________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુને નાટારંભ
૨૮૫
સિંહ સાથે પ્રતિદિન રહું, ના ડખું હું ડગાવ્યો : ભૂતો સાથે પરિચય થતો. ધૃણા ના ધુણાવ્ય; થાતી એવી હૃદય ધ્વનિઓ, ભાવ અંતર છવાય;
સર્પો ડંખે વિષ નવ ચઢે, હાથ એ મંત્ર આવ્યો.” આ સિંહ, સર્પ ને ભૂતને ડારવાને મહામંત્ર કયે, એ વિષે વાચકે જાણવા ઉત્સુક થશે; પણ અમારી માન્યતા પ્રમાણે એ સિંહ, સપ ને ભૂત તે માનવીના અંતરમાં વસતા દ્રા ને કલશો હતા. હવે એનાથી ન ડગવાની-સમાધિસ્થ રહેવાથી ચાવી એમને મળી ગઈ હતી.
આ પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીના બંધારણ માટે સુધારા-વધારાની વિચારણા અર્થે માગસર વદ ત્રીજના દિવસે પ્રતિનિધિઓ ભેગા થયા, ને ત્રણ દિવસની કાર્યવાહી કરી વિખરાયા.
અને બરાબર એક સપ્તાહ પણ ન વીત્યું, ત્યાં શેઠ મનસુખભાઈ ભગુભાઇનું (સં. ૧૯૬૯ - માગસર વદ ૧૨ ના રાતે સાડા આઠે) અવસાન થયું.
એક વધુ દુઃખદ અવસાનની નોંધ આલેખાણી !
પુનઃ એકવાર ચરિત્રનાયકે પિષ વદ તેરસના રોજ અમદાવાદ છેડયું. મધ્યાહ્ન સમયે વિહાર કરી તેઓ સરસપુરમાં શેઠ મણિભાઈ દલપતભાઈની મીલના બંગલામાં મુકામ કર્યો. હજારો શ્રાવક-શ્રાવિકાએ ત્યાં આવ્યાં હતાં ને ઉપદેશ સંભળાવ્યો. શેઠ મણિભાઈ તેમજ જગાભાઈએ શ્રીફળની પ્રભાવના કરી.
સાંજના વખતે મીલના કામદારોને ત્રણ વાગે રજા આપવામાં આવી, અને તેને એકઠા કરીને તેમને સદાચારમય જીવન જીવવા ઉપદેશ આપે, ને દારૂના ત્યાગ માટે કહ્યું. કેટલાકે એ ત્યાં બાધા ગ્રહણ કરી.
આ દિવસની ડાયરીમાં પિતે નોંધે છે,
પિસ્તાલીશ આગમો પૈકી ઘણાં આગમ વંચાઈ ગયાં છે ચંદ્રપતિ, સૂર્યપન્નતિ, જ્યોતિષ કરંડક પ્રયત્નો અને પૂર્વાચા રચિત ગ્રંથ કે જે વિદ્યમાન છે, તેમને ઘણે ભાગ વાંચવામાં આવ્યો. વૈશેષિક, કણાદર્શન, યોગદર્શન, વેદાન્ત દર્શન વગેરે દેશનાં ઘણા પુસ્તક વાયાં.”
ને વિલાયત જતા શેઠ જીવણચંદ ધરમચંદને કવિતા દ્વારા ઉપદેશ અને આશિષનો પત્ર લખી આગળ વધ્યા. કાલી ગામને જૂને બાદશાહી કેટ નિહાળી, ખોરજ થઈ શેરીસા તીર્થની યાત્રાએ આવ્યા. અમદાવાદથી વિહારમાં સાથે ઝવેરીવાડાના શા. લાલભાઈ ચંદુલાલ, શા. નેમચંદ ગટાભાઈ, તથા માણેકલાલ હિંમતલાલ વગેરે હતા.
- શેરીસા તીર્થ પ્રાચીન તીર્થ છે. પ્રથમ ઉદર્વકાર્યવાળા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હતું. વિ. સં. ૧૩૧૫ માં શ્રી નેમિનાથનું બિંબ પધરાવ્યું. તે પછી ઝનૂની મુસલમાન બાદ
For Private And Personal Use Only