________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહમયી માં
૨૬૫
માર્ગથી બકુશ અને કુશીલ નિર્ગથેનું સ્વરૂપ ગુરુગમ દ્વારા અનુભવવામાં આવે તે સાધુવર્ગ પ્રતિ અરુચિ ઉત્પન્ન થઈ શકે નહીં. સાધુઓના આચાર સંબંધી ટીકા કરનારાઓ તે ઘણા ગૃહ જોવામાં આવે છે, પણ સાધુ થઈને પોતે તે પ્રમાણે વતીને અન્યને દાખલો આપનાર વિરલા શ્રાવકે જ છે. દુનિયામાં ટીકા કરનારાઓ લાખો છે, પણ પિતાની ટીકા ન થાય તે પ્રમાણે વર્તનાર તે અલ્પ છે.”
આવી રીતે અનેક સારા-માઠા પ્રસંગોમાંથી ઉદ્દભવેલા તારતમ્યને રજૂ કરતી ડાયરીની થોડી પંકિતઓ ઉપર આપી. હવે તેઓ સં. ૧૯૬૮ ના માગશર સુદ છઠને દિવસે નોંધે છે કે,
આજ દીક્ષાનાં અગિયાર વર્ષ પૂર્ણ થયાં, અને બારમા વર્ષમાં પ્રવેશ થાય છે.
“અગિયાર વર્ષમાં એકંદર ચારિત્ર માર્ગની આરાધના સારી થઈ છે. ગામડાઓમાં સમાધિમાં વિશેષ પ્રકારે રહેવાતું હતું, ને શહેરમાં ઉપદેશમાર્ગની વિશેષતઃ પ્રવૃત્તિ કરાતી હતી.
ત્રીશ ઉપર પુસ્તક લખાયાં, તેમ જ પાઠશાળા આદિની સ્થાપના કરી. કોઈની સાથે ધમાધમ થઈ નથી.”
બારમા વર્ષમાં પ્રવેશતાં નીચે પ્રમાણે સંકલ્પ કરું છું.
ઔપદેશિક કાર્યમાં તત્પર રહેવું. ચારિત્ર સમાધિનું અવલંબન કરવું. “ઉપાધિથી દૂર રહેવા યત્ન કરવો. “પ્રારબ્ધ કર્મવેગે થતી વેદનીય-ઉપસર્ગ આદિને સહન કરવા સમતાભાવ રાખ.
અભિનવ જ્ઞાન ખીલે એવાં ધાર્મિક પુસ્તકનું વાચન કરવું.
“પૂર્વની પેઠે બ્રહ્મચર્ય પાળવા નવ વાડનું અવલંબન કરવું. પૂર્વની પેઠે વ્યાખ્યાન વિના કોઈ પણ સ્ત્રીને વંદન કરવા ઉપાશ્રયમાં આવવા દેવી નહીં.
પ્રસંગે પાત એગ્ય ગ્રંથનું વાચન કરવું. ત્રણ ગુપ્તિને વિશેષ પ્રકારે અભ્યાસ કરો. ભાષા સમિતિમાં તો વિશેષતઃ ઉપયોગ દે. સ્પષ્ટ વાણી, ગંભીર ગુણ તથા વૈર્યગુણનું વિશેષ પ્રકારે અવલંબન કરવું.”
આ પ્રસંગે દિલ્હી દરબાર ભરાવાને હોવાથી લંડનથી શહેનશાહ પોતાનાં પત્ની સાથે આવવાના હતા. તેઓ સ્ટીમરથી મુંબઈ બંદરે આવીને દિલ્હી જવાના હતા. મુંબઈમાં સ્વાગતની ભારે તૈયારીઓ થઈ રહી હતી. આ અંગે તા. ૩૦-૧૧-૧૧ ની ડાયરીમાં તેઓ નોંધે છે :
For Private And Personal Use Only