________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
૨૪૬
યોગનિષ્ઠ આચાર્ય - ભાઈ વગેરે લેકોને પણ એક ભાષણ આપ્યું, ને દારૂ, માંસ વગેરેની શક્ય પ્રતિજ્ઞાઓ આપી.
શ્રી. સૌભાગ્યચંદ ઝવેરી, જેઓ પાંજરાપોળની બાબતમાં રસ ધરાવતા હતા, તેઓએ પાંજરાપોળ જેવા આવવા વિનંતિ કરી. પશુઓ તો તેમને પ્રાણની જેમ પ્યારાં હતાં. ગાયને તેઓ માતા રૂપે જતા. ગી પણ માનવ જ છે. આ પાંજરાપોળ જતાં એમને વર્ષો પહેલાંનાં પિતાનાં પ્યારાં પશુ યાદ આવ્યાં. અરે, પશુઓ મનુષ્ય પર કેવા ઉપકાર કરે છે, ને સ્વાથી મનુષ્ય ગરજ સાથે કેવી અપકારી રીતે વર્તે છે! પાંજરાપોળનું પ્રેમઝરતા હૈયે નિરીક્ષણ કરી તેઓએ પશુરક્ષા માટે વિશેષ શું કરી શકાય, તે માટે સંચાલકો સમક્ષ ભાષણ આપ્યું. નિર્ભેળ સત્ય એ એમની ખાસિયત હતી.
સંવત ૧૯૬૯ ની સાલમાં સુરતમાં શેઠ તલકચંદ માણેકચંદના ઘર-દેરાસરમાં પૂજા ભણતી હતી. ચરિત્રનાયક, શ્રી. આનંદસાગરજી, પ્રવર્તક કાન્તિવિજયજી વગેરે હતા. પૂજાના અર્થ સુંદર રીતે કરી બતાવ્યા.
એ વેળા મુનિ દર્શનવિજયજીએ કહ્યું: “આજ પાંચ લાખના હીરાની આંગી થઈ છે.”
ચરિત્રનાયક મૌન રહ્યા. પુનઃ પુનઃ તે તરફ તેમનું લક્ષ દેરતાં અંતરનું સત્ય તેમણે કહી દીધું
હીરાની આંગીના મૂળ ઉદ્દેશને લઈ હું આંગીને અનુમોદુ છું. ભગવાને તો ઘરેણું આભૂષણ વગેરેને ત્યાગ કર્યો હતો. પ્રભુએ કરેલા ત્યાગને આ વસ્ત્રાલંકારો જોતી વખતે મરવા જોઈએ.”
આ જવાબ સામાન્ય જૈનને ન રુચે તે હતો. પિલા મુનિરાજે ગપ્પ ચલાવી કે બુદ્ધિસાગરજીને આંગડીમાં શ્રધ્ધા નથી, ને મૂર્તિને પથ્થર કહે છે.
આ ચર્ચાએ ગમે તે બહાને કલેશ કરવાની આદતવાળા જન ગૃહસ્થ અને સાધુઓને સારે નિંદારસ આપે, પણ ચરિત્રનાયક તે નિર્ભય હતા.
આ વખતે જૈન સમાજના દુર્ભાગ્યે એક ચર્ચા ખડી થઈ ગઈ. વાદવિવાદના રસિયા વાણિયાઓ આવા કોઈ પ્રસંગો આવતાં કેડ ભીડીને મેદાને પડતા. તેઓ તેવી ચર્ચાઓના વિષને વધારવામાં મજા માણતા ને તેને સેવા લેખતા, ને જે કલેશાગ્નિ એમ ને એમ બુઝાઈ જાય તેમ હોય તેને સાધન-સામગ્રી આપી વધુ સતેજ કરતા. ધીરે ધીરે સાધુઓ આમાં ભળતા, ને ઠેર ઠેર રણમેદાન ખડાં થઈ જતાં.
આ વેળા એક નવા વર્તમાન આવ્યા. શ્રી શિવજી દેવશી તથા શ્રી ફતેહચંદ કપુરચંદ લાલને શ્રીમદ્ રાજચંદ્રને ઈશ્વરસમાન લેખી શત્રુંજય પર્વત પર તેમની નવ અંગે પૂજા કરી.
આ સમાચાર તત્કાલીન સમાજ માટે વાપાતસમાં હતા. આજે તે કદાચ કઈ
For Private And Personal Use Only