________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારગ્રાહી જીવનદષ્ટિ
૨૭૯ છેલ્લે પિતાના મુંબઈથી અમદાવાદના વિહારનું તારણ મૂકતાં રજનીશીમાં નોંધે છે કેઃ
A મુંબઈથી વિહાર કરીને અમદાવાદમાં આવતાં પહેલાં વિહારમાં જે જે ગામો આવ્યાં તેમાં સારી રીતે ઉપદેશ દેવાયો. દમણમાં મનની સ્થિરતા સારી રહી. વલસાડમાં ગુરુકુળ વગેરે ઉન્નતિના સારા વિચારો સ્પર્યા. સુરતમાં શાતિના વિચારોનો ઉપદેશ દીધો. ઝઘડિયા કરતાં અંગારેશ્વરમાં આત્મસમાધિનો સારો અનુભવ થયો. પાલેજ અને કરજણમાં નિ:સંગતા અનુભવાઈ પાદરામાં બે માસ ઉપરાંત રહેવાનું થયું. ત્યાં આત્મસમાધિનો વિશેષ અનુભવ થયો, અને શ્રદ્ધાળું શ્રોતાઓને સારો બોધ દેવાયો.
“ વડોદરામાં જ્ઞાનમાર્ગની ઉન્નતિના વિચારો ઉદ્દભવ્યા. પાદરામાંથી પંન્યાસ આનંદસાગર, કમલવિજયસૂરિ, વગેરે આવ્યા તે વખતે તેઓની સાથે જૈન સાધુઓમાં ચાલતા ક્લેશની શાન્તિ અર્થે વિચારો કર્યા, અને તેઓને સ્વાભિપ્રાય દર્શાવ્યો. ઉમેટા આંકલાવમાં પંન્યાસ આનંદસાગર સાથે સાધુઓમાં સંપ વધે તેવી મસલત ચલાવી, પણ પરિણામ કઈ નિયમિત ઓવ્યું નહીં. બોરસદમાં જોઈએ તેવી આત્મસમાધિ રહી નહીં, એસવાળમાં પડેલો ઝઘડો દૂર કરાવ્યો.
“ કાવીઠામાં ચારિત્રમાર્ગની સ્થિરતા અનુભવાઈ. સંદેસરમાં પણ આનંદ અનુભવ થયો. વડતાલમાં આત્માનો વિલાસ વધ્યો. વસમાં જાહેર ઉપદેશ દીધો ને ધર્મચર્ચામાં વખત વ્યતીત કર્યો. જૈનધર્મની ઉન્નતિ કેવી રીતે થાય તે સંબંધી શુભ વિચારો કરવામાં આવ્યા, ને ત્યાં મનની સ્થિરતા સારી રહી. માતર અને ખેડામાં ઉપદેશ દીધો. ત્યાંના લોકોની દશા સુધારવા માટે ઉત્તમ સાધુઓના ચાતુમસની જરૂર છે. કાનમ અને ચરોતર ઉપદેશ દેવાને સારો દેશ છે. ત્યાંના લોકો ઉપદેશ ગ્રહણ કરી શકે તેવી સ્થિતિમાં છે.
સુરતથી પિલી તરફનો પ્રદેશ પણ પ્રાયઃ ઉપદેશ દેવા માટે યોગ્ય છે. વલસાડ, બીલીમોરા, ગણદેવી અને દમણના શ્રાવકાને જેવા માગે વાળવા હોય તેવા માગે વળી શકે છે. શહેર કરતાં નિઃસંગતાનો અનુભવ પ્રાય: ગામડાંઓમાં વધુ થયો. વિહારમાં ઘણાં પુસ્તકો વંચાયાં, અને અનેક બાબતના અનુભવો થયા તેમ શરીર પણ સારું રહ્યું.
“ અમદાવાદમાં હાલ તે સૂત્રો, ગ્રંથ અને પુસ્તકનું વિશેષતઃ વાંચન ચાલે છે. ભણવાનું થાય છે. કેટલાક સાધુઓની મિથ્યા ખટપટો જિનશાસનની હેલના કરવા માટે થાય છે. તેમાં ભાગ લેવાતો નથી. ને સમયનો ખપ કરાય છે.''
ગુરુ શ્રી સુખસાગરજી અને શ્રી અજિતસાગરજીએ પાટણમાં ચાર્તુમાસ કર્યું.
ગૂજરાતનાં બે પાટનગરમાં ગુરુ-શિષ્યની વ્યાખ્યાનધારા સુભગ શ્રોતાઓને પરિ. પ્લાવિત કરતી વહેવા લાગી. ભૂતકાલીન પાટનગર પાટણમાં ગઈ પેઢીના ગૌરવ સમા ગુરુરાજ હતા. વર્તમાન પાટનગર અમદાવાદમાં વીસમી સદીના આભૂષણસમ ચરિત્રનાયક હતા.
For Private And Personal Use Only