________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૨૮૬
યોગનિષ્ઠ આચાર્ય
શાહોના હાથે એનો નાશ થયો.
ઈતિહાસની દષ્ટિવાળા ચરિત્રનાયકે વિ. સં. ૧૯૯રમાં પેથાપુર પ્રાન્તિક કોન્ફરન્સ વખતે કલોલના એક શ્રાવકને ત્યાં ખોદકામ કરાવવા માટે ટીપ કરાવી આપી હતી. ખેદકામમાંથી પ્રતિમાજીઓ મળી આવ્યાં પાછળથી શ્રી. વિજયનેમિસૂરિજી તથા તત્ત્વ વિવેચક સભાએ આ તીર્થને સ્થાપન કરવામાં પ્રશંસનીય પ્રયાસ આદર્યો.
શેરીસાથી વિહાર કરી તેઓ પાનસર ગયા. આ વેળા પાટણવાળા શેઠ છગનલાલ વહાલચંદને ધર્મશાળા બંધાવવા માટે પ્રેરણા કરી; તેમ જ અમદાવાદથી વંદનાર્થે આવેલા શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ પાસે સ્ટેશનની સામે ખેતર વેચાતું લેવડાવ્યું.
અહીં નવપદની પૂજા ખૂબ ઠાઠથી ને ઉછરંગથી ભણાવી. પાનસરથી વિહાર કરી સોજા થઈ નારદીપુર આવ્યા, અહીં તેઓને પ્રસિદ્ધ ગપ્રેમી શ્રી કેસરવિજયજી તથા શ્રી દેવવિજયજી સાથે મુલાકાત થઈ. નારદીપુરથી માણસા આવ્યા. માણસા ઠાકરને ધર્મોપદેશ આપી તેઓ શેઠ છગનલાલ બેચરદાસની બેન પાલીબેનના ઉજમણામાં વીજાપુર આવ્યા, ને તે કાર્ય પૂરું થયે પુનઃ માણસા આવ્યા. વીજાપુરના આ નિવાસ દરમ્યાન કુરાને શરીફ આખું વાંચી લીધું..
માણસામાં પુનઃ બંને ગપ્રેમીઓની (શ્રી કેસરવિજયજી તથા ચરિત્રનાયક)નો મુલાકાત થઈ, ચર્ચા થઈ ને ખુલાસા થયા. માણસાથી વિહાર કરીને પ્રાંતિજ આવ્યા. પ્રાંતીજમાં આ વેળા કોઠારી રણછોડલાલ ત્રીભોવનદાસ તરફથી ઉજમણું ચાલતું હતું.
પ્રાંતીજથી વરસડા થઈ તેઓ માણેકપુર આવ્યા. અહીના શેઠ લલ્લુભાઈએ ઉજમણ સાથે બેંતાલીનું ચિખરૂં કર્યું હતું. બેંતાલીના એકત્ર થયેલા જૈનોને ઉપદેશ આપ્યો, ને વિધવાઓને જે મદદ કરતા હતા, તેમાં વધારે કરવા કહ્યું.
આ વેળા ગુરુમહારાજ સુખસાગરજીની માંદગીના સમાચાર મળ્યા. તેઓશ્રી અજિતસાગરજી વગેરે સાથે સિધ્ધાચળજીની યાત્રા કરીને સાણંદમાં આવીને રહ્યા હતા.
ચરિત્રનાયક તરત પાછા ફર્યા. ચિત્રનો ધોમધખો દિવસ તેમની કોટી કરવા લાગે. ચૈત્ર સુદિ ચોથના રેજ રજ ને વડુ થઈ પાનસર આવતાં તાપે કસોટી કરો. સાથે રહેલા શ્રી. વૃધિસાગરજી, કીર્તિસાગરજી તથા જીતસાગરજી પણ ખૂબ હેરાન થયા. અંગારા જેવી પગ નીચેની વેળુને ઉપર અંગારા વેરતું આકાશ !
પણ હવે ગુરુદર્શનની તીવ્ર તાલાવેલી લાગી હતી. તેઓ થોડા વખતમાં સાણંદ પહોંચી ગુરુચરણમાં નમી પડયા. અહીં સમુદાયના ઘણા સાધુ એકત્ર થયા. સહુ મળ્યા. શ્રી દેવેન્દ્રસાગરજી તથા શ્રી. કીર્તિ સાગરજીને વડી દીક્ષાના જોગમાં પ્રવેશ કરાવ્યું.
ગુરુશ્રીની તબિયત બગડતી ચાલી હતી. આ વેળા અમદાવાદના આંબલી પિળના
For Private And Personal Use Only