________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
થોmનિઈ કરાઈ
આવી રીતે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સ્થૂલ અને અક્ષર બંને દેહ સાથે મારો સંપર્ક તો થયા હતા; તેમાં હમણ ભાઈશ્રી મણુિલાલ મોહનલાલ પાદરાકર તથા ભાઈશ્રી નાગકુમાર મકાતી, એમણે મહારાજશ્રીના જીવનચરિત્રને વર્ણવતા ગ્રન્થ માટે આમુખ લખવાનું મને નિમંત્રણ આપ્યું, ત્યારે એ અક્ષરદેહના તમામ પરિચય મેળવવાની મને અમૂલ્ય તક મળી, જે માટે હું તે બંને ભાઈ એના અતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. - જૈનપરંપરા જ એવી છે, જેન આચાર-વિચાર જ એવા છે કે હિન્દના સમગ્ર ઈતિહાસમાં એક પણ યુગ એ નથી ગયો, જ્યારે જૈન આચાર-વિચાર પ્રતિબંધ આપવા માટે જૈન સાધુનુ’ સમથ’ વ્યક્તિત્વ સમાજને નહીં' સાંપડ્યું હોય. આ પ્રતિબંધ આ પણ ઇતિહાસમાં અખંડિત રહ્યો છે. જૈન સાધુસંસ્થાએ દેશની અનેકવિધ સેવા કરી છે; જૈન સાધુઓએ દેશની સંસ્કૃતિનાં અનેક સાધનાને પ્રકાસ્યાં છે, અ–ખંડિત રાખ્યાં છે, અને પ્રજાને એ દ્વારા સન્માગે વાળી છે, જૈન આચાર-વિચારથી હિન્દના કોઈ પણ વિભાગ અવળે માગે તો કદી ગયા જ નથી. સદાચાર, ચારિત્રય, વિદ્વત્તા, સંશોધન, સમર્થન, સ્પષ્ટીકરણ, વગેરે બધા વિષયોમાં જૈન સંસ્કૃતિની પરંપરા હંમેશાં સમાગને જ સાચવી રહી છે. જૈન સાધુઓ એ હજારો વર્ષોથી પ્રજાને અને પ્રજાના આગેવાનોને શુદ્ધ ધર્મલાભ આપ્યો છે. એવા અનેક સાધુઓમાં શ્રીમદ્ બુદ્ધિસાગર
સૂરિજી મહારાજનું સ્થાન ચોક્કસ પ્રથમ રહેશે. - શ્રી. બુદ્ધિસાગરસૂરિજીનું કામ ખંડનનું નહીં, પણ મનનું હતું. તેમને પ્રયાસ મુખ્યત્વે ગૂજરાત પૂરતો રહ્યો હતો. કચ્છમાં તેમણે કદી વિહાર કર્યો નહોતો કેસરિયાજી તરફ માત્ર એક વાર જ તેઓ ગયેલા. મુંબઈનું તેમનું ચોમાસું એક વાર જ થયેલું. બીજા જૈન સાધુએ આખા હિન્દ્રમાં ફરી વળે છે; પણ બુદ્ધિસાગરસૂરિજી ગુજરાતથી, અને તે પણ ઉત્તર અને મધ્ય ગુજરાતથી બહાર, બહુધા, ગયા નહોતા; છતાં આ મર્યાદિત વિહાર દરમિયાન તેઓ જૈન અને જૈનેતર, બને સમાજોના આગેવાનોના સંપર્કમાં આવ્યા હતા, તેઓ એ સં૫ર્કથી દ્રષ્ટા, કવિ, ફિલસૂફ, યોગી અને વિવેચક બન્યા હતા; લૉર્ડ લિટનના કારભારથી માંડીને ગાંધીજીની સત્યાગ્રહની પહેલી લડત સુધીના આપણા ઈતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા; તે લડતમાં તેમનું પ્રત્યક્ષ અને પરોક્ષ ધ્યાન હતું; સમકાલીન વાતાવરના તેઓ પૂરા પરિચિત હતા. જૈન સાધુસાધ્વીઓ એ પ્રવાહથી અને તેના વિચરિબળથી, બહુધા, અજાણ્યાં, અળગ, રહે છે, અને તે માટે તેઓ વીતરાગ ભગવાનનાં વચનાના પુરાવા રજૂ કરે છે, બુદ્ધિસાગરસૂરિજી તેમાં અપવાદરૂપ હતા.. | શ્રી. બુદ્ધિસાગરસૂરિજીએ ગૂજરાતમાં રહીને બધા પ્રવાહોને જોઈ લીધા હતા. બહુ જ સાધારણ કણબી કુટુંબમાં જન્મ લેનાર આ મહાત્માએ પૂર્વકમના ઉદય બળથી ઉર્દુ,
હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓને પાકે અભ્યાસ કર્યો હતો, તેમણે કુલ એકસે કાન - TIT [રિ tarને ધતિ
[ ૧૮ ] ૭ મી જાનાર તોન ના કોના પર
For Private And Personal Use Only