________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદ્રષ્ટાનું સુરત
૨૪૫
પૂરું થતાં જ્ઞાનસાર ગ્રંથ વાંચવા લાગ્યા. અધ્યાત્મ વિષયના રસિક શ્રોતાઓ ખાસ અ વ્યાખ્યાનો લાભ લેતા. પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી પણ ખૂબ રંગેચંગે થઈ. તેના વરઘોડામાં બધા સાધુઓ એક સાથે ચાલતા.
પર્યુષણ પરમ આ વનારા સર્વ સાધમી ભાઈઓની સેવાબદાસ્ત કરવાનું શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ સ્વીકાર્યું હતું. આગંતુક સર્વ નાના-મોટા મહેમાનની સાથે બધા એક રસોડે અને એક પંગતે જમતા. આગંતુક મહેમાનોમાં સામાન્ય જૈનથી લઈને શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ જમનાદાસ ભગુભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ પનાલાલ ઉમાભાઈ તથા શેઠ જગાભાઈ ઉમાભાઈ સુધીના રહેતા.
જૈન” પત્રના સુપ્રસિધ તંત્રી કારભારી ભગુભાઈ ફતેચંદ તે પર્યુષણ પર્વ કરવા માટે સુરત આવ્યા હતા.
પૂજાઓ ભણાવવાનું પણ ભારે ઠાઠ એ વેળા જામ્યો હતો. એ પૂજાઓમાં આજની જેમ કેવળ નાટકીય ઢબે નહતી. પૂજાની સાથે તેના અર્થ પણ કહેવામાં આવતા, ને રાગરાગણીની મજા સાથે ધમ બોધ પણ આપવામાં આવતા. આ વેળા ઝવેરી નગીનદાસ ઝવેરચંદે ચારે ઉપાશ્રયના સાધુઓને લાઈન્સના દેરાસરે પધારવા ને પૂજામાં ભાગ લેવા વિનંતિ કરી. ચારે ઉપાશ્રયના સાધુઓ એક સ્થાને ઊતર્યા ને પૂજામાં ભાગ લીધો, એ શોભા સાધુ સંમેલન જેવી હતી.
ચરિત્રનાયકે અહીં અનેક ભાષણ આપ્યાં, અને એ દ્વારા રત્નસાગરજી જન પાઠશાળા (જે તેમની પ્રેરણાથી સ્થાપના થઈ હતી, ) તથા શ્રી મોહનલાલજી મહારાજના ભંડાર માટે દ્રવ્યની અપીલ કરી. ચાતુર્માસ દરમિયાન આ ભંડારનો તેઓએ ખૂબ લાભ લીધો હતા, ને છેદ ટીકાવૃત્તિ સહિત વાંચ્યાં હતાં, ને શ્રાધજીતકપ પણ સંપૂર્ણ કર્યા હતાં. આ સિવાય અન્ય કેટલાંય પુસ્તકોનું વાચન થયું હતું.
ચરિત્રનાયકના પોતાના સ્વભાવ મુજબ તેમની પ્રવૃત્તિનાં વતુ લ કેવલ જન જનતા પૂરતાં જ સંકેચાયેલાં ન રહેતાં. જૈન ધર્મને એ જગતનો-સર્વને ધર્મ લેખતા, અને એ રીતે અન્ય સંપ્રદાયમાં પણ જઈ તત્વચર્ચા કે ધર્મોપદેશ કરતા. આ વેળા કેટલાક પારસી થીઓસોફીસ્ટ જેઓ દૂબળા-ભેઈ વગેરે હલકી કોમોના ઉધ્ધાર માટે મથતા હતા, તેઓએ મહારાજશ્રીને આ લોકો માટે ભાષણ આપવા વિનંતિ કરી.
દૂબળા કેમને ઈતિહાસ ઘણે રોમાંચક છે. વીસમી સદીમાં ગુજરાતમાં ચાલતી ગુલામી પ્રથાને એ નાદર નમૂન હતા. જેઓ માલિક રહેતા, તેઓ દૂબળાઓની સાથે પશુ સમાન વર્તાવ કરતા. એને જીવવાની પણ સ્વતંત્રતા નહેતી.
આ કોમ સમક્ષ મહારાજશ્રીએ સુંદર, રોચક ને સરળતાથી સમજાય તેવી રીતે બે ભાષણ આપ્યાં. એમાં પાંડિત્યની છાંટ પણ નહોતી. કોઈ ગામડાની નિશાળને મહેતાજી પહેલી-બીજી ચોપડીના વિદ્યાર્થીને સમજાવે તેવી શલી હતી.
For Private And Personal Use Only