________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ आचार्य તારંગાના ભ૦ અજિતનાથના તીર્થમાં જઈ ત્યાં પણ ધ્યાનાનંદ લૂટયો. તેમણે દક્ષિણ ગૂજરાતના દલિત વર્ગને ઉદ્ધાર કરવા પ્રયત્નો કર્યા, થાણા જિલ્લાના કેડ્ડી માછીમારોને જીવદયાની પ્રેરણ કરી. અને અમદાવાદના મિલમજારાને કરકસર, પવિત્ર જીવન અને શરાબબંધી જેવા કાર્યમાં પ્રેર્યા. તેઓ સુધારક હતા, ઉદ્ધારક હતા, સદ્દવિચારના અને સદાચારના પ્રેરક હતા..
અનેક પરધમીઓને તેમને સહવાસ હતો. અંબાદત્ત શાસ્ત્રી, રાજરામ શાસ્ત્રી, સ્વામી સદાશિવ સરસ્વતી, શ્યામસુંદર આચાય, વગેરે તેમના મિત્રો હતા. સ્વામી વિવેકાનન્દનાં લખાણા તેમણે ઘોળી ઘોળી પીધાં હતાં. જિજ્ઞાસા કેટલી બધી હતી ? થિએસોશીનું સાહિત્ય તેમને પરિચિત હતું. જૈન સંધની અને ટ્રેન વ્યવસ્થાની ન્યૂનતાએથી અનેકવાર તેઓ અકળાઈ જતા. દેવદ્રવ્યનો દુરપયોગ તેમનાથી સહી શકાતા નહોતા. નાની ગામમિ મંદિર વસાવી તેમના કારભાર કરવાની અશકિત જોઈ તેઓ જૈનાને તેવી કામથી અલગ રાખતા. પાલીતાણામાં અડ્ડો જમાવી બેસતા જૈન સાધુસાધ્વીઓનો વ્યવહાર તેમને હંમેશાં ખુંચતો હતો. જેનાને હોળીની અસીલતાથી તેમણે વાર્યા હતા. જેનામાં તે વખતે પ્રવતતા મુહપત્તો, પૂજાપાઠ વગેરેનાં મતમતાંતરોથી મહારાજ અલગ રહેતા. ટૂંકામાં, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ જૈનના પરમ પવિત્ર નવકાર મંત્રમાં નિર્દિષ્ટ કરેલા સાધુ, ઉપાધ્યાય, અને આચાર્ય, એ ત્રણે ય પરમેષ્ઠિપદની ચોગ્યતાવાળા હતા. તેઓ વિશુદ્ધ સાધુ, કુશળ ઉપાધ્યાય, અને સુવિહિત આચાર્ય હતા.
છેજ્યારે જ્યારે હું મહારાજ જેવા વિદ્વાન સાધુપુરાના સત્સંગમાં આવું છું જ્યારે મને એક વિચાર હરવખત સૂઝતો આવ્યો છે; જે એ છે કે આ સમાજને પશ્ચિમની કેટલીએક વિદ્યાના સંસર્ગ” હોય તેઓ વિશેષ પ્રશંસનીય કામ કરી શકે, આ વર્ષની સાધુતા એકમાણી થઈ ગઈ છે. એ વર્ગ દ્દર્શન ભણે, તે સાથે તેઓ પશ્ચિમનું દર્શનશાસ્ત્ર કેમ ન ભણે? જૈન સાધુઓનાં વ્યાખ્યાનમાં હું જ્યારે નિગાદનો વિચાર શ્રવણુ કરું છું ત્યારે મને લાગ્યા કર્યું છે કે તેઓ અત્યારના જંતુશાસ્ત્ર વગેરેથી પરિચિત હોય તો ? જ્યારે તેઓ ધર્માસ્તિકાયની અને અ-ધર્માસ્તિકાયની સમજૂતી આપે છે. ત્યારે મને વિચાર આવે છે કે તેઓ હાલ પ્રચલિત ફિઝિકસની વિદ્યાને કેમ ન જાણે ? જ્યારે તેઓ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા રકંધની વ્યાખ્યા કરે છે ત્યારે હું સ્વગત કહું છું કે તેઓ વતમાન એસ્ટ્રોનોમી-તારકવિદ્યા કેમ ન સમજી શકે ? જ્યારે તેઓ જૈનાના ત્યાગ વગેરેની સ્થાઓ ગાય છે ત્યારે તેઓ ક્રાઈસ્ટ વગેરેને કેમ ન સમજી શકે ? ટૂંકામાં બુદ્ધિસાગર મહારાજની અભિલાષાની-સાધુ માટેની મોટી શાળામાં આવું જ્ઞાન તેમને શા માટે આપવામાં આવે નહીં' ? જે આ ફળસિદ્ધિ થાય તે જેમ અત્યારે સર રાધાકૃષ્ણનને
[ ૨૦]
For Private And Personal Use Only