________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદષ્ટાનું સુરત
એવી પ્રવૃત્તિને હસી કાઢે, પણ એ વેળા તો કેટલાકને તે જીવન-મરણનો સવાલ થઈ પડ્યો. ઠેર ઠેર તેનો વિરોધ કરવાની, જ્ઞાતિબહિષ્કૃત કરનાર ઠરાવ કરવાની પ્રવૃત્તિ ચાલી. કઈ પક્ષ વિરોધમાં રહ્યો, કઈ સમર્થનમાં. ગુજરાતભરમાં પાણીપત જાગ્યાં. /
1 સુરતના ચાતુર્માસમાં આ આવાહન સુરતમાં પણ આવ્યું, પણ ચરિત્રનાયક પહેલેથી એવાં પાણીપતમાં ભાગ લેવા રાજી નહોતા. તકરારી બાબતેથી તેઓ પર રહેતા. સાધુઓ અને સંઘે પણ ભારે કૂનેહથી સૂરતના વાતાવરણને સ્વસ્થ રાખ્યું.
સુરતનું ચાતુર્માસ પૂર્ણ થવા ઉપર હતું, ત્યારે મુંબઈના શ્રાવકોએ-મુખ્યત્વે સુરતીઓએ મહારાજશ્રીને મુંબઈ શહેરમાં પધારવા વિનંતી કરી. આ વિનંતીએ કંઈક સ્પર્શ કર્યો, ને જવું કે નહીં તે બાબતનો વિચાર કર્યો. મુંબઈ આજે અલકાપુરી બનેલું હતું, ને જેનધર્મના પ્રચાર-વિકાસ માટે અનુકૂળ જોગવાઈઓ ત્યાં હતી. જે જ્ઞાનભંડારે, સાધુસંસ્થાઓ ને ગુરુકુળનાં પિતાનાં સ્વપ્નાં હતાં, એને પાર પાડવા માટે મળી જાય તે મુંબઈનો એકાદ ગૃહસ્થ જ પૂરતો હતો. જે “આદર્શ જૈન” સરજાવવાની તેમની કવિ–કલ્પના હતી, એને યોગ્ય સાધન-સામગ્રી કદાચ ત્યાંથી મળી પણ જાય.
- પોતાની રોજનીશીમાં જ જેન ભારત મહાજ્ઞાનાલય (પુસ્તકાલય) વિષે એ વેળા નેધ છે કે,
આખા આર્યાવર્તમાં એક મોટું લાખો રૂપિયા ખરચીને જ્ઞાનાલચ કરવાની જરૂર છે. ઇંગ્લેન્ડની મોટામાં મોટી લાયબ્રેરી જેવડું જ્ઞાનાલય બંધાવવામાં આવે અને જનધર્મનાં લખાયેલાં તથા છપાવેલાં દ જાતનાં પુસ્તક રાખવામાં આવે તો જનમ્ર હૈની ભકિત સારી રીતે કરી એમ કહી શકાય. જનોના લાખો રૂપિયા વ્યવસ્થા અને ઉત્તમ પ્રકારની સંકલનના અભાવે અન્ય બાબતોમાં ખર્ચાય છે. પણ એક મોટા જૈનધર્મ પુસ્તકાલય બનાવવા માટે લાખ રૂપિયા ખર્ચાય તો ભવિષ્યની પ્રજાને મહાન વારસો આપી શકાય. અમદાવાદ, પાલીતાણા, વડેદરા વગેરે મધ્ય રથળામાંથી ગમે તે સ્થળ પસંદ કરવામાં આવે તે તે યોગ્ય ગણી શકાય.
- “ આ હિંદુસ્થાનના જનમાં આવા ઉત્તમ વિચારોને પ્રથમ તો ફેલાવવાની જરૂર છે. પંચાત આગેવાન શ્રાવકોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ વગેરેનાં પુસ્તક તેમના નામે રાખવામાં આવે અને જ્ઞાનાલયમાં તે જુદીજુદી કોટડીઓમાં મૂકવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને તેમને ખપ પડે મોકલવામાં આવે તે જન ભારત જ્ઞાનાલયની ઉન્નતિ થાય. એક જૈન ભારત મહાનાનાલય અને તેની શાખાઓ તરીકે ભિન્ન ભિન્ન શહેરનાં નાનાલ સ્થાપવામાં આવે એવી વ્યવસ્થા થાય તો જનોને ઉદય થઈ શકે.”
સદા ગગનવિહારી ગરુડરાજની દ્રષ્ટિ કેટલી વિચક્ષણ હતી, એ આ મહાન સ્વપ્ન પરથી કલ્પી શકાય છે. આ સ્વપ્નદ્રષ્ટાનું બીજું સ્વપ્ન સાધુ-વિદ્યાલય માટેનું હતું. તે વિષે લખતાં બીજા જ દિવસની રોજનીશીમાં જણાવે છે કે,
સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સાધુઓનું જ્ઞાન વધે અને તેથી
For Private And Personal Use Only