________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુનાં નાટારંભ શ્રાવકોએ ખૂબ આગ્રહ કર્યો. અંતે અમદાવાદ જવાનો નિર્ણય થયો ને ધીરે ધીરે બધા અમદાવાદ પહોંચી ગયા. શુશ્રુષા શરૂ થઈ.
વૈશાખ વદ એકમે પંન્યાસ શ્રી. ચતુરવિજયજીના પ્રવેશ મહોત્સવમાં ચરિત્રનાયકે ભાગ લીધે.
જેઠ વદ અગિયારસના રોજ ગુરુદેવ શ્રી. રવિસાગરજીની જયંતી ઉજવી. પણ અસાડ સુદ દશમથી ગુરુશ્રી સુખસાગરજી મહારાજની તબિયતે ગંભીર ઉથલે ખાધે. ઉપાય કરતાં ઉપદ્રવ વધવા લાગ્યો. શ્રી. રામચંદ્ર વૈદ્ય, શ્રી. દલસુખ વદ્ય ને માધવલાલ ડોકટરે ભાવપૂર્વક સુશ્રષા શરૂ રાખી, પણ આ ભેળા, ભદ્રિક ને પવિત્ર સાધુરાજને પોતાને કાળ આવી પહોંચેલે લાગ્યો.
તેમણે મહાપ્રવાસની સ્વસ્થ હૃદયે તૈયારીઓ આદરી. વસ્ત્રો તથા પુસ્તકે સાધુઓને વહેંચી આપ્યાં. સહુ સાથે ક્ષમાપના કરી લીધી. તેમણે ચરિત્રનાયકને પાસે બોલાવી કહ્યું:
મનુષ્ય જીવનનાં ઘણાં વિનો છે. પડવાનાં ઠેકાણું ઘણું છે. ચડવાનાં ઓછા છે.” ને જ્યાં સુધી શ્વાસે વિઘ્ન ન કર્યું ત્યાં સુધી ઉપદેશ આપ્યો.
વળી માસી ચૌદસે ચરિત્રનાયકને પાસે બોલાવી હિતશિક્ષાનાં વચન કહ્યાં. જૂના કાળમાં એક હિતશિક્ષાના હજાર સોનૈયા લેનાર પંડિતની જેમ એ એક એક નાના વાક્યમાં શાસ્ત્રોનો ને સંસારનો સાર સમાયે હતો. ગુરુજીએ કહ્યું:
ખૂબ વિચાર કરીને બેસવું. કઈ બાબતમાં અધીરા થઈ ન જવું. આત્મહિત તરફ લક્ષ દેવું. ગંભીરતા ધારણ કરવી. કેઈ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. સમતાભાવ રાખવો. ઘણો વિચાર કરીને કઈ બાબતમાં પગલું ભરવું.”
આ પછી વ્યાધિ વધતો ગયો. જીવનના આખા દીક્ષાકાળમાં એક માસથી ગોચરી વહેરવા જવાનું બંધ હતું. ગોચરીની બાબતમાં તેમની તકેદારી અદ્ભુત હતી.
અષાડ વદી એકમે કંઈ સારું દેખાયું. સવારે તેઓ શેઠ જેઠાભાઈ ગુલાબચંદના ત્યાંથી ધીરેધીરે કાચલીમાં પાણી વહોરી લાવ્યા. પણ બુઝાતા દીપકને એ છે ઝળહળાટ હતે.
સાંજે શરીરમાં શ્વાસની ધમણ ઉપડી. નકકી થયું કે હવે ગુરુરાજ કલાકોના મહેમાન છે. સાધુઓ બધા મળવા આવવા લાગ્યા. શેઠ મણિભાઈ, શેઠ જગાભાઈ ને શેઠાણી ગંગાબેને છબી લેવાની ઈચ્છા જાહેર કરી, ગુરુજીએ તેને સ્પષ્ટ નિષેધ ભર્યો. ખાનગીમાં પ્રયત્ન થયે, પણ તે નિષ્ફળ નીવડે.
રાત્રિના અઢી વાગે પિતાની નવકારવાળી ચરિત્રનાયકને આપી. ચરિત્રનાયકે તેમના નિમિત્તે એક લાખ નવકારવાળી ફેરવવાની ને એક ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી.
For Private And Personal Use Only