________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદષ્ટાનું સુરત
૨૪૯
પરિપૂર્ણ જ્ઞાન-શાસ્ત્રોનો અસલની જુની રીત પ્રમાણે ગુરુગમપૂર્વક અભ્યાસ કરીને આંગ્લ ભાષા વગેરેમાં જન તો ફેલાવો કરવામાં આવે તો ભૂલ ન થઈ શકે. અન્યથા ભૂલથાપનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે. નવા જમાનાની શતી પ્રમાણે જૂનાં ચરિત્રોને નવીન ચરિત્ર રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાનો સંભવ છે. તેમાં પણ સૂચના કે વર્તમાન, ગીતાર્થ પુરૂષોની સલાહ તે પ્રસંગોપાત લેવી જ જોઈએ.”
આવી અનેક જનાઓ આ વિદ્વાન, ઉત્સાહી, કવિ ને લેખક મુનિરાજમાં ભરેલી હતી. જૈનશાસનના જપ માટે એની પળેપળ વીતતી હતી. એ મુનિરાજને લાગ્યું કે મુંબઈ નગરીમાં કદાચ પિતાનાં સ્વપ્નાં પાર પાડવાની ભૂમિકા રચી શકાશે. કદાચ પોતાનું અત્તર લોકોને મોંઘું પડશે, નહીં ખરીદે, પણ સુગંધી માટે તો કંઈ નાકે રૂમાલ નહીં ધરે ને ! આજે સારી સુગંધી મળી હશે તો કાલે સદાને ગુણગ્રાહક થશે.
અલબત્ત, મુંબઈની ધમાધમમાં પિતાની યેગપ્રિય પ્રકૃતિને અશાન્તિ લાધશે, પિતાનો અબધૂત આદતોને બંધન લાગશે, પિતાના સદા સુભગ રીતે વહેતા કવિત્વ-ઝરણમાં
ખલના આવશે; છતાં એ વ્યકિતગત વિદન હતાં. સમષ્ટિને ખાતર વ્યક્તિએ સહન કરવું, એ જૂનો સિદ્ધાંત છે. વધુ સારા માટે થોડા સારા ગુણ પુરુષ ત્યાગ કરે છે.
તેઓએ મુંબઈના ચાતુર્માસનો સ્વીકાર કર્યો, અને તરત તેઓએ ત્યાં એકત્ર થયેલા વૃદ્ધ ને સલાહગ્ય સાધુજન પાસે પહોંચી તેમની સલાહ માગી. આ વિષે તેઓ પિતાની ડાયરીના છવ્વીસમા પાને નેંધે છે કે,
૮ વડા ચૌટાના ઉપાશ્રયમાં પ્રવર્તક કાન્તિવિજયજી મહારાજની સમક્ષ પં. આનંદસાગર, મનિરાજ હું સવિજયજી તથા પંન્યાસ શ્રી સંપતવિજયજી તથા ઋધ્ધિવિજયજી તથા શ્રી. ચતુવિજ્યજી વગેરે સાધુઓ, ભેગા થયા તે વખતે મારો મુંબઈ તરફ વિહાર કરવાનો ભાવ હતા, તે જણાવ્યો. મુંબઈ જનપુરી ગણાય છે, ત્યાં હિંમત ઘણું શ્રાવકો છે, ત્યાં જન ધર્મની ઉન્નતિ માટે મોટાં કાર્યો ઉપાડવામાં આવે તો મોટાં ફંડ થઈ શકે તેમ છે. તેથી તેઓની સલાહ લીધી કે કયું કાર્ય ઉપદેશવા યોગ્ય છે. - “તેઓએ કહ્યું કે તમારા વિચાર પ્રમાણે ગુરુકુલ સંબંધી ઉપદેશ દેવો યોગ્ય છે. સાધુ-પાઠશાલા સબંધી ઉપદેશ દેવા ગ્ય છે. શ્રાવક-શ્રાવિકાઓને સહાય આપવા સંબંધી ઉપદેશ દેવો યોગ્ય છે.
- “સાધુ મંડળે આ પ્રમાણે સલાહ આપી. સાધુ મંડળને કહ્યું કે તમારી સલાહ પ્રમાણે બનતું કરીશ, સર્વ સંધાડાના સાધુઓમાં સંપ કરાવવા માટે સાધુ મંડળની સ્થાપના સં, ૧૯૬૬ ના જેઠ માસમાં કરવામાં આવી હતી. સર્વ સાધુઓને સમજાવી મેં કરી હતી. ભાવિભાવ બળવાન હોય તો ઉપયુકત ઉપદેશ પૈકી કોઈ પણ પ્રકારનો ઉપદેશ દઈને જૈન ધર્મની સેવા બજાવવી એવો આજ વિચાર કર્યો.”
મુંબઇનો નિર્ણય થયો. સૂરતના ભેળા ને ભદ્રિક જેનોની વિદાય લીધી. રાવબહાદુર હીરાચંદ મેતીચંદ છેડલી અવસ્થાએ હતા. અંતિમ પળાએ તેમણે ચરિત્રનાયકને યાદ કર્યા. ચરિત્રનાયકે જીવનમાં ઘણા સાધુ ને ગૃહસ્થોની અંતિમ પળે સુધારી હતી. તેમણે ત્યાં જઈ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો, ચાર શરણ કરાવ્યાં, ને આત્માને શાંતિ પમાડી.
૩૨
For Private And Personal Use Only