધિસાગર સાચું રે, સ્યાદવાદી જાણી ડરે ..૧૧ જૈન ધર્મના ખંડ ખંડ થયાને આ ચિતાર ખરેખર સહૃદયને વ્યગ્ર બનાવે તે છે, પણ હજીય એ ચિતારની એક દિશા બાકી છે. ખુદ પીતાંબરો વચ્ચે પણ ભારે ભેદભાવ આપણા સૂરિરાજને પ્રારંભથી દેખાય. સુંદર સુંદર મન લોભામણા ડુંગરો નિહાળી મહત્યાકાશી આ જાવાને ધાય” કે બધું સારું થઈ જશે, થોડી ઘણી ક્ષતિઓ જોઈ મહાન લાભથી વંચિત ન રહે. એની નજરમાં હરિભદ્રસૂરિ, હીરવિજયસૂરિ, આનંદઘનજી, ઉપા. યશોવિજયજી, શ્રી. નેમિસાગરજી, શ્રી. રવિસાગરજી, શ્રી.બુટેરાયજી ને શ્રી. આત્મારામજી જેવા સાધુડુંગરે રમતા હતા. છેડાએક દે દેખવા માત્રથી શું એક મહાન પરંપરાથી વંચિત રહેવું?
એમણે દૂરથી રળિયામણા લાગતા ડુંગરા પર ચઢવાનો નિર્ણય કર્યો. એ કટિબધ્ધ થઈ ત્યાં પહોંચ્યા. તળેટીમાં તે ભારે ભીડ હતી, ને ગગનચુંબી ડુંગરા ચઢવા દોહ્યલા હતા. એમણે જોયું કે ચઢવા મથનારને આ બધા પાછો પાડી દે છે. “સરસ્વતીચંદ્ર”ના આ વાચકને પેલે દેહરો યાદ આવે છેઃ
ઊડાય નહીં પિતાથી પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રહ્યું રાચવું, એટલું રાખ, નહીં તો રહીશું રાઈ ! પણ અહીંના નગારખાનામાં તતુડીને અવાજ સંભળાય તેમ નહોતું, અને પિતાને અવાજ સંભળાવવા આગળ વધ્યા તે સામેથી જબરો પ્રતિકાર શરૂ થયો. વાચકે, એ પ્રતિકારને હુબહુ ચિતાર આપી અહીં વાચકને ઉશ્કેરવા કે રાગદ્વેષ કરાવવા ઈરછા નથી. સાધુત્વની તંદુરસ્ત છબી આલેખવાના આ યત્નમાં એને સ્થાન નથી; છતાં એકના જીવનકાર્યની સફળતા-નિષ્ફળતા પાછળ કયાં પ્રત્યવાય કે સમવાય કારણે પડ્યાં હતાં, તેને કંઈક ખ્યાલ આપવા આ પ્રયત્ન છે.
પીતાંબર મુનિઓના પ્યારા બનવા મથી રહેલ, સહુની મુલાકાત, સહુને વિનય,
For Private And Personal Use Only