________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિપદ
૨૯૫
૫ રાગ દેજનાં જ્યાં જ્યાં નિત્તો મળતાં હોય ત્યાંથી દૂર રહેવું', અને રાગદ્વેષના સંયોગોમાં
કદાચિત નિરુપાયે રહેવું પડે તે તત્સમયે સમાનતા-સમભાવે આત્માને ભાવીને આત્મવીર્ય ફેરવી અપ્રમત્ત રહેવા પ્રયત્ન કરવો. ૬ સ્વપરાર્થે થતી વ્યાવહારિક ધર્મ પ્રવૃત્તિ પ્રસંગે પણ સાધ્ય લક્ષ્યભૂત સ્થિરતા નિવૃત્તિના ઉપ
યોગમાં રહેવું, અને આત્મસમાધિનો ભંગ ન થાય એવી યોગ્યતાની પ્રાપ્તિપૂર્વક ધર્મસેવારૂપ બપ્રવૃત્તિ આદરવી. ૭ પવિત્ર નિજન તીર્થસ્થળ યા અન્ય નિર્જન સ્થળામાં ધ્યાન ધરવાનો અભ્યાસ સેવ અને
સ્વ-સમાધિ પુષ્ટિકારક સજજન સાધુઓનો સહવાસ-તેઓનો અનુભવ કરીને રાખો. ૮ પિતાને આત્મસમાધિ કયા ભાવે, કયા સંજોગોમાં વર્તે છે તેને અનુભવપૂર્વક વિચાર કરે
અને આત્મસમાધિની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય એવા સંયોગો ને ઉપાયોને આદરવા તથા આત્મસમાધિમાં જે જે કારણોથી વિક્ષેપ થતો હોય તેઓને હઠાવી સમાધિસુખ અનુભવવા લક્ષ્ય દેવું.
અહીં ચૈત્ર શુકલા ત્રદશીને દિવસે યાત્રાળુઓને એકત્ર કરી “મહાવીર જીવન” પર સૂરિજીએ તથા શ્રી. અજિતસાગરજીએ પ્રવચન કર્યું.
ચિત્ર વદ એકમના દિવસે વિહાર કરતા ભાલક, વડનગર વગેરે સ્થળે થઈ વિસનગર આવ્યા. અહીં અનવકાવ્યના કર્તા કાજી અનવરમીયાની મુલાકાત થઈ, સૂરીમતના આત્મજ્ઞાની શાંત અને સાધુસંતોના આ સત્સંગી હતા. સૂરિજીને “માર્ગનુસારી ગુણસંમુખતાની યોગ્યતાવાળા” જણાયા. તેઓએ પોતાનું ‘અનવરકાવ્ય” ભેટ ધર્યું. ત્રણ દિવસ બંનેને સમાગમ ચાલે, ને પ્રથમ સમાગમ કાજજીએ સૂરિજી પાસે ચાર માસ રહેવાની ઈચ્છા પ્રગટ કરી.
બીજી મુલાકાત શ્રીયુત મહાસુખભાઈ ચુનીલાલની થઈ. તેઓએ પિતાનું “કાવ્યસરિતા” નામક પુસ્તક ભેટ ધર્યું. વિસનગરથી વિહાર હરી તેઓ ચિત્ર વદ ૧૨ ના રોજ મહેસાણું પહોંચ્યા. શ્રી. રવિસાગરજી મહારાજની દેરીમાં ગુરુચરણપાદુકાને વાંચીને અગિયાર સાધુઓ સહિત નગરમાં આવ્યા.
અહી કડી પ્રાંતના આ શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સૂરિજીને મળવા આવ્યા. સુંદર જ્ઞાનચર્ચા ચાલી. જૈન ધર્મ અને વિશ્વધર્મોનો સુંદર સમન્વય રજૂ કર્યો. વિદ્વાન સુબા સાહેબ ખુશ થઈ ગયા ને તેમણે કહ્યું: “ આવા ધર્મગુરુઓની જ દુનિયામાં જરૂર છે. ”
અહીંની પિતાની નોંધપોથીમાં નોંધે છેઃ
* શ્રી. રામચંદ ગાંધીના ઉજમણાને ચઢેલો વરઘોડો અવલોકયે. મહેસાણામાં ધાર્મિક તથા વ્યવહારિક કેળવણું ન્યૂન દેખવામાં આવે છે. મહેસાણા યશોવિજય જૈન પાઠશાળામાં આજીવિકા અથે પરગામના–મુખ્યત્વે કાઠિયાવાડના ગરીબ વિદ્યાથીઓ ધાર્મિક પ્રકરણની કેળવણી લે છે, અને તેઓ થોડો ઘણે વિદ્યાભ્યાસ કરીને પરગામ પ્રતિક્રમણ પ્રકરણ ભણાવવાને માસ્તર મેતાનું કામ કરે છે."
For Private And Personal Use Only