________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
TEL
આ
મુ ખ
: લેખકઃ ઍફેસર કેશવલાલ હિંમતરામ કામદાર
ઇતિહાસ, અર્થશાસ્ત્ર ને રાજશાસ્ત્રના પ્રોફેસર જયારે મારી અને પૂ. ચરિત્રનાયકની વડોદરા ખાતે મામાની પોળના ઉપાશ્રય પહેલી મુલાકાત થઈ, ત્યારે ઈ. સ. ૧૯૨૧ના માલ માસ ચાલતા હતા, અત્યારે આ મામુખ લખું છું ત્યારે એમ થાય છે કે તે મુલાકાતની નોંધ મેં રાખી લીધી હોત તો ? જે કે અત્યારે પણ તેની મુખ્ય હકીકતો મને બરાબર યાદ આવે છે. મહારાજે મને મારાં નામઠામ પૂછજાં; હું કયા કયા વિષયો, કયા કયા વર્ગોમાં શીખવું છું. તે પૂછય કાંઈ લખું છું કે કેમ તે પૂછવું; પછી તેમણે મને ‘જૈન ધાતુ પ્રતિમાલેખ સંગ્રહ 'નો પ્રથમ વિભાગ બતાવ્યો, અને કહ્યું કે, | “ જાઓ, ગુજરાતના ઇતિહાસના એક યુગમાં કેટલાંક માઢ, નાગર અને વાયડા વણિકુટુંબી જૈન ધમાં હતાં, જેઓ અત્યારે સર્વાશ જૈનતત્ત્વવિહોણું થઈ ગયાં છે. આવી જાતને સંશોધન થવાની ઘણી જરૂર છે. તમે જૈન છે, પ્રોફેસર છે; તટસ્થ દૃષ્ટિ રાખી સંશોધન કરી શકે.” આ પ્રસંગે મહારાજશ્રીએ મને સંશોધનની બીજી ચાવીઓ બતાવી; તેમજ મહાવીરનું જીવન ઈતિહાસની દૃષ્ટિથી વિશુદ્ધ કરી લખવાની જરૂર કહી બતાવીઃ ત્યાર પછી મેં રજા માગી, અને વંદના કરી, એટલે ધુમલાભ કહી આત્મીય ભાવથી ફરી કોઈ વાર મળવાનું કહ્યું.
ઈ. સ. ૧૯૪૦ની સાલમાં હું વડોદરા ગેઝેટિઅર-સર્વસંગ્રહના કામ માટે વિજાપુર ગયા હતા, ત્યારે મહારાજ શ્રીએ સ્થાપેલી સંસ્થાઓની નધિ લેવાને મને પ્રસંગ સાંપડયો. તેમની સ્થાપેલી વાચનશાળામાં–જ્ઞાનમંદિરમાં હું જઈ ચાવો; અને ત્યાંથી મેં મહારાજે લખેલા પોતાના વતન વિજાપુર ગામને વૃત્તાંત કહી જતા પુસ્તકને સાથે લીધું, જે પુસ્તકનો સર્વસંગ્રહ માટે મેં' સારો ઉપયોગ કરે છે.
[ ૧૭ ]
For Private And Personal Use Only