________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ - ૪ અને ભાંખરીઆ-ભાઇઓ
માનવીને માનવેત્તર બનવાનાં સંસ્કાર-રસાયણ નિજ
આદર્શ દ્વારા પીઈ દે, તેવાં જીવન ધન્ય એવ’ આદરણીય છે. પા. અટલ ગુરુભકત શેઠ નગીનદાસના પિતૃઓ મૂળ તો ઊંઝા પાસેના ભાંખર ગામના રહેવાસી, અને તેથી જ તેઓ ભાંખરીઆ તરીકે પંકાયો. તેમના જન્મ મહેસાણામાં સં. ૧૯૦૪ ના કારતક માસમાં થયો હતો. પિતા ચુસ્ત ધમનિષ્ઠ, મહાન ચારિત્રચુડામણિ ગુરુ રવિસાગરજી મહારાજના અટલ ભક્ત, પ્રમાણિક, નીડર અને ગંભીર હોવાથી તેમના બધા સંસ્કારી નગીનદાસ શેઠને વારસામાં જ મળેલા. શેર માટીની ખોટ હોવા છતાં ખાટી બાધા-આખડીઓને વિચાર પણ ન કરતાં, માત્ર શુહ દેવ ગુરુધમની જ આરાધના કરનાર શેઠને ત્યાં મોટી ઉમ્મરે પારણું બંધાયુ’ અને આ પ્રભુકૃપાને પ્રત્યુત્તર રાયચંદ શેઠે શ્રી. કેશરીઆઇનો છરી પાળ સંધ કાઢી તીર્થભક્તિ કરી વાલ્યા હતા. તેમજ અનેક ધાર્મિક શુભ કાર્યોમાં લક્ષ્મીને વ્યય કર્યો હતે.
આવા પિતાના પુત્ર નગીનદાસ પણ તે વખતની ગામઠી નિશાળમાં ગુજરાતી ત્રણ ચોપડી ભણ્યા હતા. તેમને શ્રી. રવિસાગરજી મહારાજને સમાગમ થતાં તેમની પ્રખર ક્રિયા, ચારિત્રશીલતા, તીવ્ર તપ, ત્યાગ, વૈરાગ્ય-ભર્યો સંયમ અને ચમત્કારિક વચનસિદ્ધિ પ્રત્યે ખૂબ પ્રેમભક્તિ જાગ્યાં. ઓછું ભણુતર છતાં સમૃદ્ધ “ ગણુતર ? એમને જીવનના સરવાળા બાદબાકીના આંકડાની રમતમાં જિતાડી ગયું, અને ચોર્યાસીબંદરના વાવટાવાળ મુંબઈ બંદર તરફ તેમનું ભાગ્ય રતું જણાયું. મુંબઈ જ ખેડી નાંખીએ એ ભાવના સહિત તેઓ રેહવેના અભાવે પગરસ્તે જ મુંબઈ જવા નીકળ્યા. સુરત સુધી તે કવચિત “ અચકા ' પણ 'ચકીને પ્રવાસ ખેડ્યો. | મુંબઈ નવું છતાં ચહાની ફરીથી પ્રારંભ કર્યો. નીતિ, પ્રમાણિકપણું, સત્ય, દિલની અમીરાત, ખંતીલી જાતમહેનત, ધર્મનિષ્ઠા અને સંતોષ ક્રેઈનાં કદી યે અફળ
[૨૨ ]
For Private And Personal use only