________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
યોગનિષ્ઠ આચાર્ય - “શહેનશાહને દેખવા માટે મુંબઈમાં પરદેશના શ્રાવકે આવેલા–તેઓને બંધ દીધો. 5
અને પછી મૌન એકાદશી (તા. ૨-૧૨-૧૧) ની નોંધમાં એકાદશીનું ને મૌનનું માહાસ્ય ચર્ચા બાદ પુનઃ તેઓ નેધે છે. એ કાળ દલપતશાહી ભાવનાનો હતો.
આજ રોજ મુંબઈમાં નામદાર શહેનશાહ સર જ્યોર્જાનું આગમન થયું. બહારગામથી લગભગ વીસ-પચીસ લાખ અને શહેરના મનુષ્યો સર્વ ભેગા કરતાં ૩૦-૩૫ લાખ મનુષ્યોની સંખ્યા મુંબઇમાં થઈ છે. પૂર્વભવમાં પુણ્ય કર્યા વિના શહેનશાહની પદવી મળતી નથી. કેટલાક મનુષ્યોએ કલકત્તામાં ત્રણ-ચાર વર્ષ પૂર્વે બેબ ફેડ્યા હતા, તેથી આ વખતે શહેનશાહને કેઈથી ઉપદ્રવ ન થાય તે માટે ઘણો બંદોબસ્ત કર્યો છે. જ્યાં સુધી પુણ્યને પ્રકાશ ખીલે છે, ત્યાં સુધી કઈ જાતનું વિM નડતું નથી. દિલ્હીની ગાદી પર ડિસેમ્બરની બારમી તારીખે સર જ્યોર્જ જ પ્રથમ બેસવા ભાગ્યશાળી થયા છે. બ્રિટીશ રાજની પદ્ધતિ સરસ હોવાથી સાધુઓને તથા દરેક પ્રજાને પોતાને ધર્મ પાળતાં કઈ તરફથી સહન કરવું પડતું નથી, ઉત્તમ નીતિથી જ્યાં સુધી રાજ ચલાવવાની પદ્ધતિ કાયમ રહેશે ત્યાં સુધી બ્રિટીશ રાજ્યને સૂર્ય ભારતમાંથી અસ્ત થવાનો નથી.”
આ કાળ જ આવી મુગ્ધભાવનાને હતો ને આજે “કિવટ ઈન્ડિયા'નું સૂત્ર પ્રથમ ઉરચારનાર પૂજ્ય ગાંધીજી પણ તે કાળે બ્રિટીશ રાજ્યના વફાદાર પ્રજાજન હવામાં ગર્વ ધારતા હતા, ને આપદ સમયે તન, મન, ધનથી તેને મદદ કરવાની ફરજ સમજતા હતા.
આ ભાગ્યશાળી શહેનશાહને આપણા ચરિત્રનાયકે પાયધુની પર આવેલા ગોડીજીના ઉપાશ્રયમાં રહીને નજરે નીરખ્યા હતા. આ પ્રસંગે આવેલા ત્રણ યુરોપિયન વિદ્વાને તેઓશ્રીની પાસે આવ્યા હતા, ને દુભાષીઓ દ્વારા પ્રશ્નોત્તર કરી સંતોષ પામ્યા હતા.
આ વેળા મુંબઈમાં એકત્ર થયેલા અનેક રોતાજનો વ્યાખ્યાનમાં, તેમ જ અન્ય સમયે આવતા, પ્રશ્નોત્તરો કરતા, ચર્ચા કરતા. ચરિત્રનાયકે વ્યાખ્યાનનો સુંદર રસ ઉત્પન્ન કર્યો હતો, ને તેઓશ્રીની વિચારતા ને વિદ્વતાની ગંભીર છાપ બધે પડી હતી. તેઓએ ચિત્ર વદ પાંચમે દશવૈકાલિક સૂત્રનું વ્યાખ્યાનમાં વાચન શરૂ કર્યું હતું, જેની પ્રથમ ગાથા ઉપર એવું સુંદર વિવેચન કર્યું કે આઠ મહિના સુધી તે વિવેચન જ ચાલ્યું.
એ ઉપરાંત આ સમયજ્ઞ વિદ્વાન પુરુષે પ્રજાનો રસ નવલકથા જેવી પદ્ધતિના વાચન પર વિશેષ જાણી “ સરસ્વતીબાલા' નામનું સ્વપજ્ઞ ચરિત્ર ઉત્તર વ્યાખ્યાનમાં કહેવા માંડ્યું. ધમનાં મૂળ તો પર રચેલી આ વાર્તામાં તેઓએ એ રસ-એવી ઘટનાઓ-મકી કે શેતાઓ એક દિવસને પણ આંતરો પાડ્યા વિના સાંભળવા આવતા. એક દિવસ અનિવાર્ય કારણે ન આવેલે-ગમે તેની પાસેથી એટલી વાર્તા સાંભળી લેતો ત્યારે સંતોષ અનુભવતો. વ્યાખ્યાન સમયે આ વાર્તા રચાતી ને કહેવાતી. કોઈ પ્રકાશકે એ વાર્તા આપો તે છાપી પ્રકટ
For Private And Personal Use Only