________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૮
ચેાગનિષ્ઠ આચાય
અક્ષય તૃતીયાના દિવસે ગ્રંથ પૂર્ણ થયા પછી એક અઠવાડિયે પન્યાસ આનંદસાગરજી સાથે તેઓ ઉમેટા, આંકલાવ, બેરસદ આવ્યા, એરસદમાં હમેશાં વ્યાખ્યાન વાંચ્યું ત્યાંથી કાવીઠામાં આવ્યા. અહી' શેઠ રતનચંદ લાધાજી તથા ઝવેરદાસ ભગવાનદાસ નામના વિદ્વાન ગૃહસ્થા હતા. તેઓ પહેલાં શ્રી હુકમ મુનિના શ્રાવકે હતા. પછી શ્રીમદ રાજચદ્રના રાગી થયા હતા : ને હાલ ચરિત્રનાયકના રાગી હતા, ચરિત્રનાયકે સહુને પવનચક્કીની જેમ ન ફરતાં, મૂળ જૈન ધમ પર રાગ રાખવા ઉપદેશ આપ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવીઠાથી રામપુર આવ્યા. અહી શ્રી. સૌભાગ્યચંદ્ર જતિના ઉપદેશથી પ્રથમ પાટીદ્વારા જૈનધમ પાળતા હતા. કેટલાક પાટીદાર ભજનકો આ વેળા આવ્યા હતા, ને ભજનને ભારે રંગ જમાવ્યેા હતા ! આ વેળા તેઓએ બાપુજી ભગતનાં ભજના ગાયાં હતાં. ચરિત્રનાયકે તેમના વિષે તપાસ કરી તેા માલૂમ પડયું કે તે સૌભાગ્યવિજયજી યતિ–જેએએ ચલેાડામાં નવા જૈનો બનાવ્યા હતા : તેમના શિષ્ય હતા, ને સ ંદેસરમાં આસપાસમાં પાટીદ્વારાનાં પાંચસા ઘરેશને જૈન ખનાવ્યાં હતાં. પેાતાની નેાંધમાં લખે છે કે, અહી' પ્રીતમદાસ કરીને કવિ-ભકત થઇ ગયા છે. તેમના મંદિરમાં મુકામ કરી ઉપદેશ આપ્યા.
સ ંદેસરથી વડતાલ આવ્યા : સ્વામીનારાયણના આ મહાન ધામની મુલકાત લીધી. તેઓના આચાય ને મળ્યા : ને ચાલુ દુષ્કાળ અંગે કંઇક કરવા આગ્રડ કર્યાં.
વડતાલથી રામેાલ થઇ વસેા આવ્યા. વસે ગામના ભાઉસાહેબ દરબાર ગેાપાળદાસ વગેરે ચરિત્રનાયકના અનુરાગી હતા. તેઓએ ત્રણ દિવસ સ્થિરતા કરાવી રાજ ભાષણા કરાવ્યાં. વસેાથી માતરમાં સાચાદેવને જુહારી ખેડા આવ્યા. ખેડામાં એક જાહેર ભાષણ આપી કણેારા, બારેજા થઇ નારેાલ આવ્યા.
જે શુકલા ચતુદશીને દિવસે અમદાવાદમાં પ્રવેશ કર્યાં.
પેાતાની નાંધમાં તેએ નોંધે છે.
મુંબઈથી અમદાવાદ સુધી વિહાર થયા; તેથી દુષ્કાળથી ઢારાની જે દુર્દશા થઈ તેનું બરાબર ચિત્ર ઢારાયું. હિંદુસ્થાનમાં માંસ અને દારૂની વપરાશ વધતી જાય છે. કસાઇખાનાં વધતાં જાય છે. ગરીબ લેક પર દુઃખતા મારા સખત ચાલે છે, પૈસાદારા સુખ ભોગવવા માટે તલસે છૅ. ગરીબ મનુષ્યાની આંતરડીને કકળાટ ઠેકાણે ઠેકાણે સાંભળવામાં આવે છે. પણ પરોપકારી સદ્દગૃહસ્થેા બને તેટલું કર્યાં કરે છે. પણ હજી ગરીબ દુઃખી મનુષ્ય અને ઢેરાનાં દુઃખ ટાળવા યેાજનાની ખામી અવલાકાય છે. જીવાની દયા કરવી તેના સમાન ક્રાઇ ધર્મ નથી. દરેક મનુષ્યા અપેક્ષાએ દાકતર છે, અને દદી છે, એક બીજાના દાકતર બનવાની જરૂર છે. વ્યર્વૈદ્ય અને ભાવવૈદ્ય બનીને દુનિયામાં પ્રસરેલા રાગેાને દૂર કરવા પ્રયત્ન કરવા જોઇએ.”
આખા મા` પર દુષ્કાળના પડછાયા પથરાયેલા તેઓએ જોયા હતા ને વારે વારે જગડુશા, ખેમા હડાળીઓ, હેમાભાઇ ને હઠીસીંગ શેઠને યાદ કરતા હતા. છપનીઆ કરતાં આ દુષ્કાળમાં ઢારાનુ` ઘણું સત્યાનાશ નીકળી ગયેલુ તેમણે જોયુ : ને એ સ`ગ્રાહી ષ્ટિને દુઃખ ઘેરી વળ્યું.
For Private And Personal Use Only