________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UG
आमुख સાંભળવા માનવસાગર ઉલટી પડે છે તેમ જૈન સાધુઓને સાંભળવા ઉલટી પડશે.
શ્રી. ઋહિસાગરજી મહારાજની વિચારશક્તિ ભવ્ય હતી, તેટલી જ તેમની કાવ્યશક્તિ અદ્દભૂત હતી. ગુજરાતી સાહિત્યમાં સાબરમતી ઉપર અને આંબા ઉપર સુંદર મોટાં કાવ્યો તેમણે જ આપ્યાં છે. એવું પાબહ સાહિત્ય આપણુને તારંગા, પાવાગઢ, નર્મદા, તાપી, ગિરનાર, ઢાંગ વગેરે ગૂજરતિ સૌરાષ્ટ્રની પ્રકૃતિની વિભૂતિઓ ઉપર કોઈ કવિએ આપ્યું નથી. મહારાજનું આંબા ઉપરનું પદબદ્ધ સાહિત્ય તો અજોડ છે. જેમ જૈન વિચારકોએ સૂક્ષ્મતમ દ્રવ્ય વિચાર કરી તેને માક્ષસાધના સાથે ઘટાગ્યે તેમ મહારાજે આ બંને ૫ઘબહ સાહિત્યને આત્મવિચાર ઉપર વાળી દીધુ છે.
શ્રી. હિસાગરજી મહારાજે ગાંધીજીની સ્વરાજ્ય માટેની સત્યાગ્રહની લડત ઉપર જે વિચારે દર્શાવ્યા છે અને તે પર તેમણે જન સમાજને જે બોધ આપ્યો છે તે નર્મદના ઉત્તર અવસ્થાની આજ પ્રશ્ર પ્રત્યેની મનઃસ્થિતિની આપણને યાદ આપે છે. પરાધીનતાથી ચારિત્રની ભ્રષ્ટતા પરિણમે છે તે મહારાજ જાણતા હતા. તેમને બ્રિટિશ અમલની વિશિષ્ટતાઓ તરફ પક્ષપાત હતો; તેની સાથે તેમણે સ્વતંત્રતાની લડતને અહિંસા, અ-સહકાર, ખાદી, સ્વદેશીત્રત વગેરે ગાંધીજીનાં મંતવ્ય સાથે ધટાવી હતી; છેવટે એ બધી વસ્તુસ્થિતિને પોતાના નિત્યના સાથી જૈન દર્શનની માન્યતાઓમાં ધટાવી દેવાય તે ઠીક, એવી મહારાજની અભિલાષા હતી. | મન્થલેખનને મારે આમુખને થોડોએક ભાગ આપવો જોઈએ. આ લેખનની ભાષા શિષ્ટ છે. અન્યના વસ્તને વાચવાથી આ પણને ગુજરાતની ઓગણીસમી સદીના ઉતરાધની સામાજિક અને સાંપ્રદાયિક પરિસ્થિતિનું સારું જ્ઞાન મળી શકે છે. ગુજરાતના ઉત્તર પ્રદેશનું વર્ણન આ ગ્રન્થમાં જે શિલીન મળો શકર્યું છે, તે માટે લેખકેાને ધન્યવાદ ધટે છે. શિયાળે, ઉનાળા અને ચોમાસું, તે ત્રણ ઋતુઓની સાથે અંતર્ગત થયેલી બીજી ત્રણ ઋતુઓ, તેમનાં વર્ણને, નદીનાળાં, ખેતરકેતર, વગેરેનું વર્ણનઃ વા, આંબા, અાંબલી, પીપળ, બોરડીનું વર્ણન, ગામડાંની સીમનું વર્ણન, ગામડાંના લોકોની સારીનરસી રહેણી કરણી, વગેરેને આ પાનામાં જે ભાષામાં વર્ણવામાં આવ્યાં છે તે ખરેખર અભિનંદન પાત્ર છે. ગૂજરાતના કેઈ લેખકે આવુ પ્રકૃતિસાહિત્ય અને લોકજીવનનું સાહિત્ય આપણને હજુ સુધી આપ્યું નથી. | ભાઈ શ્રી મણિલાલ મેહનલાલ પાદરાકરને અને તેમના સહકારી શ્રી. જયભિખુને હું
આ કૃતિ માટે અભિનંદન આપું છું અને તેમને બંનેનો આભાર માનું છું. તેમના નિમત્રણથી તો મને મહારાજ વિષે, જૈન સમાજ વિશે અને વિશેષતઃ ગૂજરાત વિષે ઘણું નવું જાણવાનું મળ્યું, પ્રતાપગજ, વડોદરા. તા. ૨૨. જુલાઈ, ૧૯૪૯.
| [ ૨૨ ]
For Private And Personal Use Only